જો બારણું તૂટે તો સરખું કરાય પાછું,
વાતાવરણ એ ઘરનું ક્યાંથી લવાય પાછું?

ગઈકાલ જે વીતી ગઈ એ ઓરડો નથી કૈં,
કે મન પડે તરત એમાં જઈ શકાય પાછું.
અનિલ ચાવડા

જમીનમાંથી હાથ જોડીને – સુધીર દેસાઈ

જમીનમાંથી હાથ જોડીને જ બહાર આવે છે બી.
ધીમેધીમે નતમસ્તક થઈને
હાથ ફેલાવીને કરે છે પ્રાર્થના.
એક જ જગ્યાએ સ્થિર રહી
ઋષિની માફક કરે છે તપ.

તપ કરતાં કરતાં વીતે છે
એનો સમય.
એક પછી એક.
અને અચાનક પ્રગટી ઊઠે છે ફૂલ
એક દિવસ.
આખાયે વિશ્વને આવરી લે છે એની સુવાસથી
ઈશ્વરની જેમ.

આપણે આ ક્રમ હંમેશા જોઈએ છીએ.
જોઈએ છીએ
માત્ર જોઈએ છીએ
દૃષ્ટિ વિનાની આંખો હોય એમ.

– સુધીર દેસાઈ

આંખ ઉઘાડો તો આપણી ચારે તરફ ચમત્કાર છે… ન તો કોઈ બાબા પાસે જવાની જરૂર છે કે ન તો કોઈ ગુરૂ પાસે !

10 Comments »

  1. Lata Hirani said,

    December 21, 2011 @ 4:54 AM

    સુન્દર કાવ્ય

  2. Kalpana said,

    December 21, 2011 @ 5:47 AM

    સરસ વાત, કાવ્યમય ભાવના. આજ આપણા કવિર્મનિષીઓ. આભાર.

  3. himanshu patel said,

    December 21, 2011 @ 9:54 AM

    સરસ વ્યંજનાથી ભરપૂર કાવ્ય.
    સુધીરભાઈ,તારીણિબેન,સંસ્કૃતિરાણી અને દિકરો એમનેઘેર થતાં કાવ્યવાંચન,મેગેઝીન પ્રકાશન વગેરે
    અને ખાસ કરીને સુધીરભાઈના sharp થોભિયા (એમનો ટ્રેડમાર્ક) યાદ કરાવી ગયું આ કાવ્ય.
    આભાર.

  4. pragnaju said,

    December 21, 2011 @ 10:14 AM

    આપણે આ ક્રમ હંમેશા જોઈએ છીએ.
    જોઈએ છીએ
    માત્ર જોઈએ છીએ
    દૃષ્ટિ વિનાની આંખો હોય એમ.

    સુંદર

  5. praheladprajapatidbhai said,

    December 21, 2011 @ 11:23 AM

    સરસ્

  6. praheladprajapatidbhai said,

    December 21, 2011 @ 11:24 AM

    આપણે આ ક્રમ હંમેશા જોઈએ છીએ.
    જોઈએ છીએ
    માત્ર જોઈએ છીએ
    દૃષ્ટિ વિનાની આંખો હોય એમ.

    સુંદર, સરસ્

  7. વિવેક said,

    December 22, 2011 @ 7:17 AM

    અદભુત કવિતા! દિગ્મૂઢ કરી દે એવી…

  8. Pancham Shukla said,

    December 22, 2011 @ 8:02 AM

    સરસ કાવ્ય.

    કવિના અન્ય કાવ્યો કવિના મુખેઃ

    Sudhir Desai Poem 1

    Sudhir Desai Poem 2

    Sudhir Desai Poem 4

    Sudhir Desai Poem 7

    Sudhir Desai Poem 8

    Sudhir Desai: I am an amphibian animal!

  9. Dhruti Modi said,

    December 22, 2011 @ 3:23 PM

    સરસ અછાંદસ.

  10. વિવેક said,

    December 23, 2011 @ 12:38 AM

    વાહ, પંચમભાઈ… આભાર ! મજા આવી…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment