વૃક્ષ પાસે એ કસબ છે, આપણી પાસે નથી,
સાવ લીલાંછમ થઈ વરસાદનું સ્વાગત કર્યું.
ઉર્વીશ વસાવડા

મુક્તક – ‘આસિમ’ રાંદેરી

જોઈને એકલો મને અંબર ઉદાસ છે,
જ્યાં જઈને બેસતા’તા, એ પથ્થર ઉદાસ છે;
છે હોઠ પર તો સ્મિતનો ચમકાર દીસતો,
કિંતુ કો’ એક જણ મારી અંદર ઉદાસ છે !

– ‘આસિમ’ રાંદેરી

સ્મિત અને ઉદાસી બંને વિરોધાભાસી હોવા છતાં કદાચ એકીસાથે રહી શકે છે.

9 Comments »

  1. Rina said,

    September 15, 2011 @ 12:13 AM

    વાહ ……

  2. વિવેક said,

    September 15, 2011 @ 3:32 AM

    સુંદર !

  3. મીના છેડા said,

    September 15, 2011 @ 5:06 AM

    સુંદર

  4. pragnaju said,

    September 15, 2011 @ 8:19 AM

    છે હોઠ પર તો સ્મિતનો ચમકાર દીસતો,
    કિંતુ કો’ એક જણ મારી અંદર ઉદાસ છે !

    સ રસ
    બાહ્ય સજાગતા અંદરની જાગૃતિ આવવાથી જીવનની ઉદાસી ખતમ થઈ જાય છે.

    સાહિત્યમાં એક શબ્દ આવે છે ક્ષણભંગુર. ઉદાસીભાવને ક્ષણભંગુર રાખવો જોઈએ.

    ઉદાસીભાવને વારંવાર યાદ કરવાની ટેવ ભવિષ્યમાં મોંઘી પડી શકે છે.

    સમ્યકબોધ આપણી અંદર પ્રસન્નતાને વધારે છે

    અને તેનાથી બાહ્ય પ્રાપ્તિનો અર્થ બદલાઈ જશે.

  5. Devika Dhruva said,

    September 15, 2011 @ 11:01 AM

    કિંતુ કો’ એક જણ મારી અંદર ઉદાસ છે !

    બહોત ખુબ…..

  6. Dhruti Modi said,

    September 15, 2011 @ 3:24 PM

    છે હોઠ પર તો સ્મિતનો ચમકાર દીસતો,
    કિંતુ કો’ ઍક જણ મારી અંદર ઉદાસ છે!

    જમાનાને બતાવવા ઘણી વાર હોઠ મરકતા રાખવા પડે, પરંતુ દિલમાં ઉદાસી છવાયેલી હોય છે, ઍ હકીકત છે.સુંદર મુક્તક.

  7. Maheshcandra Naik said,

    September 15, 2011 @ 4:46 PM

    ઉદાસીનતા વ્ય્ક્ત કરતુ મુક્તક…………….સલામ શાયરશ્રી રાંદેરી સાહેબને……….

  8. Sakshar said,

    September 15, 2011 @ 8:14 PM

    આંખો મેં નમી, હંસી લબો પર;
    ક્યા હાલ હૈં ક્યા દિખા રહે હો.

  9. P Shah said,

    September 15, 2011 @ 11:42 PM

    જોઈને એકલો મને અંબર ઉદાસ છે,..
    સરસ !
    સુંદર મુક્તક !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment