સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઈ જાયે છે,
ગમે તેવું દુ:ખી હો પણ જીવન જીવાઈ જાયે છે.
અમૃત ઘાયલ

અજ્ઞાત સૈનિકની કબર – અબ્દુલ્લા પેસિઉ (અનુ. અનિલ જોશી)

કોઈ અચાનક બહારથી આવીને પૂછે:
‘અહીં ક્યાંય અજ્ઞાત સૈનિકની કબર છે?’
હું એને બેધડક કહી દઉં,
‘સર, તમે કોઈ નદીકિનારે ચાલ્યા જાવ,
કોઈ મસ્જિદની બેન્ચ પર બેસી જાવ,
કોઈપણ ઘરના પડછાયા પાસે ઊભા રહી જાવ,
કોઈપણ ચર્ચના દરવાજા પાસે પગ મૂકો,
કોઈ પર્વતની શિલા ઉપર,
બગીચાના કોઈ વૃક્ષ નીચે,
અરે, મારા દેશની જમીનના કોઈપણ ખૂણે.
ચિંતા કરશો નહીં.
તમે સહેજ નીચે ઝૂકીને
ફૂલોનો બુકે અહીં જ મૂકી દો.’

-અબ્દુલ્લા પેસિઉ (ઇરાક)
(અનુ. અનિલ જોશી)

*

આ કવિતા વાંચીએ અને આપણી અંદરથી એક ચિત્કાર ન ઊઠે તો આપણા મનુષ્યત્વ અંગે શંકા કરવાની છૂટ છે… યુદ્ધ કદી કોઈ સમસ્યાનો ઉકેલ હોતો નથી. પણ મનુષ્યજાતને એના અસ્તિત્ત્વના આરંભથી આ એક સરળ વાત સમજાણી નથી… મારા વિના આ દુનિયા ચાલશે જ નહીં એવું માનનારાઓથી કબ્રસ્તાનો ચિક્કાર ભરેલાં છે…

*

The Unknown Soldier

Whenever an ambassador goes to any country,
he takes with him a wreath of flowers for The Unknown Soldier

And if someday an ambassador comes to my land
and asks me:
‘Where is the grave of The Unknown Soldeir?’
I will tell him:
‘Sir,
On the bank of any stream,
In any place in any mosque,
In the shade of any home,
In the nave of any church,
At the mouth of any cave,
In the mountains – on any rock,
In the gardens – on any treetop,
In my country,
Under any cloud in the sky…
Do not hesitate:
Bow your head
And place your wreath of flowers
anywhere.

– Abdulla Pashew
(Translated by Omid Varzandeh from the Kurdish)

7 Comments »

  1. praheladprajapatidbhai said,

    December 23, 2011 @ 3:33 AM

    ચિંતા કરશો નહીં.
    તમે સહેજ નીચે ઝૂકીને
    ફૂલોનો બુકે અહીં જ મૂકી દો.’
    સરસ્

  2. Pancham Shukla said,

    December 23, 2011 @ 5:07 AM

    Beautiful poem. I wish I would have known Kudish.

  3. Rina said,

    December 23, 2011 @ 7:56 AM

    Beautiful and shocking…..

  4. pragnaju said,

    December 23, 2011 @ 9:39 AM

    અરે, મારા દેશની જમીનના કોઈપણ ખૂણે.
    ચિંતા કરશો નહીં.
    તમે સહેજ નીચે ઝૂકીને
    ફૂલોનો બુકે અહીં જ મૂકી દો.’
    સ રસ

  5. himanshu patel said,

    December 23, 2011 @ 10:22 AM

    સરસ કાવ્ય.

  6. rajnikant shah said,

    December 23, 2011 @ 9:54 PM

    અરે, મારા દેશની જમીનના કોઈપણ ખૂણે.
    ચિંતા કરશો નહીં.
    તમે સહેજ નીચે ઝૂકીને
    ફૂલોનો બુકે અહીં જ મૂકી દો.’

    સરસ

  7. Chandrakant Lodhavia said,

    December 25, 2011 @ 8:35 PM

    અજ્ઞાત સૈનિકની કબર – અબ્દુલ્લા પેસિઉ (અનુ. અનિલ જોશી)December 23, 2011 at 12:15 am by વિવેક · Filed under અછાંદસ, અનિલ જોશી, અબ્દુલ્લા પેસિઉ, વિશ્વ-કવિતા
    ખૂબ જ ભાવના પ્રધાન અનુવાદિત ગીત વાંચતા મારી અમેરિકાની મુલાકાત દરમ્યાન “ગેટીસબર્ગ” ની મુલાકાત યાદ આવી ગઈ.
    અમેરિકામાં રહેતા કે બહાર થી મુલાકાતે જનારે આ સ્થળ અચૂક જોવા જેવું છે.

    જ્યાં લિંકને તેની પ્રજાતંત્રની વિચાર નો જગત ને પ્રથમ સંદેશ આપેલ હતો. જ્યાં જમીનદારો ને ખેત મજૂરોનું પ્રથમ યુધ્ધ થયેલ હતુ. મુડીવાદી અમેરિકા આ યુધ્ધ બાદ પ્રજાતંત્ર માં બદલાયુ હતુ.

    યુધ્ધ બાદ જયાં અનેક કબરો નનામી છે. જ્યાં મૃત સૈનિક ના મળેલા નાના મોટા ચિન્હો ઉપર થી તેના કુટુંબી શોધાયા ને જ્યાં બારે માસ શહિદ સૈનિકોને શ્રધ્ધાંજલિ દેવા ફુલો ચઢાવવા આવતા રહે છે. આમ ૩૬૫ દિવસ મૃતક સૈનિકોનો શ્રધ્ધાંજલિ નો ઉત્સવ મનાવાય છે. અમેરિકાનના કંઈક યુવા યુવક યુવતિ હજુ પણ મળેલા આ ચિન્હોના આધારે નનામી કબરો ને નામ ને કુટુંબીના મિલન માટે સતત પ્રયત્નશીલ છે.

    ચન્દ્રકાન્ત લોઢવિયા.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment