એક તો શોધો જગતના બાગમાં એવી વસંત,
ફૂલ ખીલ્યાં જે મહીં ક્યારેય કરમાતાં નથી.
ગોવિંદ ગઢવી

કોણ છે તું ? – યેવસ બોનેફોય અનુ.- કંચન પારેખ

જો, તેં વટાવેલા બધાયે માર્ગ
હવે બંધ થઇ ગયા છે.
ભટકવાનો સંતોષ પણ હવે
તારી પાસેથી છિનવાઈ ગયો છે,
તારા પગ નીચેની ધરતી
તારાં આગળ ન વધતાં પગલાંનો
માત્ર પડઘો જ છે !

તું જ્યાં આવ્યો છે ત્યાંની
પ્રગાઢ શાંતિને
તું શા માટે
નિરર્થક બબડાટથી
દટાઈ જવા દે છે ?

સ્મૃતિના ઉદ્યાનને
પેલો એકલવાયો અગ્નિ
નીરખી રહ્યો છે.
અને તું,
પડછાયામાં પડેલી છાયા જેવો…..
ક્યાં છે રે, તું ?
કોણ છે તું ?

 

– યેવસ બોનેફોય અનુ.- કંચન પારેખ

 

અદભૂત ઊંડાણ ધરાવતું આ કાવ્ય ઘણાબધાં પડળો ધરાવે છે – માણસ જેને ધ્યેય માનતો હતો-ગંતવ્ય માનતો હતો તે વ્યર્થ સાબિત થયું છે. ઘણીવાર માનવી આખી જિંદગી ઠાલી પ્રવૃત્તિઓ પાછળ છૂપાઈને કાઢી નાખવા માંગતો હોય છે કે જેથી અસ્તિત્વના પ્રશ્નો કનડે નહીં. વ્યર્થ ભટકવામાં fulfilment માનતો હોય છે. પરંતુ માનવીની કોઈ કારી ફાવતી નથી.વાદળો પાછળ સૂર્ય સર્વદા છૂપાયેલો રહી શકતો નથી.

બોલવું એટલે શું ?- કોઈકે કહ્યું છે – ‘ We are full of opinions, we have not even a single thought.’ ત્યારે જ બોલવું કે જયારે આપણાં શબ્દો મૌનને અતિક્રમી શકે. એ સિવાયનું બધું નિરર્થક બબડાટ.

જેને આપણે આપણું મન-મગજ-ચિત્ત વગેરે કહીએ છીએ તે જન્મ પછીના સ્મૃતિઓના એક સંગ્રહથી વિશેષ કશું જ નથી. જ્યાં સુધી આપણે આપણી સ્મૃતિઓને કોરાણે નહીં મુકીએ ત્યાં સુધી ખરા અર્થમાં ‘અનુભવ-experience’ શક્ય નથી. કવિ કહે છે – સત્યનો અગ્નિ આ સ્મૃતિઓના ઉદ્યાનને ભસ્મીભૂત કરી તને ખરા અર્થમાં મુક્ત કરી શકે તેમ છે…..જરૂર છે માત્ર તારા આવાહનની !

જ્યાં સુધી તું આ હકીકત નહીં સમજે ત્યાં સુધી તું આત્મજ્ઞાનને તો ભૂલી જ જા….

6 Comments »

  1. વિવેક said,

    March 11, 2012 @ 1:20 AM

    સુંદર કાવ્ય… મૂળ કાવ્ય અથવા અંગ્રેજી અનુવાદ મળી શકે?

  2. pragnaju said,

    March 11, 2012 @ 7:07 AM

    સુંદર કાવ્ય

    મને તેનું આ કાવ્ય વધુ ગમે છે
    Passer-by, these are words…
    Yves Bonnefoy

    Passer-by, these are words. But instead of reading
    I want you to listen: to this frail
    Voice like that of letters eaten by grass.

    Lend an ear, hear first of all the happy bee
    Foraging in our almost rubbed-out names.
    It flits between two sprays of leaves,
    Carrying the sound of branches that are real
    To those that filigree the still unseen.

    Then know an even fainter sound, and let it be
    The endless murmuring of all our shades.
    Their whisper rises from beneath the stones
    To fuse into a single heat with that blind
    Light you are as yet, who can still gaze.

    May your listening be good! Silence
    Is a threshold where a twig breaks in your hand,
    Imperceptibly, as you attempt to disengage
    A name upon a stone:

    And so our absent names untangle your alarms.
    And for you who move away, pensively,
    Here becomes there without ceasing to be.

  3. vineshchandra chhotai said,

    March 11, 2012 @ 1:34 PM

    સબ્દોનિ ગહ્રારઇ આ કાવ્યાનિ , સમ્જન , બહુજ સરસ ……………….આબ્બ્ભાર ……..ને …..ધન્યવાદ

  4. Dhruti Modi said,

    March 11, 2012 @ 5:13 PM

    સરસ કાવ્ય, સરસ અનુવાદ.

  5. P. Shah said,

    March 11, 2012 @ 11:42 PM

    અને તું,
    પડછાયામાં પડેલી છાયા જેવો…..
    ક્યાં છે રે, તું ?
    કોણ છે તું ?

    વાહ !

  6. અમિર અલિ ખિમાણિ said,

    March 14, 2012 @ 1:31 AM

    સરસ કાવ્ય અને અનુવાદ પ્ણ વખાણ્વા લાયક બિજિ ભાશાના ક્વિયો નિ ક્રુતિ વાન્ચ્વા મ્લેછે.સહિત્ય નો સ્મુદ્ર તો ખુબ ઉનડો છે અને આપણિ ભાશાને પ્ણ સ્મ્રુધ કરેછે આપ શ્રિને હુ ઉમરખ્યામ નિ રબાયાત પ્ણ જો થઇશ્કે તો અનુવાદ કરવા અરજ કરુછુ.સુફિ સાહિત્ય પણ અતિ સ્મ્જ્વા જેવુ છે અને જિવન મા ઉપ્યોગિ છે.મારિ શુભેછા અને સ્દ્ભાવ્ના સ્વિકાર્જો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment