સાવ હળવું લાગવા માંડ્યું છે દુઃખ,
કાખમાં તેડી લીધું છે જ્યારથી.
રાજુલ ભાનુશાલી

સુ.દ. પર્વ :૦૧: ગીત – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ-સુરેશ દલાલ

images

એક પછી એક અળગા કીધા સઘળા અલંકાર
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?

ઉરની આપણ આડમાં આવે
અલંકારો કેમ એ ફાવે ?
જાય રે ડૂબી આપણી ઝીણી વાત,એને ઝંકાર,
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?

પીગળી ગઈ પલમાં મારી,
‘છું કવિ હું’ એની ખુમારી
મહાકવિ! તવ ચરણ કને બંધનનો નહીં ભાર :
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?

સરળ સીધું,વાંસળી જેવું :
જીવવું મારે જીવન એવું
મધુર મધુર સૂરથી તમે છલકાવો સંસાર :
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?

-રવીન્દ્રનાથ ઠાકુર – અનુ-સુરેશ દલાલ

6 Comments »

  1. Rina said,

    August 12, 2012 @ 12:32 AM

    beautiful……

  2. Mukesh Kishnani said,

    August 12, 2012 @ 1:28 AM

    એની ઉઘાડી આંખમાં એ ધ્યાન હોય છે,
    કે કોને એના આગમનની જાણ હોય છે.
    કાતિલ નજરની વાતમાં ક્યાં છે નવું કશું,
    આ પાંપણોનું નામ કદી મ્યાન હોય છે.
    એના વિશે તો પારધીને પૂછવું પડે,
    હર તીરમાં છૂપું કોઈ ફરમાન હોય છે.
    નહીંતર જઈ વસે ના ભમરાં મકાનમાં ?
    આશિક હૃદયને પ્રેમની પહચાન હોય છે.
    ‘ચાતક’ને શોધવા તમે શાને બધે ફરો,
    મત્લા અને મક્તાની દરમ્યાન હોય છે.

  3. સુરેશ જાની said,

    August 12, 2012 @ 11:33 AM

    જે રચના ગુરૂદેવ ટાગોર જેવાના હૈયામાંથી નિપજી હોય ; તેને પરાવાણી કહેવાય.
    અનુભૂતિના સ્તરથી આવેલું અમ્રુત.

  4. M.D.Gandhi, U.S.A. said,

    August 12, 2012 @ 1:38 PM

    સુંદર મધુર કાવ્ય છે.

  5. Dhruti Modi said,

    August 12, 2012 @ 4:15 PM

    સુંદર ગીત. સરસ અનુવાદ.

  6. pragnaju said,

    August 12, 2012 @ 9:51 PM

    સુંદર ગીત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment