તને આ જિંદગી જેવો જવાબ આપીને
નજીકથી તેં કરેલો સવાલ શણગારું .
– રમેશ પારેખ

આપો – ભરત વિંઝુડા

લાગણીઓનું પ્રગટવું આપો,
માત્ર દિલનું જ ધડકવું આપો.

ભીંત માફક જે ઊભા છે એને
દ્વારની જેમ ઊધડવું આપો.

હસ્તરેખાની નદી વહી આવે
હાથનું એમ અડકવું આપો

દ્રષ્ય આપ્યું જો ગમે નહીં તેવું,
તો કણાનુંય ખટકવું આપો.

આંસુનો અર્થ અહીં પાણી છે,
આંખને લોહી નીકળવું આપો.

– ભરત વિંઝુડા

એક હાથાના અડકવાથી હસ્તરેખાઓ બદલાઈ જાય અને ભીંતોમાં દ્વાર થઈ જાય. આપણે બધાએ એ અનુભવેલુ છે… કવિને એની જ શોધ છે.

8 Comments »

  1. pragnaju said,

    April 24, 2012 @ 9:51 PM

    સ રસ ગઝલ
    મક્તાએ મારી નાંખ્યા
    આંસુનો અર્થ અહીં પાણી છે,
    આંખને લોહી નીકળવું આપો.

    વાહ

    યાદ આવે ગાલિબસાહેબ

    ચિપક રહા હૈ બદન પર લહુ સે પૈરાહન ,
    હમારી જેબ કો અબ હાજતે રફુ ક્યા હૈ?
    રગો મેં દોડતે ફિરને કે હમ નહીં કાયલ ,
    જબ આંખ સે ન ટપકા તો લહુ ક્યા હૈ?’

  2. Rina said,

    April 25, 2012 @ 12:33 AM

    waahh

  3. munira said,

    April 25, 2012 @ 12:55 AM

    waah!!! savar ekdum sundar bani gayi avi saras rachanathi…sathe sathe pragnajuji no abhar galib na a moti mate…

  4. રાકેશ ઠક્કર, વાપી said,

    April 25, 2012 @ 4:12 AM

    સરસ ગઝલ
    દ્રષ્ય આપ્યું જો ગમે નહીં તેવું,
    તો કણાનુંય ખટકવું આપો.

  5. વિવેક said,

    April 25, 2012 @ 9:37 AM

    બધા જ શેર સુંદર !
    મસ્ત ગઝલ…

  6. ઊર્મિ said,

    April 25, 2012 @ 10:45 AM

    એકદમ મસ્ત ગઝલ… ભીંત, હસ્તરેખા અને મક્તાના શેર જરા વધુ ગમી ગયા.

  7. himanshu patel said,

    April 25, 2012 @ 11:13 AM

    ભીંત તો સારી હતી કહેવું પડ્યું,
    ભીંતથી આગળ વધ્યા છે માણસો….
    મિત્ર કૈલાસ પણ યાદ આવે છે ભરતભાઈના આ શેરથીઃ
    ભીંત માફક જે ઊભા છે એને
    દ્વારની જેમ ઊધડવું આપો.

  8. Sudhir Patel said,

    April 25, 2012 @ 2:03 PM

    કવિ-મિત્ર ભરત વિંઝુડાની ખૂબ સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment