જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
આદિલ મન્સૂરી

ગઝલ – હરીન્દ્ર દવે

બેચેન છે વસંત ને લાચાર પાનખર,
ડાળીનો ફૂલ પરથી ભરોસો ઊઠી ગયો.

બેચાર જળનાં બુંદ સમાયાં વરાળ થૈ,
વાતાવરણમાં ભાર હવાનો વધી ગયો.

આગળ હતી વસંતની માદક હવા, છતાં,
હું પાનખરનાં દેશમાં પાછો ફરી ગયો.

આજે મિલનમાં કેવી ઉદાસી વધી ગઈ,
લ્યો, આપણો પ્રણય તો વિરહમાં રહી ગયો.

-હરીન્દ્ર દવે

9 Comments »

  1. pragnaju said,

    June 11, 2012 @ 8:15 AM

    ચારે ચાર સુંદર શેરોની ગઝલ
    તેમા મક્તા
    આજે મિલનમાં કેવી ઉદાસી વધી ગઈ,
    લ્યો, આપણો પ્રણય તો વિરહમાં રહી ગયો.

    અ દ ભૂ ત
    યાદ
    મધુર મિલનની ઘડીમાં
    વિધાતા વિરહ વરસાવે
    પ્રણય પંથ પર આ તે
    કંટક કોણ બિછાવે

    વિરહના વહેલા નયનો
    પાથ ધરે થોડી રે
    આ તો જગ છે દરિયો ને જીવતર
    કાગળની હોડી રે
    ‘લયસ્તરો’નું ‘લયસ્તરો : ગુજરાતી કવિતા આસ્વાદ’ થયું ત્યારથી ઘણાખરા રચના મૂકનાર કવિઓ પોતાની રીતે આસ્વાદ કરાવે છે તીર્થેશને પણ આસ્વાદ એવં મૉડરેટ કરાવવા વિનંતિ

  2. વિવેક said,

    June 11, 2012 @ 8:30 AM

    મત્લા વિનાની છતાં મજેદાર ગઝલ…

  3. ધવલ said,

    June 11, 2012 @ 1:26 PM

    સરસ !

  4. Milind Gadhavi said,

    June 11, 2012 @ 2:17 PM

    Pehla 3 sher na sani misra ane 4tha no ula misro swatantr rite pan ketla gajab che.. !

  5. tirthesh said,

    June 12, 2012 @ 12:54 AM

    માનનીય પ્રજ્ઞાજુ,
    અમુક રચનાઓમાં ટિપ્પણ ન લખવાનું મારું કારણ એ હોય છે કે રચના પ્રમાણમાં સરળ શબ્દાર્થ અને ભાવાર્થ ધરાવતી હોય તો ભાવક પોતે પોતાની રીતે માણે તે વધુ ઇચ્છનીય હોય છે….

  6. dr>jagdip said,

    June 12, 2012 @ 5:22 AM

    વાહ….ઊપર છત્રી વગર પલળતા હોઈએ તેવો અનુભવ થાય છે

  7. Pravin Shah said,

    June 12, 2012 @ 6:55 AM

    સરસ !

  8. Manubhai Raval said,

    June 12, 2012 @ 10:30 AM

    બેચેન છે વસંત ને લાચાર પાનખર,
    ડાળીનો ફૂલ પરથી ભરોસો ઊઠી ગયો.

    બહ ઉચી વાત કરી . ફક્ત બે લીટી મા કેટલા અર્થ જુવાન એની રીતે વ્રુધ્ધ એની રીતે.
    તીર્થેશભાઈ ની ટીપ્પણ સાથે હુ સહમત.

    ખુબ સરસ.

  9. purvi mehta said,

    January 29, 2013 @ 12:01 PM

    સરસ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment