શાયરીમાં કોઈ સચ્ચાઈ ન હો,
મારા હાથે એવી લુચ્ચાઈ ન હો.
-મેહુલ પટેલ ‘ઈશ’

ગીતાંજલિ – પુષ્પ:૦૩: રવીન્દ્રનાથ ટાગોર (અનુ. વિવેક મનહર ટેલર)

Tagore_1

I know not how thou singest, my master! I ever listen in silent amazement.

The light of thy music illumines the world. The life breath of thy music runs from sky to sky. The holy stream of thy music breaks through all stony obstacles and rushes on.

My heart longs to join in thy song, but vainly struggles for a voice. I would speak, but speech breaks not into song, and I cry out baffled. Ah, thou hast made my heart captive in the endless meshes of thy music, my master!

– Ravindranath Tagore

*

મને ખબર નથી નથી, ઓ મારા માલિક ! તું શી રીતે ગાય છે. હું હંમેશા મૂકાશ્ચર્યથી સાંભળતો રહું છું.

તારા સંગીતનું અજવાળું વિશ્વને ઝળાંહળાં કરે છે. તારા સંગીતનો પ્રાણવાયુ આકાશે આકાશમાં વિસ્તરતો રહે છે. તારા સંગીતનું પવિત્ર ઝરણું ભલભલા પત્થર જેવા અવરોધો ભેદીને પણ અનવરત વહેતું રહે છે.

મારું હૃદય તારા ગીતમાં જોડાવા તો ઝંખે છે પણ અવાજ માટે નિરર્થક પ્રયાસ કરે છે. હું બોલવા તો જાઉં છું પણ મારા બોલ ગીતમાં પરિણમતા નથી, અને હું મૂંઝાઈને રડી પડું છું. આહ, મારા માલિક ! તારા સંગીતની અંતહીન જાળમાં તેં મારા હૃદયને બંદી બનાવ્યું છે.

-અનુ. વિવેક મનહર ટેલર

*

ઈશ્વરના સૂરમાં સૂર પુરાવવાની મંશા કોને ન થાય? પણ એના ગીત-સંગીતની રીત કોણ કળી શકે છે? એનું સંગીત આખા વિશ્વને રોશન કરે છે, બ્રહ્માંડમાં પ્રાણવાયુ થઈ રેલાય છે અને ભલભલા પથ્થર જેવા હૈયાને પણ ભેદી રહે છે. એના સૂરમાં તાલ પુરાવવાની વાત તો દૂર રહી, એમ કરવા જતાં આપણને તો અવાજ માટેય ફાંફા મારવા પડે છે. કારણ? કારણ એ જ કે એના અનંતગાનની જાળમાં આપણું અંતઃકરણ સદા માટે કેદ થયું છે…

7 Comments »

  1. Rina said,

    October 1, 2011 @ 1:01 AM

    beautiful…..

  2. neerja said,

    October 1, 2011 @ 1:38 AM

    beautiful expression too good translation which makes poem easy to understand. .

  3. મીના છેડા said,

    October 1, 2011 @ 3:12 AM

    વાહ!!

  4. himanshu patel said,

    October 1, 2011 @ 10:40 AM

    સરસ અનુવાદ ઉત્તમ કાવ્યનો.
    એક સજેશન છેલ્લી પંક્તિમાં ભાર ‘તેં’ ઉપર છે, મારા મતે એ’મારા હૃદયને’ પછી વધારે અસરકારક રહેશે.

  5. pragnaju said,

    October 1, 2011 @ 9:45 PM

    સુંદર અનુવાદ મહાન કાવ્યનો
    મારું હૃદય તારા ગીતમાં જોડાવા તો ઝંખે છે પણ અવાજ માટે નિરર્થક પ્રયાસ કરે છે. હું બોલવા તો જાઉં છું પણ મારા બોલ ગીતમાં પરિણમતા નથી, અને હું મૂંઝાઈને રડી પડું છું. આહ, મારા માલિક ! તારા સંગીતની અંતહીન જાળમાં તેં મારા હૃદયને બંદી બનાવ્યું છે
    સંગીત. સંગીત એ જીવનનો ધબકાર છે સંગીત એ સૂર ની સાધના છે સંગીત એ ફૂલની નજાકત છે સંગીત એ મનની કળા છે સંગીત એ દિલના સ્પંદનો છે સંગીત એ શમણા ની સરિતા છે સંગીત એ ભાવનાનું મંદિર છે સંગીત એ પ્રભુ સાથેની ભાષા છે

  6. kishoremodi said,

    October 2, 2011 @ 8:20 AM

    સુંદર અનુવાદ્

  7. Dhruti Modi said,

    October 4, 2011 @ 4:16 PM

    રવીન્દ્ર્નાથની ગીતાંજલી ઍટલે વેદની ઋચા.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment