ઉત્સવોની રાહ હું જોતો નથી,
તું મળે છે એટલે તહેવાર છે.
મનહરલાલ ચોક્સી

કેટલાંક બાળકો – નરેન્દ્ર સક્સેના (અનુ. નૂતન જાની)

કેટલાંક બાળકો બહુ જ સારાં હોય છે
તેઓ બૉલ કે બલૂન માંગતા નથી
નથી માગતા મિઠાઈ કે નથી કરતા જીદ્દ
હેરાન તો થતા જ નથી
મોટાઓનું કહ્યું માને છે
આટલાં સારાં હોય છે
આટલાં સારાં બાળકોની તપાસમાં રહીએ છીએ
આપણે
અને મળતાં જ એમને ઘરે
લઈ આવીએ છીએ
ત્રીસ રૂપિયા મહિને અને ખાવાના પર.

– નરેન્દ્ર સક્સેના (હિંદી)
(અનુ. નૂતન જાની)

આજે બાળનોકરોનો પગાર કદાચ ત્રીસના બદલે હજાર-બે હજાર થયો હશે પણ આપણી માનસિક્તા ?

7 Comments »

  1. Pushpakant Talati said,

    August 30, 2012 @ 8:23 AM

    Very good and nice
    It ia a real reality of today’s world.
    The translation also appears in line of the ideas of the original Author.
    Congratulation.

    However it would have been more interesting if the ORIGINAL HINDI VERSION has also been given along with the TRANSLATION – Many viewers, visitors & readers prefer the translation along with the ORIGINAL.
    So it is my humble request and suggestion to put the original also for the perusal and study if it is possible and feasible.

    THANKS & REGARDS. – Pushp[akant Talati.

  2. pragnaju said,

    August 30, 2012 @ 8:32 AM

    સ રસ

  3. વિવેક said,

    August 30, 2012 @ 8:42 AM

    @ પુષ્પકાંત તલાટીઃ

    જ્યારે પણ અમે મૂળ કાવ્ય શોધી શકીએ છીએ ત્યારે એ મૂકીએ જ છીએ. મૂળ કાવ્યની અનુપસ્થિતિ મતલબ અમારી પાસે એ કાવ્યની અનુપલબ્ધિ…

    કુશળ હશો…

  4. bhavin gopani said,

    August 30, 2012 @ 9:00 AM

    બચપન બચાવો…………..

  5. J k nanavati said,

    August 30, 2012 @ 10:44 PM

    સ્વભાવે ચડ ઉતર છે, લાગણી
    દરેકને હોય છે એના ગજા…..
    જે.કે.

  6. Arpana said,

    August 31, 2012 @ 2:39 AM

    કેટલી સચોટતાથ ઓછા શબ્દોમાં મોટી વાત કહી દિધી.

  7. rajesh mahant said,

    September 12, 2012 @ 10:33 AM

    ખરી વાત ચે
    આપણે આપણિ અપેક્ષાઓને નજરમા લૈને નિકળીએ તો કોઇ બાળમજુર જ પસન્દ આવે
    બાળકો ને તો નિખાલસ પણૅ એમની માસુમીયત સાથે જ જીવતા શિખવવુ જોઇએ.

    એમની દુનિયા એમને માણવા આપળા ચશ્મા ન પહેરાવાય્.

    બાળ મજુરો માટે તો એટલુ જ કહી શકુ કે લાગણીઓ તો એમને પણ ચે ફક્ત ગરીબી નામની બીમારીએ એમની ઈચ્ચ્હાઓના હાથ પગને થીજવી દીધા ચે

    ચાલો આપણે એમને વાચા આપીએ.

    આપણી અપેક્ષાઓને રજુ કરતુ ખુબ જ સરસ કાવ્ય.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment