આંસુની અધિકૃત વિક્રેતા છે થોડી આંખ આ ?
ખાત્રીપૂર્વકનું ને જથ્થાબંધ ક્યાંથી રોઈએ !
મુકુલ ચોક્સી

અર્થ શો ? – મનોજ ખંડેરિયા

આ બધી તારી સ્મૃતિનો અર્થ શો ?
રિક્તતાની આ ગલીનો અર્થ શો ?

તું જ રસ્તો આમ લંબાવ્યા કરે,
તેં દીધાં ચરણો, ગતિનો અર્થ શો ?

રગરગે અંધાર વ્હેતો દેહમાં,
સ્પર્શની આ ચાંદનીનો અર્થ શો ?

છિદ્ર મારા પાત્રમાં છે કાયમી,
ત્યાં ઝૂકેલી વાદળીનો અર્થ શો ?

આ ઉદાસી આંખમાં અંજાઈ ગઈ,
દોસ્ત, સુરમાની સળીનો અર્થ શો ?

 

રામના બાણની જેમ સોંસરવી ઉતરી ગઈ આ ગઝલ…..

8 Comments »

  1. Milind Gadhavi said,

    December 12, 2011 @ 1:58 AM

    આ બધી તારી સ્મૃતિનો અર્થ શો ?
    રિક્તતાની આ ગલીનો અર્થ શો ?

    Reminds me of ‘mammo’..
    Ye faasile teri galiyon ke humse tey na huey,
    Hazaar baar rukey hum, hazaar baar chale…

  2. pragnaju said,

    December 12, 2011 @ 7:42 AM

    રગરગે અંધાર વ્હેતો દેહમાં,
    સ્પર્શની આ ચાંદનીનો અર્થ શો ?

    છિદ્ર મારા પાત્રમાં છે કાયમી,
    ત્યાં ઝૂકેલી વાદળીનો અર્થ શો ?

    સુંદર
    જીવનનો અર્થ શો છે? ….

    કોઈ વીતેલા સમયથી પોતાને મુકત કરવા માગે છે, કોઈ ભૂલવા માગે છે, કોઈ એને પરત કરવા માગે છે, તો કોઈ હંમેશને માટે પોતાને ભૂતકાળની સ્મૃતિના હવાલે કરી રાખે છે. .

  3. વિવેક said,

    December 12, 2011 @ 8:44 AM

    સુંદર ગઝલ…

  4. vijay joshi said,

    December 12, 2011 @ 9:18 AM

    ભારે શબ્દોના ભારમાં દબાયા વગર કરેલી સુંદર રચના.

    મારા બે શેર યાદ આવી જાય છે, એ અહીં મુકું છું.

    સ્મૃતિ યાદોને દિલમાં લખતી જાય છે
    વિસ્મૃતિ આવીને કેમ ભુસાતી જાય છે?

  5. P Shah said,

    December 13, 2011 @ 5:17 AM

    રિક્તતાની આ ગલીનો અર્થ શો ?…

    સુંદર રચના !

  6. Dhruti Modi said,

    December 13, 2011 @ 4:25 PM

    સરસ રચના.

  7. ધવલ said,

    December 13, 2011 @ 10:34 PM

    આ બધી તારી સ્મૃતિનો અર્થ શો ?
    રિક્તતાની આ ગલીનો અર્થ શો ?

    – સરસ !

  8. અનામી said,

    December 14, 2011 @ 11:04 AM

    સુંદર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment