સાવ પાસેથી ગઝલને સાંભળો,
જિંદગીનો ખુશનુમા ચહેરો હશે !
શ્યામ સાધુ

અનુભૂતિ -સુરેશ દલાલ

          લીલ લપાઈને બેઠી જળને તળિયે;
સૂર્યકિરણને   એમ   થયું  કે  લાવ   જઈને   મળિયે !
          કંપ્યું        જળનું        રેશમપોત;
          કિરણ   તો   ઝૂક્યું   થઈ   કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ !
          હળવે     ઊતરે     આખું   વ્યોમ;
          નેણને    અણજણી    આ     ભોમ.
લખ  લખ  હીર ઝળકે  ભીના તૃણ તણી આંગળીએ !

– સુરેશ દલાલ

4 Comments »

  1. પ્રત્યાયન said,

    September 12, 2005 @ 12:09 PM

    I like the type seting..justified.

    Poem is ok (in my view). I am not a fan of S.D. I have never personally talk to him but to me he is good reviewer, critick and literature manager than a poet….

  2. narmad said,

    September 13, 2005 @ 5:08 PM

    I agree. Suresh Dalal somehow lacks the intensity in his poems. But he has managed to do so much for Gujarati poetry regardless. BTW, I just got a collection of his ‘achhandas’ poems, I will let you know after reading it if I change my opinion !

  3. meenatrivedi said,

    August 14, 2012 @ 8:29 AM

    મને ખ્યલ ચ્હે ત્યા સુધિ લેીલ લપઐત્યાન લપાઈ જળને તળીયે એ સુન્દર કવિત ભોળાભાઈ પટેલની રચના ચે .

  4. વિવેક said,

    August 14, 2012 @ 8:52 AM

    @ મીના ત્રિવેદી:

    આપની ગેરસમજણ થતી હોય એમ લાગે છે. આ કવિતા શ્રી સુરેશ દલાલની જ છે. 1966માં પ્રગટ થયેલા એમના સંગ્રહ “એકાન્ત”માંથી આ રચના લેવામાં આવી છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment