અત્તર કહો છો જેને એ ફૂલોનું લોહી છે,
એ કારણે હું લેતો નથી છાંટવાનું નામ.
અમર પાલનપુરી

સુ.દ. પર્વ :૦૫: મધુમાલતી – સુરેશ દલાલ

suresh-dalal001

ઘાસમાં આળોટતાં
પવનને પકડવા
સૂર્યનાં કિરણોએ દોડાદોડ કરી મૂકી.

*

રાખમાંથી અગ્નિ તરફ
મહાપ્રસ્થાન કરે
તે કવિ.

*

મારી પ્રત્યેક પળ
એ તુલસીપત્ર
એ જ વિષ્ણુસહસ્ત્રનામ
અને એ જ સત્યનારાયણ.

*

જ્ઞાની સૂરજને એમ હતું
કે ઝાકળના વેદ વાંચું
ઝાકળને તો એમ થયું
કે અભેદ થઈને રાચું

*

એક નદીકિનારે
મંદિરોનું ટોળું
એમાં ક્યાંથી ઈશ્વર ખોળું

– સુરેશ દલાલ

‘મધુમાલતી’ નામનો સુરેશ દલાલનો ટચુકડો કાવ્યસંગ્રહ છે. બે-ત્રણ લીટીના દરેક મુક્ત કાવ્યમાં સુરેશ દલાલનું અલગારી ચિતન છલકે છે. એમાંથી થોડીક કવિતાઓ અહીં મૂકી છે. ત્રણ-ચાર ડગલામાં અર્થવિશ્વને માપી લેવાની કવિની હથોટી અહીં ચમકતી દેખાય છે.

10 Comments »

  1. Rina said,

    August 14, 2012 @ 1:37 AM

    awesome words….

  2. pragnaju said,

    August 14, 2012 @ 7:25 AM

    એક નદીકિનારે
    મંદિરોનું ટોળું
    એમાં ક્યાંથી ઈશ્વર ખોળું
    અદભૂત

  3. rajul b said,

    August 14, 2012 @ 8:43 AM

    જ્ઞાની સૂરજને એમ હતું
    કે ઝાકળના વેદ વાંચું
    ઝાકળને તો એમ થયું
    કે અભેદ થઈને રાચું

    અદભૂત

  4. monalshahmd@gmail.com said,

    August 14, 2012 @ 11:15 AM

    સરસ!

  5. r said,

    August 14, 2012 @ 12:05 PM

    ઘાસમાં આળોટતાં
    પવનને પકડવા
    સૂર્યનાં કિરણોએ દોડાદોડ કરી મૂકી.

    *

    રાખમાંથી અગ્નિ તરફ
    મહાપ્રસ્થાન કરે
    તે કવિ.
    અદભૂત txs

  6. Dhruti Modi said,

    August 14, 2012 @ 1:10 PM

    સરસ અને અર્થસભર.

  7. Maheshchandra Naik said,

    August 14, 2012 @ 3:43 PM

    નાની પંક્તિઓ દ્વારા ભાવ વ્યક્ત કરવાની અનોખી શૈલી શ્રી સુરેશ દલાલ ધરાવતા હતા

  8. La' KANT said,

    August 24, 2012 @ 10:49 AM

    લજામણીના છોડ જેવો ખૂબજ સંવેદનશીલ…જીવંત માણસ ટે કવિ !
    ક્યાંથી શું શોધી કાઢે એની નઝર કંઇ કહેવાય નહી !! મોસ્ટ બ્લેસ્ડ !!!
    -લા’ કાન્ત / ૨૪-૮-૧૨

  9. Nivarozin Rajkumar said,

    September 2, 2012 @ 11:16 AM

    એક નદીકિનારે
    મંદિરોનું ટોળું
    એમાં ક્યાંથી ઈશ્વર ખોળું

    કેવું સાચુ…

  10. Anil Shah.Pune said,

    September 28, 2020 @ 12:12 AM

    દીવાને ઝળહળતો રાખવા,
    હું પવન ને ફુંક મારતો ગયો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment