આજ એકાંત અઘરું લાગે છે –
એને તારી અસર કે તાવ કહું ?
– સંજુ વાળા

ગઝલ – મિલિન્દ ગઢવી

રેતમાં તરવા જવાની જીદમાં,
તરફડ્યા જળ ત્યાગવાની જીદમાં.

જાતથી નારાજ કેવા થઈ ગયા !
સૌને રાજી રાખવાની જીદમાં.

વાસણો દોર્યાં અભેરાઈ ઉપર
ખાલીપો સંતાડવાની જીદમાં.

લ્યો, વરસનાં વ્હાણ ડૂબ્યાં હાથમાં
હસ્તરેખા લાંઘવાની જીદમાં.

છેવટે ઘરને ય સળગાવી દીધું
આંગણું અજવાળવાની જીદમાં.

– મિલિન્દ ગઢવી

જિંદગીના કેટલાક મહાદૂષણૉમાંનું એક તે જીદ. જીવનમાં જીદ ન હોત તો કદાચ કેટકેટલા ઇતિહાસ સર્જાયા વિનાના રહી જાત. તો ક્યારેક જીદ આવી મજાની ગઝલ પણ સર્જાવી આપે.

 

12 Comments »

  1. Lata Hirani said,

    February 10, 2012 @ 2:29 AM

    જાતથી નારાજ કેવા થઈ ગયા !
    સૌને રાજી રાખવાની જીદમાં.

    છેવટે ઘરને ય સળગાવી દીધું
    આંગણું અજવાળવાની જીદમાં.

    આ બન્ને શેર બહુ ગમ્યાઁ..

  2. Rina said,

    February 10, 2012 @ 2:31 AM

    જાતથી નારાજ કેવા થઈ ગયા !
    સૌને રાજી રાખવાની જીદમાં.

    છેવટે ઘરને ય સળગાવી દીધું
    આંગણું અજવાળવાની જીદમાં.

    awesomeee….

  3. manilal.maroo said,

    February 10, 2012 @ 5:53 AM

    good gazhal.

  4. Sandhya Bhatt said,

    February 10, 2012 @ 9:35 AM

    ગઝલ લખવાની જિદ સારી છે,મિલિન્દભાઈ.

  5. ડૉ.મહેશ રાવલ said,

    February 10, 2012 @ 11:17 AM

    ગઝલ એના અસલ મિજાજ અને લાઘવ સાથે પ્રગટી છે અહીં…..માત્ર એકજ શબ્દમાં વધાવીશ – “લા-જવાબ”
    ખૂબ-ખૂબ અભિનંદન મિલિન્દ…જય હો…

  6. urvashi parekh said,

    February 10, 2012 @ 6:36 PM

    ખુબજ સરસ.
    જાતથી નારાજ કેવા થઈ ગયા,
    સહુને રાજી રાખવાની જીદ માં.
    રેતમાં તરવા જવાની જીદમાં,
    તરફડ્યા જળ ત્યાગવાની જીદમાં.
    કેટલુ બધુ ના કરવાનુ કરતા હોઇએ છીએ,
    ખોટી જીદમાં.
    સરસ.

  7. P Shah said,

    February 11, 2012 @ 12:10 AM

    વડોદરા- બુધસભામાં તેમના મુખે સાંભળી હતી.
    એક ઉમદા ગઝલ !
    દિવસ આખો મઝા કરવાની જીદ હતી તે પૂરી થઈ !
    કવિને અભિનંદન !

  8. pragnaju said,

    February 14, 2012 @ 12:47 AM

    લ્યો, વરસનાં વ્હાણ ડૂબ્યાં હાથમાં
    હસ્તરેખા લાંઘવાની જીદમાં.

    જાણે આપણી જ વાત્!

  9. dr.ketan karia said,

    February 14, 2012 @ 3:22 AM

    જાતથી નારાજ કેવા થઈ ગયા !
    સૌને રાજી રાખવાની જીદમાં.

    છેવટે ઘરને ય સળગાવી દીધું
    આંગણું અજવાળવાની જીદમાં…

    વાહ! કવિ મજા પડી !

  10. અનામી said,

    February 15, 2012 @ 9:28 AM

    વાસણો દોર્યાં અભેરાઈ ઉપર
    ખાલીપો સંતાડવાની જીદમાં.

    ………….વાહ…!!!!

  11. jigar joshi 'prem said,

    February 15, 2012 @ 9:06 PM

    ગ.મિ. વિશે ઘણીવાર કહ્યુ છે અને હજુ કહુ છે કે આપણી ભાષાનો ખૂબ આશાસ્પદ કવિ છે…. ગઝલ સુઁદર થઈ છે… અભિનઁદન દોસ્ત્

  12. krishna said,

    February 18, 2012 @ 11:03 AM

    દરેક વખત ની જેમ જ ખરેખર અદ્ભુત્…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment