શી ખબર કોને ભીંજવશે ક્યાં જશે ?
નામ ક્યારે હોય છે વાદળ ઉપર ?
મનહરલાલ ચોક્સી

હે, મિત્ર ! – અનામી – અનુ.જગદીશ જોષી

હું તને પ્રેમ કરું છું માત્ર એટલા માટે નહીં કે તું તું છે,
પણ તારી સાથે હોઉં ત્યારે હું જે હોઉં છું એટલા માટે પણ.
હું તને પ્રેમ કરું છું તેં તારી જાતને જે રીતે આકારી છે
એટલા માટે જ નહીં, પણ તું મને જેવો ઘડ્યા કરે છે
એટલા માટે પણ.

હું તને એટલા માટે પ્રેમ કરું છું કે મને એક અચ્છો જીવ બનાવવા માટે
કોઈ પણ સંપ્રદાય જે કંઈ કરી શક્યો હોત એના કરતાં અને
મને સુખી કરવા માટે કોઈ પણ વિધાતા જે કંઈ કરી શકી હોત એના કરતાં
તેં મારા માટે વધારે કર્યું છે.

તું આ સાધે છે તે પોતાપણું જાળવીને જ.
અંતે તો,
મિત્ર બનવાનો મરમ જ કદાચ આ છે.

અંગત રીતે ઈશ્વરે મારા પર એટલી કૃપા અવશ્ય કરી છે કે હું કાવ્યને મારી પોતાની લાગણીઓની અભિવ્યક્તિ માની શકું તેવા ચંદ મિત્રો એણે મને આપ્યા છે…..

7 Comments »

  1. brinda said,

    August 17, 2011 @ 2:39 AM

    મિત્રતાની ઉમદા વાત! સચોટ અને હ્રદય સુધી પહોંચી જાય તેવી કવિતા.

  2. shantilal bauva said,

    August 17, 2011 @ 1:54 PM

    This english poem I read in Kavita magazine.
    I love you
    Not only for what you are
    But
    For what I am when I am with you.ટઠિસ એન્ગ્લિસશ પોએમ ઈ રેઅદ ઇનવિત મગઝિનેઈ લોવે યોઉણોત ઓન્લ્ય ફોર વ્હત યોઉ અરુતોર વ્હત ઈ અમ વ્હેન ઈ અમ વિતથ યોઉ

  3. kartika desai said,

    August 17, 2011 @ 4:06 PM

    JayShreeKrishna.
    Mitr mate ni lagni…kevi adbhut anubhuti! ghanu j gamyu.shubh din.

  4. ધવલ said,

    August 18, 2011 @ 8:12 AM

    આમીન !

  5. shriya said,

    August 18, 2011 @ 9:57 PM

    વાહ!!….
    હું તને પ્રેમ કરું છું માત્ર એટલા માટે નહીં કે તું તું છે,
    પણ તારી સાથે હોઉં ત્યારે હું જે હોઉં છું એટલા માટે પણ.

  6. વિવેક said,

    August 19, 2011 @ 3:03 AM

    હું તને પ્રેમ કરું છું માત્ર એટલા માટે નહીં કે તું તું છે,
    પણ તારી સાથે હોઉં ત્યારે હું જે હોઉં છું એટલા માટે પણ.

    – વાહ ! ઊંચી વાત…

  7. pragnaju said,

    December 12, 2018 @ 12:23 PM

    આપણે કોઈકના મિત્ર છીએ – એનો રાજીપો ઊજવવાની રચના છે!
    મૈત્રી એ તો મિજાજ છે, જેવા છીએ એવા એકબીજાને સ્વીકારી લેવાનું, … જ્યાં આપણે ‘ખૂલવા’ માટે રાહ જોવી પડતી નથી. ખુલ્લું- ખડખડાટ-બેધડક-બેફામ, ખભો થાબડીને કે ખભા ઉપર ગુંબો મારીને બધું જ કહી શકાય છે અમારા સુરતી મીજાજે ગાળ પણ દેવાય !- તે મિત્ર છે.
    જીવનના હકારની આ રચના -સાતમો ફેરે – એકબીજાના મિત્રો બનીને રહેવાનુ વચન… તમારા જીવનસાથીને મિત્ર બનાવોતો જીવન વધુ સરળ અને સુંદર બની જાય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment