મારી દોલત માત્ર મારા શબ્દ છે,
કોણ આવીને કહો એ લૂંટશે?
‘અગન’ રાજ્યગુરુ

ગઝલ – જયન્ત ઓઝા

એક ગાડું ક્યારનું પૈડાં વગર,
બે બળદ ખેંચ્યા કરે સમજ્યા વગર.

બીકથી મૂંગા હતા સૌ પ્રેક્ષકો,
સિંહ પણ ફરતો હતો ગરજ્યા વગર.

આંખ ઊંચી જ્યાં કરું બ્રહ્મા હતા,
સાવ થાકેલા હતા સરજ્યા વગર !

ચામડી જાડી થવા લાગી હવે,
પોષમાં પણ રહી શકે ધ્રૂજ્યા વગર.

આંગળીઓ સાવ બુઠ્ઠી થઈ ગઈ,
દેવ પણ પથ્થર થયા પૂજ્યા વગર.

– જયન્ત ઓઝા

ગઝલનો મત્લો જરા ધ્યાનથી જોઈએ તો મારા જેવા મોટાભાગનાને તો આત્મકથા વાંચતા હોય એવું જ લાગશે… નહીં? બધા જ શેર મને ગમી ગયા, પણ સવિશેષ સ્પર્શી ગયો તે આ – ચામડી જાડી થવા લાગી હવે,પોષમાં પણ રહી શકે ધ્રૂજ્યા વગર… આપણી સંવેદનાઓના થતા જતા હનનને કેટલી સહજતાથી કાવ્યમાં મૂકી દીધું, જાણે ફૂલની પાંખડી પર પતંગિયું !

6 Comments »

  1. પંચમ શુક્લ said,

    May 26, 2007 @ 6:56 AM

    ચામડી જાડી થવા લાગી હવે,
    પોષમાં પણ રહી શકે ધ્રૂજ્યા વગર.

    Usually, the thinkness of skin is proportional to person’s material experices and increase in age – so called: જમાનાના ખાધેલ …. ઉપલક વાતો શાણી શાણી …ભીતર મટકી કાણી કાણી (except very old ages (~80+) where again one becomes more like a refreshing child).

  2. Darshit said,

    May 27, 2007 @ 5:40 AM

    really very nice.words can’t explain this kind of feelings but in this poet have found out the words from time and experience very nice….

  3. ચામડી જાડી થવા લાગી હવે, પોષમાં પણ રહી શકે ધ્રૂજ્યા વગર. « Yoga Karma said,

    May 27, 2007 @ 11:04 PM

    […] https://layastaro.com/?p=750 […]

  4. સુરેશ જાની said,

    May 28, 2007 @ 4:52 PM

    બહુ જ સરસ રચના.
    જીવનમાં અને સમાજમાં પ્રચલીત ભાવશુન્યતા અને વીચાર શુન્યતાનું અદ્ ભુત વર્ણન.
    સામ્પ્રત જીવનમાં સાવ બાળપણથી જ ચામડી જાડી અને મન ખાલી થવા માંડે છે.

  5. ashok FATHER said,

    May 30, 2007 @ 1:55 AM

    very touchy feelings..today i remember Shree Jayant Oza as my colleague..He during his career as a Banke wherever he has worked he created the atmospher for Gujarati litreture amogst common public..Hats off to his love for Gujarati poetry & litreture..season of nature and the season of human body compared in this poetry reflects his genius..i do remember him as a good,loving and caring friend…

  6. DWAIPAL said,

    April 24, 2010 @ 6:44 AM

    સુખદ અનુભુતિ, કદાચ વસ્તવિકતા!!!, ના વેધક્ વાસ્તવિકતા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment