જિંદગી કશકોલ લઈ ઉભી છે
મૂકવા જેવું કશું પણ નથી
-ટેરેન્સ જાની ‘સાહેબ’

વાતમાં ને – સંજુ વાળા

વાતમાં ને વાતના વળાંક પર
અણધાર્યા ઊખળતા આવે કાંઈ….
એક એક સણસણતી ઘટનાના થર
વાતમાં ને વાતના વળાંક પર….

ફૂગ્ગો ફૂટે તો એમ લાગતું કે આરપાર
ફૂટ્યો પ્રચંડ કોઈ તર્ક,
ઝીલ્યો ઝિલાય નહીં સ્હેજ પણ ખોબામાં
પથ્થરને પીડાનો ફર્ક ;
છાતીમાં સંઘરેલા સૂરજને સળગાવીને
કરવાનું હોય શું સરભર ?
વાતમાં ને વાતના વળાંક પર…

મનને વાગેલ ઠેશ ધરબી દઈ ભીતરમાં
ઉપરથી રહેવાનું રાજી,
પાળી-પંપાળીને જીવ જેવી ક્ષણ બધી
રાખવાની છેક સુધી તાજી,
ઓગળી ના જાય એમ આછા અણસારાને
ઉછેરું અંદરને અંદર !
વાતમાં ને વાતના વળાંક પર….

-સંજુ વાળા

અત્યંત નાજુકાઈથી તીવ્ર વેદનાની વાત થઇ છે આ કાવ્યમાં. ખૂબ જ બારીકીથી આ કાવ્યને ગૂંથવામાં આવ્યું છે. કોમળ શબ્દો દ્વારા ચોકસાઈપૂર્વકના શરસંધાન કરાયા છે…

11 Comments »

  1. perpoto said,

    September 10, 2012 @ 8:12 AM

    વેદનાનું બારીક નક્ષીકામ…

  2. ધવલ said,

    September 10, 2012 @ 8:30 AM

    ઓગળી ના જાય એમ આછા અણસારાને
    ઉછેરું અંદરને અંદર !
    વાતમાં ને વાતના વળાંક પર….

    – સરસ !

  3. pragnaju said,

    September 10, 2012 @ 12:58 PM

    છાતીમાં સંઘરેલા સૂરજને સળગાવીને
    કરવાનું હોય શું સરભર ?
    વાતમાં ને વાતના વળાંક પર…
    વેદનાની સરસ અભિવ્યક્તી

  4. નિકેતા વ્યાસ said,

    September 10, 2012 @ 7:38 PM

    ફૂગ્ગો ફૂટે તો એમ લાગતું કે આરપાર
    ફૂટ્યો પ્રચંડ કોઈ તર્ક,
    ઝીલ્યો ઝિલાય નહીં સ્હેજ પણ ખોબામાં
    પથ્થરને પીડાનો ફર્ક ;
    છાતીમાં સંઘરેલા સૂરજને સળગાવીને
    કરવાનું હોય શું સરભર ?
    વાતમાં ને વાતના વળાંક પર………….વાહ સર જી એક આપ જ આમ સહજ વેદના ને કાગળ ઉપર શબ્દો વાટે વહેતી કરી શકો

  5. Anil Chavda said,

    September 10, 2012 @ 10:52 PM

    ફૂગ્ગો ફૂટે તો એમ લાગતું કે આરપાર
    ફૂટ્યો પ્રચંડ કોઈ તર્ક,
    ઝીલ્યો ઝિલાય નહીં સ્હેજ પણ ખોબામાં
    પથ્થરને પીડાનો ફર્ક ;
    છાતીમાં સંઘરેલા સૂરજને સળગાવીને
    કરવાનું હોય શું સરભર ?

    ક્યા બાત હૈ સંજુભાઈ…..

  6. La'Kant said,

    September 11, 2012 @ 9:53 AM

    આવી ભીતરની ચોટકર, સોંસરી ઉતરેલી વાતો,ને વાતો ને વાતો… અને સંવેદન ને ખુરેદતી , લીલા ઘા જેવી જેરીલી વાતો..ને મુદ્દા ને અનેક તર્કોના મહાભારત જેવા ધમસાણ ..યુધ્ધો લડવાના ઘટના-પ્રસંગો…પછીય “પ્રેમ નો એક સે’જ અણસારો ..” સાચવી જતનથી પાળી,ઉછેરી મેગ્નીફાય કરી ફરી ફરી જોવાના ..અવસર ઉજવ વાના ઓરતા જાગે એવુંય કંઈક સુખદ!!! સંગ્રહેલું…અંદરને અંદર ! “વાતમાં ને વાતના વળાંક પર….”
    સર્જક -ગીત -રચના કા ર ને અને પેશ કરનાર ની દૃષ્ટિને દાદ બેવાર ! આઈ લવ યુ !
    લા’કાન્ત / ૧૧-૯-૧૨

  7. વિવેક said,

    September 13, 2012 @ 8:56 AM

    સુંદર મજાનું ગીત… બંને અંતરા મજેદાર થયા છે…

  8. Sudhir Patel said,

    September 13, 2012 @ 3:16 PM

    સુંદર ગીત!
    સુધીર પટેલ.

  9. apurva said,

    September 15, 2012 @ 12:47 AM

    ખુબ સરસ ………

  10. સંજુ વાળા said,

    September 18, 2012 @ 12:44 PM

    આભાર !! આભાર !!! મિત્રો !

  11. sagar said,

    December 6, 2012 @ 2:23 AM

    ખીલા તો શું એકેય સાચું વેણ સહેવાતું નથી,
    સમતા જ આભૂષણ બને એ કાન ક્યાંથી લાવીએ ? વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment