પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ?
બસ, હ્રદય વચ્ચે કટારી જોઈએ
મૂકેશ જોષી

કાળને – : મહેન્દ્ર અમીન

કાળને
બાઝી ગયેલાં
વિરતિનાં જાળાં
હવે તો
સાફ કરવાં પડશે
નહિ તો,
મારા અસ્તિત્વની
ધાર
કાટ ખાઈ જશે :
લાવ,
કેટલાંક જૂના થઈ ગયેલાં
કાર્યો –
ભલે એનાં એ જ –
જરીક નોખી રીતે કરું :
ઈશુને ગોળીએ વીંધુ
અને
ગાંધીને ખીલે ઠોકું.

– મહેન્દ્ર અમીન

[ વિરતિ = વિશ્રામ, અટકવું તે ]

એક સરળ પરંતુ ધારદાર વ્યંગ કાવ્ય……પેલું વાક્ય યાદ આવે છે-‘ માનવી ઈતિહાસમાંથી એટલું જ શીખ્યો છે કે માનવી ઈતિહાસમાંથી કંઈ જ શીખતો નથી.’

4 Comments »

  1. pragnaju said,

    April 22, 2012 @ 5:39 AM

    વ્યંગ રસ ભીનું સુંદર અછાંદસ
    કાળને
    બાઝી ગયેલાં
    વિરતિનાં જાળાં
    હવે તો
    સાફ કરવાં પડશે
    નહિ તો,
    મારા અસ્તિત્વની
    ધાર
    કાટ ખાઈ જશે :
    વાહ્

  2. વિવેક said,

    April 22, 2012 @ 5:44 AM

    સુંદર !

    ઇતિ-હાસ !

  3. મદહોશ said,

    April 23, 2012 @ 10:43 AM

    શરુયાત મા જે દર્દની ભાવના ઉઠી, એ અંતે ‘ગાન્ધી ને ઇશુ’ થી એક સ્તબ્ધતા છવાઇ ગઇ…

    વેધક રચના…

  4. sweety said,

    April 25, 2012 @ 6:44 AM

    કેટલાંક જૂના થઈ ગયેલાં
    કાર્યો –
    ભલે એનાં એ જ –
    જરીક નોખી રીતે કરું :
    ખરે ખર જુના કામ ફરેી કરવા જોઇયે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment