માંગવાના હોંશ પણ રહેશે નહીં,
કોઈ જ્યારે આપનારું આવશે.
સુધીર પટેલ

કોડિયું ને સૂરજ – ઉદયન ઠક્કર

કોડિયા  પર સૂર્ય  તડક્યો,  ‘તારી  કોને  છે  ગરજ?
નૂરની નબળી નકલ! જા, જા, ને બીજું કંઈ સરજ…’
ઝંખવાઈને   કોડિયું   કહે,   ‘મુલતવી   રાખો, હજૂર
આ   ચુકાદો,   આજ   રાતે,   આપવાની છે  અરજ’

– ઉદયન ઠક્કર

15 Comments »

  1. Arpana said,

    August 29, 2012 @ 12:37 AM

    વિચાર કોડિયા જેવો અજવાળુ સુરજ જેવુ.

  2. RAKESH SHAH said,

    August 29, 2012 @ 3:25 AM

    Excellent!

  3. La' KANT said,

    August 29, 2012 @ 3:31 AM

    અહીં દરેકને પોતાનું ” વજૂદ ” હોય છે…સ્વીકારો…એંઠ { વાટ} માં ન્ બોલો કે વર્તો ભાઈ…!!!
    — ૨૯-૮-૧૨ લા’ કાન્ત

  4. ભૂપેન્દ્ર ગૌદાણા વડોદરા said,

    August 29, 2012 @ 3:51 AM

    સૌનુ પોતાનું વજુદ હોય છે,સવાલ તેના વજુદના સ્વીકારનો હોય છે!”દાસ્તાઁન” ના દિલીપ કુમારની જેમ અનિર્ણાયક સ્થિતીમાંજ પોતે પોતાને માટે કહેવું અને ગાવું પડે કે, “ના તું ઝમીં કે લીયે ..હૈ ના આસમાઁ કે લીયે…તેરા વજુદ હૈ સીર્ફ દાસ્તાઁ કે લીયે… ( મોહંમદ રફી) એવું જ એક બીજું ગીત છે – જગતભર કી રોશની કે લીયે … કરોડોં કી ઝીંદગી કે લીયે … સુરજરે… જલતે રહેના… સુરજ રે જલતે રહેના…( હેમંત કુમાર) હવે જગત ભરની રોશની માં કોડીયું પણ આવી જ જાયને !!?? સૌ એ પોતાની મર્યાદા ઓળખવી અને પાલન કરવું જોઈએ !

  5. Bhadresh Joshi said,

    August 29, 2012 @ 7:21 AM

    A corollary here. I just remember the first line. This is in Bengali:

    KE LOIBE MOR KARYA KARE, KAHE SANDHYA RAVI
    …………………………………………………………………..

    Meaning, the Sun while setting spoke to itself: Who will do my duty ( of providing Prakash), now that I am setting down: Then a small lamp ( Divo) said: I’ll, to the extent I can:

    Can someone provide the second line?

  6. La' KANT said,

    August 29, 2012 @ 8:19 AM

    જસ્ટ, કંઈક કહેવું ઘટે એવું લાગ્યું એટલે…..જરીક વિસ્તાર…
    ‘ સર્વશ્રી ભુપેન્દ્રભાઈ ગૌદાણા ‘ની કોમેન્ટની પ્રતિક્રિયામાં કહેવાનું કે…
    { એંઠ { વટ} માં ન બોલો કે વર્તો ભાઈ…!! – ૨૯-૮-૧૨ લા’ કાન્ત }નું તાત્પર્ય છે કે;-
    ગમે તેટલી ઊંચાઈ પર પહોંચ્યા પછી પણ, ” નાનાં કે ઓછા સામર્થ્ય વાળા ”
    ને નગણ્ય કે તુચ્છ સમજી …તેમને પોતાના સ્તરનું સર્જન કરવા કે મોટી અપેક્ષા
    પૂરી કરવાનો પડકાર ફેંકવો એ અભિમાન અને ઘમંડની વાત થઈને? એ સારું નહિ..
    એ .અઠીક ગણાય…એવા અર્થમાં , કહેવાયું…મોટા / મહાને પણ
    અલ્પ-શક્તિ વાળાનો સ્વીકાર કરવો જ જોઈયે ને? સોયનું કામ સોય જ કરે ,ભાલો નહિ!!
    એટલે બધું એની જગાએ બરોબર જ છે ને ?
    એ વાત ૧૦૦% યોગ્ય જ છે!!!
    કોડિયું પોતાની મર્યાદામાં રહીને ખૂબ નમ્રતાપૂર્વક કહે છે: “ઉતાવળ કરી જજમેન્ટલ ન બનો…રાત આવવા દો…મારું વજૂદ / અસ્તિત્વ ” કંઈક” કહેવા માગે છે…”
    આ સિવાયનો કર્તાનો અન્ય વિશેષ મનોગત / અર્થ હોય તો ટીપ્પણી કરી સમજાવી શકે છે, ” જસ્ટ
    એન્લાઇટન !” આભાર…પ્રેરણા બદ્દલ…

    –લા કાન્ત / ૨૯-૮-૧૨

  7. વિવેક said,

    August 29, 2012 @ 8:51 AM

    સુંદર મુક્તક !

  8. ભૂપેન્દ્ર ગૌદાણા વડોદરા said,

    August 29, 2012 @ 9:13 AM

    શ્રી લા’કાંત ભાઈ,
    તમે અને હુ ગુજરાતી રચના ને ધ્યાને લઈ આપણે કરેલ કોમેન્ટ સરખા સ્તરેજ છે.પરંતુ મૂળ બંગાળી રચના શ્રી ભદ્રેશજોષી એ જણાવ્યું તેમ જો
    Bhadresh Joshi said,
    August 29, 2012 @ 7:21 am

    A corollary here. I just remember the first line. This is in Bengali:

    KE LOIBE MOR KARYA KARE, KAHE SANDHYA RAVI
    …………………………………………………………………..

    Meaning, the Sun while setting spoke to itself: Who will do my duty ( of providing Prakash), now that I am setting down: Then a small lamp ( Divo) said: I’ll, to the extent I can:

    Can someone provide the second line?

    તો બંન્ને રચના અલગ છે એમ માનવું રહ્યું. કેમકે બંન્ને માં ભાવના અલગજ છે .ગુજરાતી રચનાને ધ્યાને લઈ ને આપણે બંન્ને એ કરેલ કોમેન્ટ બરોબરજ છે. ખરું ને?

  9. pragnaju said,

    August 29, 2012 @ 2:15 PM

    સરસ મુક્તક
    યાદ આવે
    તું તારા દિલનો દીવો થા ને! ઓ રે! ઓ રે! ઓ ભાયા!

    રખે કદી તું ઉછીનાં લેતો પારકાં તેજ ને છાયા;
    એ રે ઉછીનાં ખૂટી જશે ને ઊડી જશે પડછાયા!
    ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.

    કોડિયું તારું કાચી માટીનું, તેલ દિવેલ છુપાયાં;
    નાની સળી અડી ન અડી પરગટશે રંગમાયા!
    ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.

    આભના સૂરજ ચંન્દ્ર ને તારા, મોટા મોટા તેજરાયા;
    આતમનો તારો પ્રગટાવ દીવો, તું વિણ સર્વ પરાયા!
    ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.
    વિના દીપક વિના કોડિયે‚ ઘૃત વિના જાગી‚ ઘૃત વિના જાગી જ્યોતિ રે ;
    ચાંદો ને સૂરજ દોનું સાખિયા‚
    સનમુખ રે’વે‚ સનમુખ રે’વે સજોતિ રે…
    મન મતવાલો…

  10. ભૂપેન્દ્ર ગૌદાણા વડોદરા said,

    August 29, 2012 @ 3:06 PM

    હં… મ હવે કંઈક વાત બની! મૂળ છેલ્લા ૬૫ વર્ષથી દરેક વાતમાં પોઝીટીવજ વિચારતો હોઈ, અને હંમેશાં જ્ઞાન અને હોદ્દ્દા સાથે વિવેકનું કાયમી ગઠબંધન હોવું જોઈએ એમ માનતો હોઈ,કોમેન્ટ આપવા પ્રેરાયો, અને લયસ્તરોમાં જોડાવા પાછળ છેવટ તો કંઈક મેળવવા નો- કંઈક વધુ જાણવાનો લોભ ખરો !

  11. mitsu mehta said,

    August 30, 2012 @ 8:07 AM

    બહુ મસ્ત જબરદ્સ્ત ૧ નવેી પ્રકારનેી ઉર્જા મળ્યેી .

  12. Suresh Shah said,

    August 31, 2012 @ 11:51 PM

    હું ક્યાં કહુ છુ કે તમારી હા હોવી જોઈએ.
    ભુપેન્દ્ર્ભાઈ ના અભિપ્રાયે ખુબ જ સુંદર સંવાદૉ રચ્યા.
    મને પણ ગમતાનૉ ગુલાલ ક્રરી લેવાનુ મન થઈ ગયુ.
    બાજપેયી ની એક કવિતાના થોડા મુક્તક જોઇએ.
    मेरे प्रभु!
    मुझे इतनी ऊँचाई कभी मत देना, गैरों को गले न लगा सकूँ, इतनी रुखाई कभी मत देना।

    जरूरी यह है कि ऊँचाई के साथ विस्तार भी हो, जिससे मनुष्य, ठूंट सा खड़ा न रहे,
    औरों से घुले-मिले, किसी को साथ ले, किसी के संग चले।
    भीड़ में खो जाना, यादों में डूब जाना, स्वयं को भूल जाना,
    अस्तित्व को अर्थ, जीवन को सुगंध देता है।
    – अटल बिहारी वाजपेयी

  13. La'Kant said,

    September 1, 2012 @ 3:28 AM

    આભાર, સુરેશ શાહજી ! ” શેરિંગ એનરીચીસ”…ટાંચણ સુયોગ્ય જ છે!
    મારા કહેવાના તાત્પર્યને વધુ પરકાશ્માં લાવ્યા …
    લા’કાન્ત / ૧-૯-૧૨

  14. Jahnvi Antani said,

    September 2, 2012 @ 4:21 AM

    વાહ સચોટ .. અને સુન્દર મુક્તક્.

  15. Nivarozin Rajkumar said,

    September 2, 2012 @ 10:55 AM

    કેવી સરસ્ વાત્….!!!!
    નાનામાં નાની વ્યક્તિ પણ કંઇક તો ખાસ હોય જ છે……
    મદમાં છકેલા આપણે સમય પડ્યે જ સાચુ મૂલ સમજી શકીએ..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment