ફરી હાથ મૂક્યો મેં તારા ખભે,
ફરી પાછો આજે હું ખોટો ઠર્યો.
વિવેક મનહર ટેલર

ગઝલ- સૌમ્ય જોશી

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,
તું કેવો અક્સ્માતથી સર્જાય છે ઈશ્વર.

હેઠો મૂકાશે હાથને ભેગા થશે પછી જ,
કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર.

જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,
લાગે છે તને દૂરનાં ચશ્માં ય છે ઈશ્વર.

કે’ છે તું પેલા મંદિરે છે હાજરાહજૂર,
તું પણ શું ચકાચોંધથી અંજાય છે ઈશ્વર ?

થોડા જગતના આંસુઓ, થોડા મરીઝના શે’ર,
લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર ?

એનામાં હું ય માનતો થઈ જાઉં છું ત્યારે,
મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર.

-સૌમ્ય જોશી

ઈશ્વર ઉપર લખાયેલી  ઢગલાબંધ કવિતાઓમાં આ ગઝલ એનું અલગ જ પોત લઈને મોખરે પહોંચતી હોય એવું નથી લાગતું? ભગવાનની આવી સુંદર ધોલાઈ કદી જોઈ છે ખરી? છ એ છ શે’ર એવા નિપજ્યા છે કે ભગવાન જો ક્યાંય હોય અને આ ગઝલ વાંચી બેસે તો અચૂક હાર્ટ-એટેક આવી જાય…

19 Comments »

  1. ધવલ said,

    July 20, 2007 @ 8:38 AM

    હેઠો મૂકાશે હાથને ભેગા થશે પછી જ,
    કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર.

    જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,
    લાગે છે તને દૂરનાં ચશ્માં ય છે ઈશ્વર.

    થોડા જગતના આંસુઓ, થોડા મરીઝના શે’ર,
    લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર ?

    – ઉત્તમ ગઝલ…. તદ્દન નવો અંદાઝ અને ચોટદાર વાત !

  2. ઊર્મિ said,

    July 20, 2007 @ 12:37 PM

    મસ્ત ગઝલ છે! સાચી વાત કરી વિવેક…. શું સુંદર ધોલાઈ થઈ છે ઈશ્વરની?

    એનામાં હું ય માનતો થઈ જાઉં છું ત્યારે,
    મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર.

    આ તો કોઇવાર નઇં પણ ઘણીવાર એકદમ હાચ્ચું લાગે છે…

  3. JayShree said,

    July 20, 2007 @ 3:53 PM

    સાચ્ચે હોં…. આ તો જાણે ઉપરવાળાની ધોલાઇ જ કરી નાખી…
    દરેક શેર ગમી ગયો…..

  4. shriya said,

    July 20, 2007 @ 8:15 PM

    કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર…..
    જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,
    લાગે છે તને દૂરનાં ચશ્માં ય છે ઈશ્વર….

    ખૂબ જ સરસ!!!

    શ્રીયા

  5. Bhavesh said,

    July 21, 2007 @ 7:42 AM

    ખરેખર તમે આ ગઝલ આપિને કમાલ કરિ.
    જો મરિ ભુલ ન થતિ હોય તો તમે મારા પ્યારા પ્રો અભિજાત જોશિ ના નાના ભઇ શો.
    સિમ્પલિ સલામ ………….
    તમારા ભઇ નો વિદ્યાથિ
    ભાવેશ્

  6. Hiral Thaker 'Vasantiful ' said,

    July 21, 2007 @ 9:07 AM

    Very nice GAZAL…..!

    જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,
    લાગે છે તને દૂરનાં ચશ્માં ય છે ઈશ્વર.

    mindbloing

  7. chetu said,

    July 21, 2007 @ 11:11 AM

    ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,
    તું કેવો અક્સ્માતથી સર્જાય છે ઈશ્વર.

    હેઠો મૂકાશે હાથને ભેગા થશે પછી જ,
    કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર.

    એક્દમ સરસ પંક્તિઓ..!

  8. Gaurav Pandya said,

    July 21, 2007 @ 3:20 PM

    A master stroke !!

    Ek manas GREEN ROOM NA ANDHARA NI KAVITA no,

    E J manas AATHMA TARA NA AAKASH NO,

    E j Manas DOST NA VASTA NAGAR NO

    &

    Aje anubhvyo j E manas ISWAR no …

    Best…..

  9. harnish jani said,

    July 22, 2007 @ 1:20 AM

    સૉમ્ય જોશીનુ’ નામ ગઈ કાલે જ પહેલીવાર સા’ભળ્યુ’. સપ્ટેંમ્બરમા’ અમેરીકા આવે ચ્હે…આજે ક્માલ જોયો.થેન્કયુ વિવીકકુમાર્.મઝા આવી ગઈ. પાણીદાર કવિ ચ્હે

  10. smeetu said,

    July 22, 2007 @ 11:09 AM

    બહુ સરસ પન્ક્તિ ઇશ્વર ને ચસ્મા ચે તે સરસ્ ને સરલ્

  11. dharmesh Trivedi said,

    July 22, 2007 @ 3:24 PM

    નવો અંદાઝ અને ધારદાર વાત
    એનામાં હું ય માનતો થઈ જાઉં છું ત્યારે,
    મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર

  12. Anand said,

    July 22, 2007 @ 6:12 PM

    Wah Bahi Wah, Iswar ne pan khabar padshe ke koi mathano malyo chhe.

    Tamari peli ” Kutara wali (Dog) kavita ” ( Elcectrice no thambhlo ) kya vanchva malshe ?

    Keep it up, it’s time to wake up the ISHWAR

  13. Viral said,

    July 25, 2007 @ 7:59 AM

    Very nice GAZAL…..!

    જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,
    લાગે છે તને દૂરનાં ચશ્માં ય છે ઈશ્વર.

    બવુ જ સરસ્

  14. shaileshpandya BHINASH said,

    July 29, 2007 @ 5:35 AM

    very nice…………………

  15. ગાગરમાં સાગર » Blog Archive » ઈશ્વર છે તું -રઈશ મનીઆર said,

    July 30, 2007 @ 4:31 PM

    […] થોડા દિવસો પહેલાં જ લયસ્તરો ઉપર સૌમ્ય જોશીની ઈશ્વર વિશેની એક ખૂબ જ સ-રસ ગઝલ વાંચવામાં આવી… એ પણ જરૂર માણજો હોં મિત્રો! […]

  16. કુણાલ said,

    August 8, 2007 @ 2:49 AM

    સુંદર ગઝલ… ઉત્તમ શબ્દો અને ભાવ…

  17. Mahendra Patel, Ghoghamba,Panchmahals said,

    June 9, 2008 @ 5:15 AM

    Soamya, U r really an excellent poet…i have heard u on DD11, u have beautifuly presented your recitation- “KHOVAYA THMBHALA…” .Me and my all friends want to read it on Lyastaro..Pls, do something. U R REALLY A KING OF ‘GAZALIYAT’…

  18. Pinki said,

    July 12, 2008 @ 6:45 AM

    શરણમ્ ગચ્છામિ…..ને બદલે-
    સૌમ્ય જોષી ‘જુદી પ્રાર્થના’ લઈને આવ્યા છે તો-
    ઈશ્વર પણ પોતાનું ઇશ્વરપણું બતાવી દે તેવી ધારદાર રજૂઆત !!

  19. પરેશ said,

    July 12, 2008 @ 12:41 PM

    વાહ સૌમ્યભાઈ, ભૂખ્યાં ભૂલકાંઓથી દૂર જઇ બેઠેલો, ચકાચોંધથી અંજાયેલો, અકસ્માતથી સર્જાયેલો ઈશ્વર તમારી કોશિશોને દાદ આપી તમારામાં માનતો થઈ જાય તો નવાઈ નહી લાગે! શૂન્ય પાલનપૂરીનો શેર યાદ આવે છેઃ

    ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ,
    શંખનાદો, ઝાલરો ને બાંગના આલાપ બંધ,
    મેં જરા મોટેથી પૂછ્યો પ્રશ્ન કે “હું કોણ છું?”
    થઈ ગયા ધર્માલયોના દ્વાર આપોઆપ બંધ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment