આભમાં આઘા ભમો તો,
ગીધડાં ! બે પળ ખમો તો..
તાજું સગપણનું મરણ છે.
વિવેક મનહર ટેલર

કબીર – અનુ.-પિનાકિન ત્રિવેદી-રણધીર ઉપાધ્યાય

લાલી મેરે લાલકી જિત દેખોં તિત લાલ,
લાલી દેખન મૈં ગઇ મૈ ભી હો ગઇ લાલ.

ઉલટિ સમાના આપ મેં પ્રગટી જોતિ અનંત,
સાહબ સેવક એક સંગ ખેલેં સદા બસંત.

જોગી હુઆ ઝલક લગી મિટિ ગયા એંચાતાન,
ઉલટિ સમાના આપ મેં હૂઆ બ્રહ્મ સમાન.

સુરતિ સમાની નિરતિ મેં અજપા માહી જાપ,
લેખ સમાના અલખમેં આપા માહીં આપ.

જો જન બિરહી નામ કે સદા મગન મનમાંહિં,
જ્યોં દરપન કી સુંદરી કિનહૂં પકડી નાહિં.

ચીંટી ચાવલ લૈ ચલી બિચમેં મિલ ગઈ દાર,
કહ કબીર દોઉં ના મિલૈ એક લે દૂજી ડાર.

-કબીર

૧- મારા પ્રભુની લીલા એવી છે કે હું જ્યાં જોઉં ત્યાં મને લાલ[ તેની લીલા જ ] જ દેખાય છે. આ લાલીને હું જોવા ગઇ તો હું પોતે લાલ થઈ ગઈ……

૨- બહાર ભટકતો એવો હું ઊલટો ફરીને-અંતર્મુખ થઈને સ્વ-રૂપમાં સમાઈ ગયો એટલે અનંતની દિવ્ય જ્યોતિ પ્રગટ થઈ. પછી સ્વામી અને સેવક સદાયે સાથે જ વસંત ખેલતા થઈ ગયા.

૩- પરમ તત્વની ઝાંખી માત્રથી બધીય ખેંચતાણ ટળી ગઈ. મારું અસ્તિત્વ [ અહમ ] ઓગળી ગયું એટલે અહમ પણ બ્રહ્મરૂપ થઈ ગયું.

૪- સુરતિ [ આત્મા ] નિરતિમાં [ આનંદ-સ્વરૂપ પરમાત્મા ] સમાઈ ગઈ અને સ્થૂળ જાપ અંતરમાં ચાલ્યા કરતા અખંડ જપમાં વિલીન થઈ ગયા. લક્ષ્યમાં આવતું દ્રશ્ય અલખમાં સમાઈ ગયું અને દ્વૈતની ભ્રમણા તૂટી અને અદ્વૈત સિદ્ધ થઈ ગયું.

૫- પ્રભુ-વિયોગમાં તડપતા સર્વકોઈ સદાયે અંતર્મુખ થઈને મનમાં જ તલ્લીન રહે છે. દર્પણમાં દેખાતી સુંદરીને જેમ કોઈ પકડી નથી શકતું તેમ આવા વિરહીને કોઈ પામી નથી શકતું.

૬- કીડી [ જીવ ] ચોખાનો દાણો [ આત્મતત્ત્વ ] લઈને ચાલી નીકળી. રસ્તામાં એને દાળનો દાણો [ રંગીન સંસાર ] મળી ગયો. કબીર કહે છે કે બંનેને એક સાથે રખાય તેમ નથી. એટલે એક લેવું હોય તો બીજું મૂકી દેવું પડે.

11 Comments »

  1. વિવેક said,

    March 18, 2012 @ 2:11 AM

    વાહ.. બધા જ દોહા અદભુત છે !

  2. Atul Jani (Agantuk) said,

    March 18, 2012 @ 2:15 AM

    ચીંટી ચાવલ લૈ ચલી બિચમેં મિલ ગઈ દાર,
    કહ કબીર દોઉં ના મિલૈ એક લે દૂજી ડાર.

  3. nehal said,

    March 18, 2012 @ 3:59 AM

    સવાર સુધરી ગઇ….

  4. vineshchandra chhotai said,

    March 18, 2012 @ 4:06 AM

    કબિર્ જે મહાન , દોહા મહન ………….ધન્ય્વદ , આભ્રર ,

  5. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    March 18, 2012 @ 1:08 PM

    વાહ વાહ!
    અતિ સુંદર!
    અદભુત!
    વાહવાહ,વાહવાહ!
    સવારે સૂરજને બદલે ચંદ્ર ઉગ્યો!
    દિવસ બની ગયો ચાંદની.

  6. Dhruti Modi said,

    March 18, 2012 @ 4:01 PM

    કબીરજીના અનમોલ દોહા વાંચી મન પ્રફ્ફુલ થઈ ગયું.

  7. P. Shah said,

    March 18, 2012 @ 11:34 PM

    સુંદર !

  8. pragnaju said,

    March 19, 2012 @ 4:32 AM

    અ દ ભૂ ત ર્શેરોની સ રસ સમજુતી

  9. dr>jagdip said,

    March 20, 2012 @ 12:26 PM

    વળી એક ચાદર વણી મેં કબીરા
    ભર્યું ડગ તમારા ભણી મેં કબીરા

    અરીસો ચીરી સૌ પ્રતિબિંબ છોડ્યા
    થઇ ત્યાગ હીરાકણી મેં, કબીરા

    પયમ્બરને પૂછું કે મયકશને પૂછું
    બરોબરની કક્ષા ગણી મેં કબીરા

    તમારીજ સંવેદનાઓ લખી મેં
    ગઝલ તો કદી નાં ભણી મેં કબીરા

    ન બાકી હતો કોઈ પણ બાળવામાં
    કહ્યું તોયે ખમ્મા ઘણી મેં કબીરા

  10. ધવલ said,

    March 20, 2012 @ 10:41 PM

    સાહેબ આગળ બીજું શું કહેવાનું હોય ? …. બસ સલામ કહીને આંખોને અડકાડી લેવાનું …. એટલું જ.

  11. rekha bhatt said,

    March 21, 2012 @ 2:32 AM

    કબિર મને પન ખુબ ગમે સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment