શ્વાસની લાલચ હતી ‘ઈર્શાદ’, એ,
કૈંક ભવની કેદનું કારણ ન પૂછ.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

આનંદલોક – કુસુમાગ્રજ

મારા આનંદલોકમાં
ચંદ્ર આથમતો નથી
દરિયો અતળ પ્રેમનો
કદી વાવાઝોડાતો નથી

મારા આનંદલોકમાં
કર્યું વસંતે ઘર
આંબે આંબે ડાળીઓ પર
ફૂટે કોકિલના સ્વર.

સાત રંગોની મહેફિલ
વહે અહીં હવા
અહીં મરણ પણ નાચે
મોરપિચ્છકલાપ લઈને.

– કુસુમાગ્રજ
(અનુ. જયા મહેતા)

દુ:ખને સંઘરવા માટે એક ખૂણો જોઈએ, જ્યારે આનંદને માટે તો આખુ જગત – આનંદલોક – જોઈએ. કવિએ મારા આનંદલોકની વાત કરી છે – પોતાના અંગર આનંદલોકની. દરેકે પોતાનું આનંદલોક રચવાનું હોય છે. એવું આનંદલોક કે જેમાં મૃત્યુ પણ એક ઓચ્છવ બનીને આવે !

9 Comments »

  1. Deval said,

    October 12, 2011 @ 12:16 AM

    અહીં મરણ પણ નાચે
    મોરપિચ્છકલાપ લઈને.

    વાહ્….

  2. Rina said,

    October 12, 2011 @ 12:23 AM

    beautiful…..

  3. Dinesh Pandya said,

    October 12, 2011 @ 7:16 AM

    ગ્નાનકુસુમાગ્રજ (વિષ્ણુ વામન શિરવાડકર)

  4. Dinesh Pandya said,

    October 12, 2011 @ 7:23 AM

    જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા કુસુમાગ્રજ (વિષ્ણુ વામન શિરવાડકર) જેવા મહાન મરાઠી સાહિત્યકારની
    સુંદર કવિતાઓ તરફ લઈ જવા બદલ ધન્યવાદ્!

    દિનેશ પંડ્યા

  5. વિવેક said,

    October 12, 2011 @ 7:53 AM

    સુંદર !

  6. pragnaju said,

    October 12, 2011 @ 9:19 AM

    સરસ
    સાત રંગોની મહેફિલ
    વહે અહીં હવા
    અહીં મરણ પણ નાચે
    મોરપિચ્છકલાપ લઈને.
    વાહ્
    યાદ આવ્યુ
    “એકમેકને ગમતી સળીઓ શોધીએ આપણે સાથે;
    મનગમતા માળાનું સપનુ જોયુ છે સંગાથે.
    અણગમતુ જ્યાં હોય કશું ના માળો એક હુંફાળો,”

  7. surbhi said,

    October 12, 2011 @ 11:48 AM

    ખુબ જ સુન્દર્…..

  8. Dhruti Modi said,

    October 12, 2011 @ 2:49 PM

    આનંદ, આનંદ………

  9. P Shah said,

    October 13, 2011 @ 1:56 AM

    એવું આનંદલોક માણ્યું કે જેમાં મૃત્યુ પણ એક ઓચ્છવ બનીને આવે !
    આનંદ અને
    આભાર ધવલભાઈ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment