પોટલાં ક્યારેય ઊંચક્તો પવન ?
બોજને બાળી-પ્રજાળીને ઊડો.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

જંજાળ – શ્વેતલ શરાફ

        માણસને શું જોઈએ ? 

છ ફૂટ જમીનથી શરૂ કરો તો 
ઘર, ખાવાનું ને પહેરવાનું જોઈએ. 

        માન્યું. 

અને પછી એક બે માણસ જોઈએ – પોતાના 
કહેવાય એવા.

         એક બે ચાલે ? કે વધારે ? 

અરે બાપા, બે મળે તો ય ઘણું!
દિવસના છવ્વીસ સ્મિત જોઈએ.

         છવ્વીસ જ કેમ?

અઠવાડિયે કે મહિને ત્રણ-ચાર વાર 
રડવા જોઈએ. 
રડવું આત્મા માટે સારું છે.
સંતોષ થાય એટલું કામ જોઈએ. 
જે થોડા થોડા વખતે થોડું અઘરું
લાગે, મથાવે. 
પણ પાછું માની જાય, 
સહેલું લાગે.

વચ્ચે વચ્ચે દૂર દોડી જવા જોઈએ. 
થાકી ગયા – નાસી ગયા. 
ત્યાંય થાકી ગયા – પાછા આવી ગયા – એવું. 

વખતોવખત 
રીસાવા, મનાવવા, છેડવા,  
કારણ વગર હસવા, આખી 
રાત જાગવા, ઉશ્કેરાવા, 
વરસી પડવા
– ને એવું બધુ ગાંડું
ગાંડું કરવા જોઈએ. 
આવતી કાલ માટે પાંચ – સાત 
આશા જોઈએ. (એ કહેવાની, અને બીજી 
પાંચ-સાત છૂપાવી રાખવાની.)
બસ.

       આટલું જ ?

આટલું જ.

        ને બસ આટલા
        ખાતર 
        આટલી બધી 
        જંજાળ ?

– શ્વેતલ શરાફ

સરળ જીંદગીને અ-સરળ કરી નાખવામાં આપણો જોટો નથી. દોસ્તો, એક હાથ દિલ પર રાખો ને બીજા હાથે ભીની હવાને પ્રેમથી અડકી લો. આ જીંદગીને ફરીથી સરળ કરી દો !

7 Comments »

  1. Rina said,

    December 14, 2011 @ 11:26 PM

    aaawwweessoommee…

  2. વિવેક said,

    December 15, 2011 @ 1:44 AM

    ખૂબ જ સરળ ભાષામાં અર્થગંભીર કવિતા…
    વાહ !

  3. vijay joshi said,

    December 15, 2011 @ 7:43 AM

    કેટલી સરળતાથી કેટલી સહેલાઈથી જીવનનું રહસ્ય બતાવી દીધું?
    stripped down to the bare bones!! LOVED it.
    સાદા શબ્દો, સાદી ભાષા, સાદા વાક્યો,
    શું કરવા કવિ લોકો અઘરા શબ્દોથી
    જીવનને અઘરું બનાવે છે?

  4. pragnaju said,

    December 15, 2011 @ 8:00 AM

    ને બસ આટલા
    ખાતર
    આટલી બધી
    જંજાળ ?
    સ રસ,સહજ,સરળ,સુંદર છતાં ગૂઢ
    યાદ્
    સંતો વારંવાર કહે છે
    અમારે કશું જોઈતું નથી. એમને આકારેય નથી જોઈતો ને વિકારેય નથી જોઈતો. એમનું બધું સામાન લઈને આવેલા છે. એટલે ગુણાકાર-ભાગાકારે સર્વસ્વ છે. તેથી લખ્યું ને,
    ‘ગુણાકાર-ભાગાકારે પૂર્ણ પૂર્ણ પુરુષોત્તમ,
    અવિભાજ્ય નિર્વિશેષ મૂળ પરમેશ છું.’
    એ શું કહે છે, કશી શેષ વધી નથી. તમારે તો જ્યારે ભાગાકાર કરો ત્યારે શેષ વધે છે અને ગુણાકાર કરો ત્યારે બધું વધે છે !અમે તો કહીએ છીએ કે અમારે કંઈ જોઈતું નથી. અમે તો આ દેહસ્વરૂપ નથી અને આ દેહને કશી જરૂર નથી. કારણ કે ગુણાકાર-ભાગાકારે આ દેહ સર્વસ્વ છે. જેને ગુણાકાર-ભાગાકારે સર્વસ્વ ના હોય, તેને તો ‘ભિક્ષાન્ દેહી’ કરવા જવું પડે. અહીં તો કશું હાથ ધરવા જવાની જરૂર નથી, એવા આ વીતરાગ છે.
    તરસતી ધરતી, સરળ જીંદગી,
    પલળતી ધરાર નભ તળે
    વરસ વરુણ મુજ વ્યાકુળ અંગે
    વણલુછ્યાં એ ઘાયલ અંગે
    આછકલા ફોરાં ને ભીતી ભરાડ વાવાઝોડાની…
    ગરજ ફુલાતી નદીઓ તરસી રડમસ સાગર ઓથે
    મોરલીયાના કંઠે ડુમા હાલી ગાયો મોટે ગામતરે..

  5. Renuka Dave said,

    December 15, 2011 @ 11:02 PM

    Very Nice Swetal…! Keep It Up..!!

  6. dhaval soni said,

    December 16, 2011 @ 12:13 AM

    ખુબ જ અદભુત રચના…….કારણ ખબર છે ને છતાંય હાથે કરીને ઉભી કરી છે જંજાળ….

  7. vijay joshi said,

    December 16, 2011 @ 8:43 AM

    શ્વેતલ બેન,

    મારી હિન્દીમાં રચેલી એક રચના આ જ વાત વર્ણવે છે.
    એ અહીં મુકું છું.

    चक्कर ————-
    सूरज ढ़लते अन्धेरा जरूर आएगा
    जवानी गूज़रते बुढ़ापा जरूर आएगा
    ख़ुशी के साथ उदासी ज़रूर आएगी
    जनमके बाद मौत ज़रूर आएगी
    जब सीखोगे इस चक्करको मिटाना
    तब ही पाओगे भगवान का ठिकाना

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment