આ છાતી વચોવચ છે રજવાડું રણનું,
મળ્યું નામ, ક્યાં તોય ‘મેહુલ’ થવાયું ?
– મેહુલ એ. ભટ્ટ

ચુપચાપ – વિવેક મનહર ટેલર

બધા અહીં જ હતા એ છતાં બધા ચુપચાપ,
અમે બધાથી અલગ ક્યાં હતા ? રહ્યા ચુપચાપ.

યુગો યુગોથી આ એક જ કહાણી ચાલે છે,
લૂંટાય કોઈ સરેઆમ ને સભા ચુપચાપ.

ફરીને જોયું તો બસ, હું ને મારી એકલતા,
હવાની જેમ બધા ક્યાં સરી ગયા ચુપચાપ ?

બજારમાં નથી લેવાલ કોઈ એ જોઈ,
અમે ગયા તો બૂમાબૂમ પણ ફર્યા ચુપચાપ.

અખૂટ વાતો ભીતરમાં ભરી હતી એ છતાં,
નવા મિલનમાં હતાં બેય જણ જરા ચુપચાપ.

બચાવ માટે કરી છે દલીલ ક્યાં કોઈ ?
ખુશીથી ભોગવી છે મેં સજા સદા ચુપચાપ.

ચીરીને વજ્ર સમી છાતી આ દીવાલ તણી,
કશુંક નક્કી કહી રહી છે આ લતા ચુપચાપ.

-વિવેક મનહર ટેલર
(૧૦ જુલાઈ, ૨૦૧૧)

‘ચુપચાપ’ નામ છે પણ ગઝલ ઘણી મઝાની વાત કહે છે – ને નજાકતથી કહે છે. જેનામાં દીવાલને ફાડીને બહાર આવવાની તાકાત હોય એ લતાને કશું ક્હેવા માટે શબ્દોની જરૂર જ નથી રહેતી !

27 Comments »

  1. neerja said,

    July 25, 2011 @ 9:42 PM

    beautiful poem. .

  2. Rina said,

    July 26, 2011 @ 12:44 AM

    વાહહહ………..

  3. મીના છેડા said,

    July 26, 2011 @ 1:57 AM

    ફરીને જોયું તો બસ, હું ને મારી એકલતા,
    હવાની જેમ બધા ક્યાં સરી ગયા ચુપચાપ ?

    ………………
    વાહ!!!

  4. રાકેશ ઠક્કર, વાપી said,

    July 26, 2011 @ 3:02 AM

    બહોત ખૂબ ! ચુપચાપ ઘણુઁ કહી જતી ગઝલ…
    અખૂટ વાતો ભીતરમાં ભરી હતી એ છતાં,
    નવા મિલનમાં હતાં બેય જણ જરા ચુપચાપ.

  5. ક્લ્યાણી વ્યાસ said,

    July 26, 2011 @ 3:49 AM

    ચીરીને વજ્ર સમી છાતી આ દીવાલ તણી,
    કશુંક નક્કી કહી રહી છે આ લતા ચુપચાપ.

    ચુપચાપનો નો અર્થ દીવાલને ફાડીને બહાર આવતી લતાને જોઈને સમજાય જાય કે કશુ કહેવાની જરૂર નથી . ચુપચાપ રહીને પણ બધું જ કહેવાઈ જાય છે.

    ખુબ સરસ દ્રષ્ટાંત.

  6. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    July 26, 2011 @ 9:33 AM

    કેટલી બધી બોલકી રચના !

  7. Rina said,

    July 26, 2011 @ 9:47 AM

    એક ચુપચાપ ઉર્દૂ ગઝલ …શાયરનું નામ ધ્યાન નથી…

    रगों में ज़हर के नश्तर उतर गए चुपचाप
    हम अहले-दर्द जहां से गुज़र गए चुपचाप
    किसी पे तर्के-तआल्लुक का भेद खुल ना सका
    तेरी निगाह से हम यूँ उतर गए चुपचाप
    पलट के देखा तो कुछ भी न था हवा के सिवा
    जो मेरे साथ थे जाने किधर गए चुपचाप
    उदास चेहरों में रो रो के दिन गुज़ार दिया
    ढली जो शाम तो हम अपने घर गए चुपचाप
    हमारी जान पे भारी था गम का अफसाना
    सुनी न बात किसीने तो मर गए चुपचाप

  8. nehal said,

    July 26, 2011 @ 10:25 AM

    ……………………………………વાહ..! ખુબ સુંદર રચના..

    મિડીયાના આ બોલકણા યુગમાં અમારું જીવવાનું ચુપચાપ
    આમારી વેદનાઓ ચુપચાપ,અમારા પ્રતિભાવો ચુપચાપ !

  9. P Shah said,

    July 26, 2011 @ 10:42 AM

    નવા મિલનમાં હતાં બેય જણ જરા ચુપચાપ…

    સુંદર ગઝલ ઈ છે વિવેકભાઈ !
    એક સુંદર રદીફથી કવિએ ગઝલનું પોત ચૂપચાપ
    વણી લીધું છે.

  10. P Shah said,

    July 26, 2011 @ 10:50 AM

    રીનાબેને આપેલ ઉર્દુ ગઝલના શાયર છે- ઇકબાલ અશરદ

  11. DHRUTI MODI said,

    July 26, 2011 @ 3:01 PM

    સરસ રચના.

  12. Kalpana said,

    July 27, 2011 @ 6:40 AM

    અમે બધું વાંચી ગયા ચૂપચાપ, વિવેકભાઈ!! ચૂપ રહેનારા, સરકી જનારા ખૂબ શોર મચાવે છે આસપાસના લોકોના મનમા.
    ખૂબ સરસ.
    આભાર.

  13. વિહંગ વ્યાસ said,

    July 27, 2011 @ 7:40 AM

    વાહ….સુંદર ગઝલ.

  14. વિવેક said,

    July 27, 2011 @ 8:44 AM

    એક જ શબ્દની ચુસ્ત અને બોલકી રદીફ વાપરવામાં આવે ત્યારે બે અલગ અલગ શાયરોની ગઝલો એકબીજાને બહુ મળતી આવે એવી સંભાવના રહેતી હોય છે. મારી ગઝલ ઈકબાલ અરશાદની ગઝલ સાથે સૂક્ષ્મ તાંતણાથી સંકળાયેલી છે. કાર ડ્રાઇવ કરતી વખતે ઇકબાલ બન્નોની MP3 સાંભળતા સાંભળતા ઉપર પ્રતિભાવમાં લખાયેલી ઉર્દૂ ગઝલ સાંભળવામાં આવી. રદીફ ચુપચાપ જેવી કાને પડી કે હું અટકી ગયો… કાર આગળ વધતી રહી પણ મારી ગતિ બંધ થઈ ગઈ. અર્જુનને માત્ર પક્ષીની આંખ જ નજરે ચડી હતી એ રીતે ચુપચાપ રદીફ ચુપચાપ મારા દિલો-દિમાગ, મારા અસ્તિત્વ, મારા લોહીની એક-એક બુંદ પર જાણે કબ્જો જમાવી બેઠી… એ પછીની એક પણ કડી મારા કાને ન પડી.. હું આખા રસ્તે એ જ વિચારતો રહ્યો કે હું શું ગુજરાતીમાં ચુપચાપ ગઝલ લખી શકું અને લખું તો કયા છંદમાં? એક શેર મનમાં જન્મ્યો અને છંદ બંધારણ અને કાફિયા નક્કી થઈ ગયા.. ઘરે પહોંચીને ઇન્ડિયન સીટિંગ પર લંબાવીને હું કાગળ લઈને બેઠો. મારી પત્ની અને મારી મુંબઈથી આવેલી મિત્ર મીના મને ખલેલ પહોંચાડ્યા વિના મને જોતાં રહ્યાં.

    અને આ ગઝલ મેં એમને સંભળાવી… એ જ દિવસે બપોરે કાવ્ય ગોષ્ઠીમાં કવિમિત્રોને પણ આ ગઝલ સંભળાવી…

    પાછળથી આ ગઝલ ફરી સાંભળી ત્યારે આશ્ચર્ય થયું કે ઉર્દૂ કવિએ પણ એ જ છંદ પ્રયોજ્યો છે, જે મેં પ્રયોજ્યો હતો…

    ઈકબાલ અરશદની ઉર્દૂ ગઝલ અને મારી આ ગુજરાતી ગઝલ – બંને વચ્ચે આ એક સૂક્ષ્મ તાંતણો છે જેના કારણે આ બંને ગઝલો એક-મેકથી સાવ અળગા શેરોની બનેલી હોવા છતાં બંનેના સંસ્કાર આ એક શેર પર એકબીજાને ખાસ્સા મળતા આવે છે:

    पलट के देखा तो कुछ भी न था हवा के सिवा
    जो मेरे साथ थे जाने किधर गए चुपचाप

    ફરીને જોયું તો બસ, હું ને મારી એકલતા,
    હવાની જેમ બધા ક્યાં સરી ગયા ચુપચાપ ?

    – મારી ગઝલના આ શેર પર ઈકબાલ અરશદની ગઝલના આ શેરની અસર થઈ ગઈ છે, સાવ ચુપચાપ !!

  15. pragnya said,

    July 27, 2011 @ 8:56 AM

    અમે હતા તમારિ આજુબાજુ,પન તમારિ નજર બિજે હતિ ચુપચાપ !!!!

  16. mita parekh said,

    July 27, 2011 @ 9:22 AM

    well said,

  17. ડૉ. મહેશ રાવલ said,

    July 27, 2011 @ 12:21 PM

    સરસ રદિફને સિદ્ધહસ્ત કલમની માવજત મળી અને સર્જાઈ એક આગવી ગઝલ….
    અભિનંદન વિવેકભાઈ..

  18. Manan Desai said,

    July 28, 2011 @ 12:20 AM

    awesome vivek uncle……….aavi j kavita o ne gazal o aapta rejo jethi amne pan aanathi lakhvani prerna upje….

  19. Manan Desai said,

    July 28, 2011 @ 6:01 AM

    સહન શક્તિનિ પન હદ હોઇ ચ્હે,
    ને જિવનનુ એ નક્કિ કદ હોઇ ચ્હે.

    મુલ્ય સમજઈ ચ્હે જયારે અ માનસનુ ત્યરે,
    એનિ આગાલ લાગેલુ સદ્ગગત હોઇ ચ્હે.

    ભલેને મગજને હોઇ લાખો ચાલાકિ,
    પન મ્રારુ દિલ સદા લગ્નિવશ હોઇ ચ્હે.

    શરિર સમે લચરિ સૌને જ રહિ ચ્હે,
    ભલેને શિવ હોઇ કે જદવ હોઇ ચ્હે.

    શરિરે તો મનવ બધા હોઇ ચ્હે ઓ “મન્”,
    બધા મન્થિ ક્યા માનવ હોઇ ચ્હે.
    – મનન દેસાઈ

  20. વિવેક said,

    July 29, 2011 @ 8:43 AM

    ‘લયસ્તરો’ના સહ-સંચાલક હોવા છતાં ‘લયસ્તરો’ પર પોતાની રચના પ્રગટ થતી જોવાની અને મિત્રોના પ્રતિભાવ માણવાની મજા કંઈક ઓર જ છે…

    આ મજા અને આ આનંદ અપાવનાર તમામ મિત્રોનો આભાર, દિલ સે !

  21. સુનીલ શાહ said,

    July 31, 2011 @ 12:21 PM

    તાજગીસભર રચના… અભિનંદન.

  22. વિવેક said,

    August 2, 2011 @ 9:06 AM

    આભાર, સુનિલભાઈ…

  23. Smita Parekh said,

    August 13, 2011 @ 10:12 PM

    વિવેકભાઇ,
    સરસ ગઝલ,ચુપચાપ હ્રદયને સ્પર્શી ગૈ

  24. વિવેક said,

    August 14, 2011 @ 2:27 AM

    આભાર !

  25. ચુપચાપ · શબ્દો છે શ્વાસ મારા said,

    February 18, 2012 @ 12:50 AM

    […] સમય પહેલાં લયસ્તરો પર મૂકેલી આ ગઝલ અહીં […]

  26. Jigar said,

    May 24, 2016 @ 11:18 AM

    ખુબ સુંદર રચના બની છે..

  27. વિવેક said,

    May 25, 2016 @ 1:41 AM

    આભાર, દોસ્ત…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment