ટૂંકી ટચરક વાત, કબીરા,
લાંબી પડશે રાત, કબીરા.

જીવ હજીએ ઝભ્ભામાં છે,
ફાટી ગઈ છે જાત, કબીરા.

ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

પિતાની ઝૂંપડી મધ્યે – ચંપકલાલ વ્યાસ

પિતાની ઝૂંપડી મધ્યે  પાંચ પુત્રો વસી શકે,
પુત્રોના પાંચ મહેલમાં પિતા એક સમાય કે ?

– ચંપકલાલ વ્યાસ

4 Comments »

  1. વિવેક said,

    August 7, 2007 @ 12:43 AM

    ઉત્તમ…. ઉત્તમ… અતિ ઉત્તમ… બે જ પંક્તિમાં સાંપ્રત સંસારનું આખેઆખું મહાકાવ્ય…. વાહ… વાહ!

  2. મીના છેડા said,

    August 8, 2007 @ 4:23 AM

    બે જ પંક્તિમાં વ્યથાનું ટપકવું એ રીતે થયું જાણે આકાશ ખાલી થઈ ગયું………

  3. Viral said,

    August 8, 2007 @ 8:42 AM

    સુંદર રચના… ખુબ સરસ

  4. ઊર્મિ said,

    August 8, 2007 @ 2:04 PM

    ઘણીવાર વાંચી છે આ પંક્તિ… પણ દરેક વખતે એક જબરદસ્ત ચોટ કરી જાય છે!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment