ન જાણે કોણ, ક્યારે આવી ઘૂંટી લે અઢી અક્ષર,
બને તો સ્વચ્છ રખો હરઘડી હૈયાની પાટીને !
મુસાફિર પાલનપુરી

ગઝલ – લક્ષ્મી ડોબરિયા

છીપ મોતીની કણસ મેં સાચવી છે,
બંધ મુઠ્ઠીમાં જણસ મેં સાચવી છે.

ઝાંઝવા દોડ્યા હતા મીટાવવા પણ,
સાત દરિયાની તરસ મેં સાચવી છે.

ફૂલ, કુંપળ, પાંદડા તે સાચવ્યા ને,
પાનખર વરસોવરસ મેં સાચવી છે.

લાલપીળા રંગ ઘોળીને નજરમાં,
સાંજની પીડા સરસ મેં સાચવી છે.

કલમ, કાગળ અને એકાંત જેવી,
બસ, અમાનત આઠદસ મેં સાચવી છે.

લક્ષ્મી ડોબરિયા

ટાઈપસૌજન્ય : સાગરિકા પટેલ, વેરાવળ

1 Comment »

  1. ધવલ said,

    June 3, 2007 @ 9:52 AM

    છીપ મોતીની કણસ મેં સાચવી છે,
    બંધ મુઠ્ઠીમાં જણસ મેં સાચવી છે.

    ઝાંઝવા દોડ્યા હતા મીટાવવા પણ,
    સાત દરિયાની તરસ મેં સાચવી છે.

    ફૂલ, કુંપળ, પાંદડા તે સાચવ્યા ને,
    પાનખર વરસોવરસ મેં સાચવી છે.

    કલમ, કાગળ અને એકાંત જેવી,
    બસ, અમાનત આઠદસ મેં સાચવી છે.

    – વાહ ! બહુ ઉત્તમ…. આ ગઝલ તો  તરત જ દિલમાં વસી ગઈ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment