ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !
સુંદરમ્

બે ભાગમાં – મનોજ ખંડેરિયા

શૂન્યતા વ્હેંચાઈ ગઈ બે ભાગમાં.
એક મારામાં અને એક આભમાં

દોસ્ત, ત્યાં પીંછાને બદલે હું જ છું
જે જગા ખાલી પડી છે પાંખમાં

કયાં ગયું છે વ્હાણ એ વિશ્વાસનું
જે મૂકયું’તું તરતું તારી આંખમાં

હસ્ત-રેખા એટલે રેતી કહો
વન ઊગ્યાં છે થોરનાં આ હાથમાં

આટલો અજવાસ કાં ભીતર ઊઠ્યો
શું લીધું તડકા સમું આ શ્વાસમાં

-મનોજ ખંડેરિયા

8 Comments »

  1. Rina said,

    June 25, 2012 @ 1:50 AM

    …….

  2. deepak said,

    June 25, 2012 @ 2:19 AM

    વાહ!!! સવાર સવાર મા આટલી સરસ ગઝલ વાચીં ને દિલ ખુશ ખુશ થઈ ગયુ…

  3. pragnaju said,

    June 25, 2012 @ 11:02 AM

    સરસ ગઝલ
    આટલો અજવાસ કાં ભીતર ઊઠ્યો
    શું લીધું તડકા સમું આ શ્વાસમાં
    વાહ્
    મનની ભીતર ઉપનિષદ ભરેલું હોય તેના માટે …
    મનોજને શબદ સામેથી ગોતી લે છે. સાત પાતાળ વીંધીને સુર ગંગા વહે એવા એવા શબદ આવે છે. પણ તોય વેદનાની ભઠ્ઠી ઓલાતી નથી.
    કયાં ગયું છે વ્હાણ એ વિશ્વાસનું
    જે મૂકયું’તું તરતું તારી આંખમાં
    હસ્ત-રેખા એટલે રેતી કહો
    વન ઊગ્યાં છે થોરનાં આ હાથમાં
    શબ્દ, પ્રાસ-કાફીયા ચીંતન અને વિષયનો તો ખજાનો છે.

  4. Maheshchandra Naik said,

    June 25, 2012 @ 1:32 PM

    ક્યાં ગયું છે વ્હાણ એ વિશ્વાસનું
    જે મુક્યુ’તું તરતું તારી આંખમાં
    શ્રી મનોજભાઈને આદરાંજલી………………………….

  5. Dr j k Nanavati said,

    June 25, 2012 @ 2:02 PM

    મનોજ થવુ સહેલુ નથી
    કથન નવલુ, પહેલુ નથી

  6. P Shah said,

    June 25, 2012 @ 11:00 PM

    આટલો અજવાસ કાં ભીતર ઊઠ્યો
    શું લીધું તડકા સમું આ શ્વાસમાં…

  7. વિવેક said,

    June 26, 2012 @ 1:31 AM

    સાદ્યંત સુંદર રચના… બધા જ શેર મનનીય…

  8. રાકેશ ઠક્કર, વાપી said,

    June 26, 2012 @ 8:04 AM

    હસ્ત-રેખા એટલે રેતી કહો
    વન ઊગ્યાં છે થોરનાં આ હાથમાં

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment