કદી એક રાવણ, કદી કંસ એક જ હતા પૂરતા તમને અવતારવાને,
અમે આજે લાખો-હજારો વચાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
વિવેક મનહર ટેલર

શ્વસ અનંતોમાં – સંદીપ ભાટિયા

શ્વસ અનંતોમાં
ઊડ પતંગોમાં
પોઢ ગઝલોમાં
ઊઠ અભંગોમાં

– સંદીપ ભાટિયા

ગઈકાલે તુકારામની વાત નીકળી એના પરથી આ અભંગોને સાંકળી લેતું મુક્તક યાદ આવી ગયુ. મુક્તક નાનકડું છે, પણ છે ખરું મોતી.

6 Comments »

  1. Rakesh Thakkar, Vapi said,

    November 9, 2011 @ 4:45 AM

    nice

  2. pragnaju said,

    November 9, 2011 @ 8:55 AM

    ઊઠ અભંગોમાં…

    અભંગમા જાગરણ…

    પછી કાંઇજ કરવાનું નથી

    ‘રાત-દિવસ અમારે યુદ્ધનો પ્રસંગ’ એમ કહીને તુકારામે મન, દેહ, સમાજ, ઇશ્વર વરચેનો સંઘર્ષ

    વર્ણવ્યો. મોકળા મને સ્પષ્ટવકતાપણા દ્વારા અને પ્રત્યક્ષ નિષ્ઠાથી તુકારામ અભંગો દ્વારા બોલવા

    લાગે છે. આ બોલ અનુભવના હોવાને કારણે સામાન્ય માણસને પોતાનું જ રૂપ તેમાં જૉવા મળે છે.

    જાનપદ, ગામઠી, લોકજીવનની ગંધ ધરાવનારી તેમની ભાષા સામાન્ય માણસને પોતીકી લાગે છે.

    એટલું જ નહીં પણ આધુનિક મરાઠી કવિતા પર અને વિચારકો પર તુકારામે પોતાના વિચાર અને

    ભાષાની અમીટ છાપ ઉપસાવી છે. સુભાષિતની પેલે પારના

    તુકારામનાં અભંગો વૈશિષ્ટપૂર્ણ નીવડયાં છે.

  3. jyoti hirani said,

    November 9, 2011 @ 12:36 PM

    મુક્તક છે કે પાણિદાર મોતેી . વાહ સન્દિપભાઈ

  4. મીના છેડા said,

    November 9, 2011 @ 1:11 PM

    ગયા અઠવાડિયે જ કવિમિત્રએ આ મુક્તક સંભળાવ્યું ને આજે અહી માણીને યાદ ફરી તાજી થઈ….

  5. Milind Gadhavi said,

    November 10, 2011 @ 10:03 AM

    સુંદર…

  6. વિવેક said,

    November 11, 2011 @ 12:59 AM

    સુંદર મૌકિતિક… પ્રજ્ઞાજુની ટિપ્પણી પણ માહિતીપૂર્ણ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment