વૃક્ષોનાં નામ યાદ હું રાખી નથી શક્યો;
વૃક્ષોનાં છાંયડાઓ મને ઓળખી ગયા.
મનહરલાલ ચોક્સી

ગઝલ – આદિલ મન્સૂરી

ઈશ્વર
પથ્થર

બિંદુ
સાગર

પ્રશ્નો
ઉત્તર

માનવ
પામર

આદિલ
શાયર

-આદિલ મન્સૂરી

છંદનું એક જ આવર્તન હોય અને એક જ શબ્દનો મિસરો હોય એવી સાવ જ ટૂંકી-ટચ ગઝલ થોડા સમય પહેલાં આપણે અમૃત ઘાયલની કલમે વાંચી. અન્ય સાહિત્યકારોએ પણ આવા પ્રયોગ કર્યા છે. આજે માણીએ આદિલ મન્સૂરીની એવી જ વાંચતા પહેલાં જ પૂરી થઈ જાય એવી છતાં થોભો તો ચમત્કૃતિ અનુભવાય એવી એક ગઝલ…

6 Comments »

  1. ધવલ said,

    August 12, 2007 @ 10:01 AM

    જેટલી ટૂંકી એટલી જ અણીદાર ! સરસ !

  2. પંચમ શુક્લ said,

    August 13, 2007 @ 11:23 AM

    ટૂંકી-ટચ ધારદાર ગઝલ.

  3. ઊર્મિ said,

    August 13, 2007 @ 3:57 PM

    દશ અક્ષર-
    ની ગઝલ?
    અહો શાયર!

  4. ઊર્મિ said,

    August 13, 2007 @ 4:16 PM

    સોરી, ઉપર ભૂલ થઈ ગઈ છે…

    દશ શબ્દો-
    ની ગઝલ?
    અહો શાયર!

  5. ruju mehta said,

    August 15, 2007 @ 1:05 AM

    તીણી, તીક્ષ્ણ અને ધારદાર….

  6. GeetaParul said,

    August 16, 2007 @ 11:22 PM

    e=mc2
    એની જેમજ શબ્દોમાં કંજુસાઇ પણ અર્થમાં કેટલી દરીયાદીલી!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment