એક તો શોધો જગતના બાગમાં એવી વસંત,
ફૂલ ખીલ્યાં જે મહીં ક્યારેય કરમાતાં નથી.
ગોવિંદ ગઢવી

એક છોરી – પ્રહલાદ પારેખ

એક છોરી
કોરી ગઈ અંતર માંહી દેરી :
આંખો તણાં બે નિજ ટાંકણાથી,
ને હાસ્ય કેરી લઘુ લૈ હથોડી,
કોરી ગઈ અંતર માંહી દેરી
એ એક છોરી.

બની ગઈ દેવ સ્વયં પધારી
ત્યાં ઘંટડી કંઠ તણી બજાવી;
ને બોલ એના પ્રગટી ઉઠે છે
દીવા બનીને.

અંગાંગમાં પુષ્પ અનેક ફૂટતાં
પળેપળે, ને સહુ એ ખરી જતાં
દેરી મહીં; સૌરભ છાઈ ત્યાં જતી
કોઈ અનેરી.

ને ઊડતી જે લટ કેશ કેરી,
એ ધૂપની સેર સમી જણાતી !

માન્યું હતું, પથ્થર શું બન્યું છે
હૈયું હવે, – કોઈ પ્રવેશ પામી
શકે નહીં ત્યાં !
પણ એક છોરી
આવી, અને અંતર કોરી કોરી,
દેરી બનાવી,
બની ગઈ દેવ સ્વયં પધારી !

-પ્રહલાદ પારેખ

 

આખું કાવ્ય અનંત શક્યતાઓની સુંદરતાથી નીતરે છે……કદાચ સમય અને સંજોગો હૈયાને પાષણ બનાવી શકતા હશે, પરંતુ ઈશ્વરે જીવને જે vulnerability ભેટ ધરી છે તે પાષણમાંથી અદભૂત સૌંદર્ય કોરી કાઢવાની સમર્થતા જીવને બક્ષે છે. માઈકલ એન્જેલોના શબ્દોમાં-

The best artist has that thought alone
Which is contained within the marble shell;
The sculptor’s hand can only break the spell
To free the figures slumbering in the stone. – Michelangelo

5 Comments »

  1. ધવલ said,

    January 15, 2012 @ 11:25 AM

    એક છોરી
    કોરી ગઈ અંતર માંહી દેરી :
    આંખો તણાં બે નિજ ટાંકણાથી,
    ને હાસ્ય કેરી લઘુ લૈ હથોડી,
    કોરી ગઈ અંતર માંહી દેરી

    – સરસ !

  2. priyangu said,

    January 16, 2012 @ 1:53 AM

    માન્યું હતું, પથ્થર શું બન્યું છે
    હૈયું હવે, – કોઈ પ્રવેશ પામી
    શકે નહીં ત્યાં !
    પણ એક છોરી
    આવી, અને અંતર કોરી કોરી,
    દેરી બનાવી,
    બની ગઈ દેવ સ્વયં પધારી !

    પથ્થર પીગળે ની કલ્પના હોય પણ આ વિચાર વધુ નવતર સુન્દર !

  3. Chandrakant Lodhavia said,

    January 17, 2012 @ 12:28 AM

    એક છોરી – પ્રહલાદ પારેખJanuary 15, 2012 at 12:01 am by તીર્થેશ. ખૂબ સુંદર. એક છોરીને દેવ બનાવી અંતરની દેરીમાં કાયમ માટે બેસાડી દઈ કવિએ સુંદર રીતે તેમના મનોભાવો વ્યક્ત કરેલા છે.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  4. વિવેક said,

    January 19, 2012 @ 8:00 AM

    સુંદર કાવ્ય…

    પ્રહ્લાદ પારેખનું આ જન્મ શતાબ્દી વર્ષ છે. ટહુકો પર આ સંદર્ભે રજૂ થયેલું પ્રહલાદ પર્વ માણવા જેવું છે. અને કવિશ્રીના તેત્રીસ જેટલા કાવ્યોને સ્વરબદ્ધ સ્વરૂપે માણવા હોય તો આ ઑડિયો સીડી પણ ચોક્કસ ખરીદવા જેવી છે: http://tahuko.com/?p=12045

  5. pragnaju said,

    January 19, 2012 @ 12:16 PM

    માન્યું હતું, પથ્થર શું બન્યું છે
    હૈયું હવે, – કોઈ પ્રવેશ પામી
    શકે નહીં ત્યાં !
    પણ એક છોરી
    આવી, અને અંતર કોરી કોરી,
    દેરી બનાવી,
    બની ગઈ દેવ સ્વયં પધારી !

    વા હ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment