આપણા સામટા શબ્દ ઓછા પડે,
એમના મૌનને એટલા રંગ છે.
રાજેન્દ્ર શુક્લ

ખબર પડશે તને – ખલીલ ધનતેજવી

આમ છંદોલયની પણ શાયદ ખબર પડશે તને,
એક અક્ષર પણ કરી જો રદ, ખબર પડશે તને.

લટ ઘટા ઘનઘોર ચહેરા પર વિખેરી નાખ તું,
પોષ સુદ પૂનમ કે શ્રાવણ વદ ખબર પડશે તને.

તું પ્રથમ તારો જ માહિતગાર થઇ જા, એ પછી,
બાઇબલ, કુરઆન, ઉપનિષદ ખબર પડશે તને.

ભરબપોરે તું કદી માપી જો તારો છાંયડો,
કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને.

ઓળખી લે, બંને બાજુથી રણકતા ઢોલને,
આપણામાં કોણ છે નારદ ખબર પડશે તને.

તું ખલીલ અજવાળું પૂરું થાય ત્યાં અટકી જજે,
ક્યાંથી લાગી મારા ઘરની હદ ખબર પડશે તને.

– ખલીલ ધનતેજવી

એક અક્ષરની કિંમત કદાચ એક કવિ વધુ સારી રીતે સમજી શકે…

9 Comments »

  1. Rina said,

    January 12, 2012 @ 11:25 PM

    awesome…

  2. Chintan said,

    January 12, 2012 @ 11:57 PM

    ગઝલ આખી જ કાબિલ-એ-દાદ છે,

    પણ અહીં મત્લો ખોટો ટાઈપ થયો છે,

    આમ છંદોલયની પણ શાયદ ખબર પડશે તને,
    એક અક્ષર પણ કરી જો રદ, ખબર પડશે તને.

  3. વિવેક said,

    January 13, 2012 @ 2:17 AM

    સુંદર !

  4. pragnaju said,

    January 13, 2012 @ 7:18 AM

    ગઝલ સરસ
    લટ ઘટા ઘનઘોર ચહેરા પર વિખેરી નાખ તું,
    પોષ સુદ પૂનમ કે શ્રાવણ વદ ખબર પડશે તને.

    તું પ્રથમ તારો જ માહિતગાર થઇ જા, એ પછી,
    બાઇબલ, કુરઆન, ઉપનિષદ ખબર પડશે તને.
    વાહ્

  5. અનામી said,

    January 13, 2012 @ 9:42 AM

    સુંદર…

  6. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    January 13, 2012 @ 10:03 AM

    અઘરી વસ્તુને પલક ઝપટતામાં પચાવી જવી હોય તો “ખલીલ ધનતેજવી સાહેબ” પાસે બેસી જવું.

  7. jyoti hirani said,

    January 13, 2012 @ 12:04 PM

    ખુબ સરસ ગઝલ

  8. sarju said,

    January 17, 2012 @ 2:50 AM

    વાહ વાહ્…………………………..

  9. SURESHKUMAR G VITHALANI said,

    July 22, 2012 @ 12:35 PM

    EXCELLENT ! CONGRATULATIONS FOR SUCH A NICE GAZAL..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment