હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું, હું તેથી અનંત છું.
-મરીઝ

ગઝલ – અનિલ ચાવડા

દરિયા-બરિયા, નદિયું-બદિયું, તળાવ-બળાવ શું હેં ?
આંખોના જળમાં રહેવું ત્યાં પડાવ-બડાવ શું હેં ?

ગમે એટલું મનગમતાને ચાહી લીધું ? તો પૂરતું છે,
કસમો-બસમો, વચનો-બચનો, ઠરાવ-બરાવ શું હેં ?

જે થયું હતું એ છાતી અંદર ઊંડે ઊંડે થયું હતું,
ઘટના-બટના, કિસ્સા-બિસ્સા, બનાવ-ફનાવ શું હેં ?

જેને આવી પાંખો એને ઊડવા દીધા પંખી માફક,
હદથી ઝાઝો કોઈના પ્રત્યે લગાવ-બગાવ શું હેં ?

પોતાના વિનાય અમે તો હે…ય ચેનથી જીવી લીધું,
ખાલીપા-બાલીપા કે આ અભાવ-બભાવ શું હેં ?

– અનિલ ચાવડા

અનિલની આ ગઝલ એના ભાષાકર્મના કારણે સવિશેષ સ્પર્શી જાય છે. રોજિંદી બોલચાલમાં આપણે જે લહેકાથી શબ્દોની દ્વિરુક્તિ શબ્દોને બહેકાવીને કરીએ છીએ એ શૈલીની આ ગઝલ વાંચતાવેંત ગમી જાય એવી છે…

અને હા, અનિલને ‘યુવા ગૌરવ પુરસ્કાર ૨૦૧૦’ પછી તેરમી ઓગસ્ટે મુંબઈ ખાતે INT તરફથી ‘શયદા પુરસ્કાર’ પણ એનાયત થનાર છે. ફરી ફરીને અભિનંદન, દોસ્ત!

25 Comments »

  1. maulik said,

    August 12, 2011 @ 3:48 AM

    great………..

  2. Bharat Trivedi said,

    August 12, 2011 @ 9:46 AM

    ગમે એટલું મનગમતાને ચાહી લીધું ? તો પૂરતું છે,
    કસમ-બસમો, વચનો-બચનો, ઠરાવ-બરાવ શું હેં ?

    અનિલ એટલે અનિલ ! ગુજરાતી ગઝલની આજ અને આવતી કાલ ! બેશક, સાધ્યંત સુંદર ગઝલ. – ભરત ત્રિવેદી

  3. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    August 12, 2011 @ 10:56 AM

    ભરતભાઈના મંતવ્ય સાથે સંમત થવામાં કાંઈ જ ખોટું નથી.

  4. સુનીલ શાહ said,

    August 12, 2011 @ 10:59 AM

    સુંદર ગઝલ.. બધા જ શેર સરસ થયા છે.

  5. jigar joshi 'prem' said,

    August 12, 2011 @ 11:47 AM

    વાહ ! અનિલ મજા આવી

  6. P Shah said,

    August 12, 2011 @ 11:49 AM

    ઉત્તમ રચના !
    અભિનંદન, અનિલભાઈ !

  7. Dhruti Modi said,

    August 12, 2011 @ 8:53 PM

    ખૂબ મઝા પડી ગઈ. કેટલી સજીવ ગઝલ. ખૂબ ખૂબ અભિનંદન અનિલભાઈને.

  8. sudhir patel said,

    August 12, 2011 @ 10:21 PM

    સુંદર ગઝલ સાથે કવિશ્રી અનિલ ચાવડાને ફરી હાર્દિક અભિનંદન!
    સુધીર પટેલ.

  9. ધવલ said,

    August 12, 2011 @ 11:15 PM

    જેને આવી પાંખો એને ઊડવા દીધા પંખી માફક,
    હદથી ઝાઝો કોઈના પ્રત્યે લગાવ-બગાવ શું હેં ?

    – સરસ !

  10. કિરણસિંહ ચૌહાણ said,

    August 13, 2011 @ 4:09 AM

    નોખા મિજાજની જોરદાર ગઝલ.

  11. Deval said,

    August 13, 2011 @ 8:23 AM

    જેને આવી પાંખો એને ઊડવા દીધા પંખી માફક,
    હદથી ઝાઝો કોઈના પ્રત્યે લગાવ-બગાવ શું હેં ?
    waah….Kavi shree ne 13mi august ae malnara shayada award mate khub khub abhinandan

  12. Jayraj H. Thaker said,

    August 13, 2011 @ 4:19 PM

    વાહ ! વાહ ! વાહ !

    અઁતરમાઁથી નિકળતી આહને સાવ સહજતાથી રોકીને અને ચાલ્યા જનારાને ન રોકીને જાણે કાઁઈ જ બન્યુઁ જ નથી તેમ બતાવવાની “બચાવપ્રયુક્તિ” ખરેખર હ્ર્દયને સ્પર્શી ગઈ !

    ફરીથી અભિનઁદન, શયદા એવોર્ડ માટે પણ !

  13. sudhir patel "radhai" said,

    August 14, 2011 @ 3:20 AM

    kya bat hai!..

    mijaz apna bahot ku6 khandani hum bhi rakhte hai,
    kai kisse kai baate purani..hum bhi rakhte hai……. .

    AAZIR

    aa sher ni jem gazal ma mijaz dekhai aave 6e:D khas karine chotha sher ma..jiyo pyare.

    jai shree krishna

  14. અનામી said,

    August 14, 2011 @ 7:17 AM

    વાહ…

  15. Dr.Manoj L. Joshi 'Mann' (Jamnagar) said,

    August 15, 2011 @ 4:49 PM

    વાહ…અનિલભાઈ…વાહ….રાહત ઈન્દોરી સાહેબની ‘ચાકુ-વાકુ,છુરિયા-વુરિયા,ખંજર-વંજર સબ…ઉસકિ નીલી આંખોંમે હે જંતર-મંતર સબ’…… યાદ આવી ગઈ. ખુબ જ સુંદર રચના…

  16. Rakesh shah said,

    August 16, 2011 @ 8:34 AM

    Wah! Bahuj saras chhe!

  17. Prashant Olpadkar said,

    August 17, 2011 @ 11:02 AM

    આ કવિતા નિ દાદાગિરિ તો કોઇનેય ગમિ જાય એવિ ચ્હે..હે?

  18. anil chavda said,

    August 17, 2011 @ 12:39 PM

    Tamaam Mitrono khub khub aabhari chhu.

    VIVEKBHAI Aap avar navar maari anek kavitao loko sudhi pahonchadta raho chho aeni maate kaya shabdoma aabhar maanu?

  19. Viththal Talati said,

    August 17, 2011 @ 2:55 PM

    પોતાના વિનાય અમે તો હે…ય ચેનથી જીવી લીધું,
    ખાલીપા-બાલીપા કે આ અભાવ-બભાવ શું હેં ? સરસ રચના

  20. કુણાલ said,

    August 18, 2011 @ 1:02 AM

    one of the best gazals I’ve had so far !!

    many many congratulations !

  21. ramkrishna said,

    August 18, 2011 @ 8:35 AM

    dear surati gazal ni yad aavi gai……
    k hamna to keto 6 k tane mari aakho na papan par tane besadu pa6i matha upar chadhi jaj to keto nai…..

    2vashan bhatkay to keto nahi………………

    agyat kavi…..

  22. shailesh pandya BHINASH said,

    August 19, 2011 @ 5:23 AM

    Kya bat hai..Raja……very nice….

  23. Hemal Pandya said,

    September 2, 2011 @ 11:47 AM

    ગમે એટલું મનગમતાને ચાહી લીધું ? તો પૂરતું છે,
    કસમો-બસમો, વચનો-બચનો, ઠરાવ-બરાવ શું હેં ?

    Love is about loving, not making contracts. Very nice.

  24. praheladprajapatidbhai said,

    October 18, 2011 @ 7:39 PM

    બહુજ સરસ
    જે થયું હતું એ છાતી અંદર ઊંડે ઊંડે થયું હતું,
    ઘટના-બટના, કિસ્સા-બિસ્સા, બનાવ-ફનાવ શું હેં ?
    અભિનન્દન

  25. PALASH SHAH said,

    April 16, 2020 @ 5:22 AM

    પોતાના વિનાય અમે તો હે…ય ચેનથી જીવી લીધું,
    ખાલીપા-બાલીપા કે આ અભાવ-બભાવ શું હેં ?

    – અનિલ ભાઈ .. ખૂબ મજા આવી …..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment