કોઈની યાદ બારી બની ગઈ ‘નયન’
સાંજ જેવું ઝીણું ઝરમર્યા તે અમે
નયન દેસાઈ

ભાગ્ય અજબ -હરીન્દ્ર દવે

ભાગ્ય અજબ, કે વિધિએ મારો કાગળ રાખ્યો કોરો,
શ્યામ, તમે મનફાવે તેવું ભાગ્યચક્ર ત્યાં દોરો.

સઘન મેઘની રાત, આંગણે રાહ હજી હું જોતી,
મનગમતો દશનો તારો લઉં વાદળ વચ્ચે ગોતી,
ધખતી વિરહઅગનની શૈયા પર હું લેતી પો’રો.

પરણ પરણ પર જળનાં બિંદુ રચે કુંડળી કોની?
લહરલહર મનના આકાશે કથે કથા અનહોની,
ફૂલ બધાં વીંટળાઈ બનાવે સુંદરવરનો તોરો.

– હરીન્દ્ર દવે

ધખતી વિરહઅગનની શૈયા પર પો’રો લઈ શકવા સમર્થ ગોપીનું ભાગ્ય કદી કોરું હોય ખરું?

1 Comment »

  1. Atul Jani (Agantuk) said,

    September 23, 2011 @ 3:57 AM

    ગોપીભાવ વ્યક્ત કરતું હ્રદયસ્પર્શી ઉર્મીગીત – હરીન્દ્રભાઈ દવેની કલમ હોય પછી કહેવાનું જ શું હોય?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment