ઘાવ પણ એણે વધુ ઝીલવા પડે
જે હૃદય ખાસ્સું પહોળું હોય છે
નયન દેસાઈ

કયાં છે – જાતુષ જોશી

ક્ષણોનો સવાર ક્યાં છે? ક્ષણ મારમાર ક્યાં છે?
ક્ષણક્ષણને વીંધતું એ શર ધારદાર ક્યાં છે?

એ આંખથી જ બોલે ને આંખ ભેદ ખોલે;
ધેઘૂર રિક્ત આંખે એકે વિચાર ક્યાં છે?

અસ્તિત્વ ઝળહળળ છે, અસ્તિત્વ રણઝણણ છે;
અસ્તિત્વ ઝરમરરનો એ સૂત્રધાર ક્યાં છે?

આરોહ પણ નથી ને અવરોહ પણ નથી ત્યાં;
એના મિજાજના જો કોઈ પ્રકાર ક્યાં છે?

ક્યારેક ‘હા’ કહે ને ક્યારેક ‘ના’ કહે પણ,
‘હા’માં ‘હકાર’ ક્યાં છે? ‘ના’માં ‘નકાર’ ક્યાં છે?

– જાતુષ જોશી

માણસની ખરી લડાઈ સમય સાથે છે. બીજા શેરમાં ‘ધેઘૂર રિક્ત આંખ’ પ્રયોગ તીણો ખાલીપો છોડી જાય એટલો સશક્ત છે. ત્રીજો શેર જીંદગીને ઉજવે છે. પણ એમાં ય સૂત્રધાર (પોતાની જાત?)ની શોધ તો બાકી જ છે. છેલ્લો શેર વાંચતા જ મરીઝના બે અમર શેર ‘મન દઈને મરીઝ એ હવે…’ અને ‘ક્યાં કહું આપની હા હોવી જોઈએ…’ તરત જ યાદ આવી જાય છે.

9 Comments »

  1. Rina said,

    May 1, 2012 @ 12:55 AM

    એ આંખથી જ બોલે ને આંખ ભેદ ખોલે;
    ધેઘૂર રિક્ત આંખે એકે વિચાર ક્યાં છે?

    અસ્તિત્વ ઝળહળળ છે, અસ્તિત્વ રણઝણણ છે;
    અસ્તિત્વ ઝરમરરનો એ સૂત્રધાર ક્યાં છે?

    awesome…..

  2. pragnaju said,

    May 1, 2012 @ 1:35 AM

    ખૂબ સુંદર ગઝલ
    મસ્ત મત્લા
    ક્ષણોનો સવાર ક્યાં છે? ક્ષણ મારમાર ક્યાં છે?
    ક્ષણક્ષણને વીંધતું એ શર ધારદાર ક્યાં છે?
    જાણે
    ગહનતા ઘાવની માપી શકું, એવું ગજું ક્યાં છે?
    વળી હર ઝખ્મ પંપાળી શકું, એવું ગજું ક્યાં છે?

    આરોહ પણ નથી ને અવરોહ પણ નથી ત્યાં;
    એના મિજાજના જો કોઈ પ્રકાર ક્યાં છે?
    વાહ /યાદ્
    સાજો કેવી રીતે થાઉં? હું દિલનો દર્દી;
    તારા જેવી કોઈની ય ચાકરી ક્યાં છે?

    અસ્તિત્વ ઝળહળળ છે, અસ્તિત્વ રણઝણણ છે;
    અસ્તિત્વ ઝરમરરનો એ સૂત્રધાર ક્યાં છે?
    સ રસ
    પડી છે વીજળી માળા ઉપર એની ખબર છે પણ,
    તણખલાંઓ હવે લાવી શકું, એવું ગજું ક્યાં છે?

  3. Manubhai Raval said,

    May 1, 2012 @ 5:03 AM

    એ આંખથી જ બોલે ને આંખ ભેદ ખોલે;
    ધેઘૂર રિક્ત આંખે એકે વિચાર ક્યાં છે?

    અસ્તિત્વ ઝળહળળ છે, અસ્તિત્વ રણઝણણ છે;
    અસ્તિત્વ ઝરમરરનો એ સૂત્રધાર ક્યાં છે?

    આરોહ પણ નથી ને અવરોહ પણ નથી ત્યાં;
    એના મિજાજના જો કોઈ પ્રકાર ક્યાં છે?

    ખુબ ધારદાર ગઝલ

  4. વિવેક said,

    May 1, 2012 @ 9:05 AM

    સુંદર !

    બધા જ શેર મજાના…

  5. ડૉ.મહેશ રાવલ said,

    May 1, 2012 @ 11:19 AM

    એક એક શેર અફલાતુન….
    સાદ્યંત સુંદર, ભાવપૂર્ણ ગઝલ
    કવિને અંતિમ શેર માટે અલગથી ખાસ અભિનંદન….

  6. dr.ketan karia said,

    May 2, 2012 @ 3:15 AM

    ક્યારેક ‘હા’ કહે ને ક્યારેક ‘ના’ કહે પણ,
    ‘હા’માં ‘હકાર’ ક્યાં છે? ‘ના’માં ‘નકાર’ ક્યાં છે? —- સહજ હોવાથી વિશેષ ગમ્યો.

  7. vihang vyas said,

    May 2, 2012 @ 8:41 AM

    અસ્તિત્વ ઝળહળળ છે, અસ્તિત્વ રણઝણણ છે;
    અસ્તિત્વ ઝરમરરનો એ સૂત્રધાર ક્યાં છે?
    આરોહ પણ નથી ને અવરોહ પણ નથી ત્યાં;
    એના મિજાજના જો કોઈ પ્રકાર ક્યાં છે?
    ક્યારેક ‘હા’ કહે ને ક્યારેક ‘ના’ કહે પણ,
    ‘હા’માં ‘હકાર’ ક્યાં છે? ‘ના’માં ‘નકાર’ ક્યાં છે? Wah !

  8. ઊર્મિ said,

    May 3, 2012 @ 11:06 PM

    મસ્ત મસ્ત મસ્ત આખી ગઝલ મસ્ત… એમાંયે ત્રીજો અને છેલ્લો શેર તો વાહ વાહ વાહ…

  9. vimal agravat said,

    May 7, 2012 @ 11:26 AM

    ગઝલમાં એક નવો અવાજ એટલે જાતુષ જોશી..એનો પ્રથમ સંગ્રહ ‘ પશ્યન્તીની પેલે પાર ‘વાંચવો જરૂર ગમશે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment