ગઝલમાં ડૂબી જવું, જંપવું ગઝલ સર્જી,
સ્વયંથી એક પ્રકારે અલગ થવાનું છે.
રઈશ મનીઆર

પ્રશ્ન – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ.ઉમાશંકર જોશી

પ્રથમ દિનના સૂર્યે
પ્રશ્ન કર્યો હતો
સત્તાના નૂતન આવિર્ભાવે
કોણ તું ?
મળ્યો ના ઉત્તર.
વર્ષ વર્ષ વીતી ગયાં
દિવસના શેષ સૂર્યે
શેષ પ્રશ્ન કર્યો
પશ્ચિમ સાગર તીરે
નિસ્તબ્ધ સંધ્યાયે
કોણ તું ?
પામ્યો ના ઉત્તર.

 

maturity brings brevity. કોઈ સિદ્ધહસ્ત કવિ જ આટલા ટૂંકા કાવ્યમાં માનવજાતને નિરંતર મૂંઝવતા પ્રશ્નને અનોખી રીતે રજૂ કરી શકે.

6 Comments »

  1. વિવેક said,

    November 28, 2011 @ 7:56 AM

    આ કાવ્ય તો અનેકવાર વાંચ્યું છે પણ આ અનુવાદ પહેલીવાર નજરે ચડ્યો…

  2. pragnaju said,

    November 28, 2011 @ 10:40 AM

    મહાન કવિશ્રીના કાવ્ય નો આદરણિય મુઠ્ઠી ઊંચેરા કવિશ્રી દ્વારા અનુવાદની અનોખી રજુઆત
    આવા ઘણા ગીતો ગુંજે છે તેમા ગાલીબસાહેબ વધુ યાદ આવે છે!
    न था कुछ तो ख़ुदा था, कुछ न होता तो ख़ुदा होता
    डुबोया मुझको होने ने न होता मैं तो क्या होता?
    जब हुआ ग़म से यूँ बेहिस तो ग़म क्या सर के कटने का
    न होता गर जुदा तन से तो ज़ानू पे धरा होता
    દુનિયામા જ્યારે કાંઇ ન હતું ત્યારે પણ ખુદા હતા.અગર કાંઇ ન થતે તો પણ ખુદા હોત .જો હું નહીં હોત તો હું શું હોત?
    કોણ તું ?
    પામ્યો ના ઉત્તર……………………………………………

  3. Rina said,

    November 29, 2011 @ 12:12 AM

    awesome….
    जो मौका मिल गया तो खिज्र से ये बात पूछेंगे
    जिसे हो जुस्तजू अपनी वो बेचारा कहाँ जाए ….जोश मलीहाबादी

  4. Kalpana said,

    November 29, 2011 @ 11:53 AM

    શુ કહું? શબ્દ નથી મુજ કને. ઉગતો સૂરજ મને લાગે છે એટલો ભવ્યઅને મિત્ર, કે સત્તા સાથે એને કોઈ સંબંધ હોય એ મન માનવા તૈયાર થતુ નથી.
    માફ કરજો કવિરાજ.

  5. ધવલ said,

    November 29, 2011 @ 10:52 PM

    સરસ !

  6. Lata Hirani said,

    December 2, 2011 @ 11:48 AM

    ઉત્તમ સર્જકનુ બધુ જ ઉતમ હોય એવુ જરુરી નથી..

    લતા હિરાણી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment