ના કદી એથી વધુ પામી શક્યા
પામવાની ધારણા કેવળ હતી.
– રમેશ ઠક્કર

ગઝલ – રવીન્દ્ર પારેખ

તેં પગ ઉપાડી ખુદનું ગુમાવ્યું છે માન પણ,
બાકી તો મારી એ હતી પાછા જવાની ક્ષણ.

છૂટી ગયેલું તીર તો પાછું ફરી ગયું,
જંગલમાં ક્યાંય પણ નથી બાકી બચ્યાં હરણ.

તેથી હરેક ફૂલ પવનની જુએ છે રાહ,
ખરવાનો ભય છે તોય મહેક જાય દૂર પણ.

રેતીનો વાંક કાઢીને યે ઘર નહીં બને,
રેતી હો એટલે જ કૈં બનતું બધે ન રણ.

મારા વગર તું એટલીયે એકલી ન થાય,
જેવી તું ગઈ કે તારી પૂંઠે મોકલ્યું સ્મરણ.

જીવન જો પ્રેમ હોય તો મૃત્યુયે પ્રેમ છે,
કારણ કે બેઉમાં જ નથી ફેર આમ પણ !

જીવનને કોઈ પણ રીતે નિષ્ફળ જવું હતું,
એવામાં કોઈ રોકે તો રોકે ક્યાં લગ મરણ ?

– રવીન્દ્ર પારેખ

કહેવાય છે કે અણી ચૂક્યો સો વરસ જીવે. સંબંધમાં ક્યારેક એવું બને કે સામો માણસ જ પીછેહઠ કરવા પર હોય. એવા વખતે આપણે એ ક્ષણ પારખવામાં થાપ ખાઈ જઈએ અને નિર્ણય લઈ બેસીએ ત્યારે એનું પરિણામ આપણા માથે આરોપી દેવામાં આવે છે… કદાચ અણી ચૂકી ગયા હોત તો…

11 Comments »

  1. કવિતા મૌર્ય said,

    July 16, 2011 @ 2:13 AM

    રેતીનો વાંક કાઢીને યે ઘર નહીં બને,
    રેતી હો એટલે જ કૈં બનતું બધે ન રણ.

    મારા વગર તું એટલીયે એકલી ન થાય,
    જેવી તું ગઈ કે તારી પૂંઠે મોકલ્યું સ્મરણ.

    વાહ !!! સુંદર શેર…!

  2. Lokesh Suthar said,

    July 16, 2011 @ 5:00 AM

    મારા વગર તું એટલીયે એકલી ન થાય,
    જેવી તું ગઈ કે તારી પૂંઠે મોકલ્યું સ્મરણ.

    વાહ્…

  3. Labhshankar Bharad said,

    July 16, 2011 @ 5:53 AM

    ખૂબ સુંદર તેમજ ચોટદાર કૃતિ !

  4. ડેનિશ said,

    July 16, 2011 @ 10:29 AM

    તેથી હરેક ફૂલ પવનની જુએ છે રાહ,
    ખરવાનો ભય છે તોય મહેક જાય દૂર પણ.
    -માનવમાત્રએ સમજવા જેવી વાત .
    ને
    છૂટી ગયેલું તીર તો પાછું ફરી ગયું,
    જંગલમાં ક્યાંય પણ નથી બાકી બચ્યાં હરણ.
    એ શેરમાં કેટલી સહજતાથી આજની પર્યાવરણીય પરિસ્થિતિનો અને વન્યસૃષ્ટિની વર્તમાન સમયમાં થતી અવહેલનાનો તાદૃશ ચિતાર અપાયો છે.રવીન્દ્રકાકાએ આ વાત હરણ માટે કહી છે પણ બધા જ કુદરતી સંસાધનોની આ જ હાલત થઈ રહી છે એવું નથી લાગતું !
    સુંદર ગઝલ !

  5. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    July 16, 2011 @ 10:31 AM

    એરણ પર ઘા પડે ને સોનું ઘડાય તેમ લાગણીઓને ધીબતી આ સુંદર રચના છે.

  6. Kalpana said,

    July 16, 2011 @ 10:55 AM

    ખૂબ સુન્દર રચના. પહેલો શેર છેલ્લે પાછો દોહરાવો તો કાવ્યની સાર્થકતા વધી જાય છે. જીવનને કોઈપણ રીતે નિષ્ફળ જવું હતું– ખરે જ લાખ જતન કરો પણ નિષ્ફળતા ક્યારેક રોકી રોકાતી નથી. ખેર,
    આભાર વિવેકભાઈ

  7. ધવલ said,

    July 16, 2011 @ 11:53 AM

    તેં પગ ઉપાડી ખુદનું ગુમાવ્યું છે માન પણ,
    બાકી તો મારી એ હતી પાછા જવાની ક્ષણ.

    – સરસ !

  8. ડૉ. મહેશ રાવલ said,

    July 16, 2011 @ 12:58 PM

    સરસ વાત લાવ્યા રવીન્દ્રભાઈ….-ગમ્યું.

  9. Maheshchandra Naik said,

    July 16, 2011 @ 1:20 PM

    કવિશ્રી રવિન્દ્ર પારેખને અભિનદન…………….
    તેં પગ ઉપાડી ખુદનું ગુમાવ્યું છે માન પણ,
    બાકી તો મારી એ હતી પાછા જવાની ક્ષણ…………
    આખી ગઝલની વાત આ શૅરમા જ આવી જાય છે……………

  10. gunvant thakkar said,

    July 16, 2011 @ 1:37 PM

    સરળ, સચોટ, અને સુંદર અભિવ્યક્તિ

  11. P Shah said,

    July 19, 2011 @ 3:53 AM

    તેં પગ ઉપાડી ખુદનું ગુમાવ્યું છે માન પણ,
    બાકી તો મારી એ હતી પાછા જવાની ક્ષણ.

    સુંદર ગઝલનો આ શેર ખૂબ ગમ્યો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment