રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !
આદિલ મન્સૂરી

દરિયાઈ શંખ – ડીક સટફેન

સદીઓ સુધીનો પુરાયેલો
દરિયાનો ઘૂઘવાટ –
દિવાલોમાં શંખલાની …

એને મેં ધર્યું
મારે કાને
અને તેણે
પડઘા પાડ્યા
તારા નામના.

– ડીક સટફેન
(અનુ. સુરેશ દલાલ)

6 Comments »

  1. Pinki said,

    September 13, 2007 @ 5:35 AM

    સુંદર !!!

  2. વિવેક said,

    September 13, 2007 @ 5:56 AM

    સરસ કાવ્ય… કવિ મૂળ કઈ ભાષાના છે એ પણ લખ્યું હોત તો?

  3. Sanket Barot said,

    September 13, 2007 @ 6:25 AM

    આ બ્લોગ નુ એક સારુ ઉદહરણ છે. અને તેમાં હમેશા ખુબજ સારો વધારો થાય તેવી ઈરછા ધરાવીયે છીયે…… સંકેત બારોટ .9825892189
    http://jmdcomputers.bolgspot.com
    http://jmdcomputer.wetpaint.com

  4. Sanket Barot said,

    September 13, 2007 @ 6:27 AM

    આ બ્લોગ માં હમેશા ખુબજ સારો વધારો થાય તેવી ઈરછા ધરાવીયે છીયે…… સંકેત બારોટ .9825892189
    http://jmdcomputers.bolgspot.com
    http://jmdcomputer.wetpaint.com

  5. Pinki said,

    September 13, 2007 @ 10:52 AM

    શંખલામાં સદીઓ જૂનો દરિયાનો ઘૂઘવાટ છે
    પણ કવિને તો સંભળાય છે એના દિલનો ધૂંધવાટ !
    આ ધૂંધવાટ તો દરિયાના ઘૂઘવાટને પણ આંબી જાય છે!!

  6. Harshad Jangla said,

    September 13, 2007 @ 7:51 PM

    વિવેકભાઈ
    ડીક સટફેન તેમની પત્ની તારા સટફેન સાથે માલીબુ કેલિફોર્નીયા માં રહે છે. તેમણે ઘણા પુસ્તકો લખ્યા છે.

    હર્ષદ જાંગલા
    એટલાન્ટા યુએસે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment