છું પ્રતીક્ષાના પરમ આનંદમાં,
તું મને મળવા સમયસર આવ નહિ.
અનિલ ચાવડા

રંગીન માછલી છે – સંજુ વાળા

ઝાંખા ઉજાસ વચ્ચે તેં જે કથા કહી છે,
સાંભળજે કાન દઈને એની જ આ કડી છે.

પળને બનાવે પથ્થર, પથ્થરને પારદર્શક,
તાકી રહી છે કોને, આ કોની આંગળી છે.

કાજળ બનીને આવો કે જળ બની પધારો,
પાંપણથી નમણી બીજી ક્યાં કોઈ પાલખી છે ?

નખ હોય તો કપાવું દ:ખ હોય તો નિવારું,
ભીતરને ભેદતી આ મારી જ પાંસળી છે.

ઈચ્છાના કાચઘરમાં એ કેદ થાય અંતે :
માણસનું નામ બીજું રંગીન માછલી છે.

– સંજુ વાળા

જોડાયેલા ભૂતકાળની વાતથી ગઝલ શરૂ થાય છે.  ક્ષણને પથ્થર જેવી ભારે બનાવી દે અને પથ્થરને પારદર્શક કરી દે એવી કઈ આંગળીની વાત કવિ કરે છે ? – મારા મતે તો પોતાના અંતરઆત્માના અવાજની વાત છે.  ત્રીજો શેર તો પરાણે ગમી જાય એવો નખશિખ નમણો શેર છે. ચોથો  શેર વાંચતી વખતે યાદ કરજો કે ઈવનું સર્જન આદમની પાંસળીમાંથી થયેલું.  કાચ સામાન્ય રીતે એક રંગી પ્રકાશમાંથી બધા રંગો અલગ પડે છે. એનાથી ઉલટું,  અહીં (ઈચ્છાના) કાચઘરમાં રંગીન માછલી કેદ થવાની વાત આવે છે.

22 Comments »

  1. Dhruti Modi said,

    January 10, 2012 @ 10:46 PM

    સુંદર ગઝલ.

  2. Rina said,

    January 10, 2012 @ 11:32 PM

    વાહ…..

  3. P Shah said,

    January 11, 2012 @ 1:03 AM

    તાકી રહી છે કોને, આ કોની આંગળી છે….

    સરસ !

  4. Deval said,

    January 11, 2012 @ 1:45 AM

    sundar gazal…4th sher khub gamyo

  5. તીર્થેશ said,

    January 11, 2012 @ 2:24 AM

    વાહ !

  6. વિવેક said,

    January 11, 2012 @ 6:36 AM

    મજાની ગઝલ અને ધવલની કાવ્યાનુભૂતિ પણ અદભુત…

  7. vijay joshi said,

    January 11, 2012 @ 6:47 AM

    words do come alive, if you know how to put life in them, and Sanjubhai knows for sure, how its done. Amazing transformation of thoughts into words. Loved it. Gujarati keyboard is not easy to use so I am kind of forced to write in English which again I do not mind.

  8. Dr jagdip nanavati said,

    January 11, 2012 @ 9:44 AM

    મસ્ત્……

  9. himanshu patel said,

    January 11, 2012 @ 9:49 AM

    સરસ ગઝલ.

  10. praheladprajapatidbhai said,

    January 11, 2012 @ 10:27 AM

    ઈચ્છાના કાચઘરમાં એ એક થાય અંતે :
    માણસનું નામ બીજું રંગીન માછલી છે.
    સરસ્

  11. praheladprajapatidbhai said,

    January 11, 2012 @ 10:28 AM

    કાજળ બનીને આવો કે જળ બની પધારો,
    પાંપણથી નમણી બીજી ક્યાં કોઈ પાલખી છે ?
    સરસ્

  12. pragnaju said,

    January 11, 2012 @ 4:58 PM

    મજાની ગઝલ
    ઈચ્છાના કાચઘરમાં એ એક થાય અંતે :
    માણસનું નામ બીજું રંગીન માછલી છે.

    ખૂબ સરસ

  13. Sudhir Patel said,

    January 11, 2012 @ 8:44 PM

    વાહ! મસ્ત રંગીન ગઝલ!
    સુધીર પટેલ.

  14. sanju vala said,

    January 12, 2012 @ 1:44 PM

    આભાર ધવલભાઈ , સૌ મિત્રોનો પણ હૃદયથી આભાર !!

  15. અનામી said,

    January 15, 2012 @ 8:36 AM

    ખુબ જ સુંદર….

  16. mundadiya mahendra said,

    January 16, 2012 @ 4:13 AM

    ખુબ જ સુન્દર ગઝલ… બીજી ગઝલ મુકો..

  17. Sandhya Bhatt said,

    January 16, 2012 @ 10:32 AM

    એકેએક શેર જોરદાર…આમ વાત છે,ત્યારે….

  18. Suresh Shah said,

    October 16, 2015 @ 5:29 AM

    કાચના ઘરમાં રહેતી ંંમાછલીને એ પાણીને દરિયો માનવા માં કેટલી મથામણ થતી હશે?

    માણસનું નામ બીજું રંગીન માછલી સાર્થક છે. કેટકેટલાં અરમાનો દબાવીને જીવે છે!

    – સુરેશ શાહ, સિંગાપોર

  19. યોગેશ ગઢવી said,

    April 11, 2024 @ 11:34 AM

    શિરમોર ગઝલ..,

    નીચેનાં શેરમાં ભૂલ છે…
    એક નહીં પરંતુ કેદ આવશે…

    ઈચ્છાના કાચઘરમાં એ કેદ થાય અંતે :
    માણસનું નામ બીજું રંગીન માછલી છે.

  20. વિવેક said,

    April 11, 2024 @ 12:17 PM

    @યોગેશ ગઢવી :

    ધ્યાન દોરવા બદલ ખૂબ ખૂબ આભાર… લયસ્તરોના અન્ય એક સંપાદકની પોસ્ટ હતી, પણ મેં સુધારી લીધું છે.

  21. યોગેશ ગઢવી said,

    April 11, 2024 @ 12:54 PM

    @કવિશ્રી વિવેક ટેલર
    આપની નિષ્ઠા અને પ્રતિબદ્ધતાને વંદન🌹🙏🏼

  22. વિવેક said,

    April 12, 2024 @ 10:53 AM

    @યોગેશ ગઢવી :

    આપ જેવા ભાવકોની પારખુ નજરોથી જ લયસ્તરો સમૃદ્ધ બને છે…

    પુનઃ આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment