વાહન બરફના ચોસલા જેવા હશે કદાચ,
ગરમી પડે ને રોડનો ટ્રાફિક ઓગળે.
કુલદીપ કારિયા

આભમાં – મણિલાલ દેસાઈ

આભમાં કોયલ કીર કબૂતર ઊડે:
ઝાડ જમીને
નભના નીલા રંગમાં ઘડીક તરતાં ઘડીક બૂડે.

જલની જાજમ પાથરી તળાવ
ક્યારનું જોતું વાટ:
કોઈ ના ફરક્યું કાબરકૂબર
સાવ રે સૂના ઘાટ !
એય અચાનક મલકી ઊઠ્યું ચાંચ બોળી જ્યાં સૂડે.

વાત કે’વાને થડના કાનમાં
ડાળ જ્યાં જરાક ઝૂકી,
તોફાની પેલી ચકવાટોળી
ચટાક દઈને ઊડી.
પવન મધુર સૂરથી ગુંજે વાંસળી વન રૂડે !

– મણિલાલ દેસાઈ

આ ગીત કાનથી વાંચવાનું ગીત છે.  ગીતનો લય એટલો સશક્ત છે કે તમને પરાણે તાણી ન લે તો જ નવાઈ. મારી તો તમને આ ગીત સમજવાની જરાય કોશિષ કર્યા વિના બે-ચાર વાર મોટેથી વાંચવાની વિનંતી છે – લયવમળમાં તમે ન ખેંચાઈ જાવ તો કહેજો ! ગીતમાં સહજ પ્રકૃતિવર્ણન છે… પણ કેટલું મીઠું અને મોહક લાગે છે – એ કવિની હથોટી દર્શાવે છે.

5 Comments »

  1. વિવેક said,

    September 27, 2007 @ 9:25 AM

    ઉમાશંકર જોશીએ કહ્યું હતું, “કવિતા એ કાનની કળા છે”. આવા કાવ્યો વાંચીએ ત્યારે આ વાત સાચા અર્થમાં સમજાય…

  2. pragnaju said,

    September 27, 2007 @ 9:58 AM

    અમારા જેવા જંગલી
    મણિલાલ ભગવાનજી દેસાઈ
    -અંધકારના રંગ,લય અને ગતિના કવિ-
    આ લયમધુર ગીત કાવ્યમાં વન્યજીવનના આવેગો અને
    ગ્રામપ્રકૃતિની ધબક હૃદયસ્પર્શિતાથી આલેખાયાં હોવાથી
    તાજગીની અનુભૂતિ કરાવે છે.
    તેમનું સરકી જાયે પલ…
    કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ !
    નહીં વર્ષામાં પૂર,
    નહીં ગ્રીષ્મ મહીં શોષાય,
    કોઈના સંગનિ:સગની એને
    કશી અસર નવ થાય,
    ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ !
    સ્વરબધ્ધ રેકોર્ડ થયું હોવાથી વારંવાર માણી શકાય છે.
    વિવેકે કહ્યું તે પ્રમાણે આ પણ ગાવાનું સાંભળવાનું ગીત છે
    ઑડિયોબ્લોગ પર મૂકવા જેવું છે.

  3. nilam doshi said,

    September 27, 2007 @ 12:42 PM

    ગાવાની મજા માણી…
    સુન્દર.

  4. Ranjit Desai said,

    August 29, 2009 @ 2:57 AM

    Manilal maro nano bhai. Vacationma Gorgam ghare jata tyare ame savare rotlo khai bhenso chrava jata ane pachhi bhensone pani pava talav par lai jata tyan ghaivar sudhi besi kudaratno nazaro joya karta.Avi koi pale manilalne a kavya sfuryu hatu ane ganganyo hato pachhithi vacation puru thata mumbai gaya tyare a kavyane matharyu.Ne ene shrshak apyu.

  5. વિવેક said,

    August 29, 2009 @ 5:54 AM

    આદરણીય રણજીતભાઈ,

    કવિશ્રી મણિલાલ દેસાઈના મોટાભાઈ આ વેબ-સાઇટની મુલાકાત લે એ અમારે મન કોઈ પુરસ્કારથી કમ નથી… આપના અભિપ્રાય બદલ આભાર… મણિલાલ દેસાઈના અન્ય કાવ્યો આપ અહીં માણી શક્શો:

    https://layastaro.com/?cat=86

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment