દિશાઓ ફેરવો કાં તો વિચારો ફેરવી નાખો;
રહે જો દૃશ્ય એનું એ જ તો બારી નવી નાખો.
ભાવિન ગોપાણી

ટહુકે ટહુકે ઓગળવુ એ પ્રેમ – તુષાર શુક્લ

ટહુકે ટહુકે ઓગળવુ એ પ્રેમ, સખી, દે તાલી !
આ વધઘટ મનમાં વ્હેમ, પ્રિયે, લે તાલી… દે તાલી !

અધ-મધરાતે ઊડી જતાં એ સપનાં કેરાં સમ,
આંખોના આકાશમાં હોયે કાં’ક તો નીતિ નિયમ;
પરવાળાના ટાપુ જેવી નીંદરને ના લડીએ,
પાંપણ પાળે પ્રીત વસે છે એને જઈને કહીએ.
હોવું આખું મ્હેંક મ્હેંક કે પ્રેમ, સખી, દે તાલી !
આ વધઘટ મનમાં વહેમ, પ્રિયે લે તાલી… દે તાલી !

આપણી વચ્ચે બે કાંઠે આ જમુનાજીનાં જલ,
અહીં ઓગળે હોવું ને ત્યાં ઓગળ તું પલ પલ;
નક્શાની નદીઓને માથે ચિતરાયાનો શ્રાપ,
અધક્ષણ ઉપરવાસમાં મૂઠ્ઠી ચોમાસા શું આપ !
સૂર્યમુખીના સંબંધોની પરવશતાનાં પ્રેમ, સખી, દે તાલી !
આ વધઘટ મનમાં વહેમ, પ્રિયે લે તાલી… દે તાલી !

-તુષાર શુક્લ

કવિશ્રી તુષાર શુક્લને એમના જન્મદિવસ નિમિત્તે એક દિવસ મોડેથી પણ હાર્દિક શુભકામનાઓ… કેમકે શુભેછા મોડી હોઈ શકે છે, મોળી નહીં!


6 Comments »

  1. રાકેશ ઠક્કર, વાપી said,

    July 1, 2011 @ 1:14 AM

    કવિને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ…લે તાલી… દે તાલી !
    સરસ ગીત

  2. dr jagdip nanavati said,

    July 2, 2011 @ 10:30 AM

    ચાલો તુષારભાઈને થોડી વધુ તાલીઓથી
    તેમના જન્મ દિવસે વધાવીએ….

    આજ મને સમજાયું, દે તાલ્લી
    કોઈ પણે શરમાયું, દે તાલ્લી

    સહેજ તને દીઠી, ને શૈષવ પણ
    ક્યાંક જુઓ સંતાયું, દે તાલ્લી

    કાલ મને સપનુ જે આવ્યું’તું
    આંખ મહીં અંજાયું, દે તાલ્લી

    સંગ હતાં આપણે તો કાંટાની
    ફુલ ભલે કરમાયું, દે તાલ્લી

    લાવ ગળે રાખું હું શિવજી થઈ
    એમ કહી પિવાયું, દે તાલ્લી..!!

    ફુટ પડી જીવતરની પાટીમાં
    નામ પછી ભુંસાયું, દે તાલ્લી

    ડો.નાણાવટી

  3. Tushar Shukla said,

    July 7, 2011 @ 8:24 AM

    Thanks a lot ,friends..it is never late for a good wish.

  4. વિવેક said,

    July 7, 2011 @ 8:48 AM

    આભાર, તુષારભાઈ… આપનું અહીં આગમન એ અમારું બહુમાન છે…

  5. Manoj Shukla said,

    July 9, 2011 @ 1:05 AM

    ખુબ ખુબ શુભેચ્છાઓ સાથે હું પણ તાલીમાં સાથ આપુ આ ગીતથી,-

    મઝાની વાત આલ્લે લે, હવે તો હાથ તાલી દે,
    કશું કારણ હતું ક્યાં, દે, હવાને હાથ તાલી દે !

    છરકતી હાથ તાલીથી
    હવા જો મઘમઘી રહે છે,
    સુગંધી વાયરાને એ
    વળી રમણે ચડાવે છે,
    ધજા જો રંગ ગેરૂઓ વિખેરે ફરફરાતી છે,
    મઝાની વાત આલ્લે લે, હવે તો હાથ તાલી દે,

    ન તાલી આજ લે કે દે
    ગુમાવે છે મજાની પળ,
    પછી કાલે મળે તાલી
    -કહે જો હાથ ખાલી કર !
    બને ના એમ કહેવું કે રમત તો આ ઠગારી છે !

  6. Mayur Vadher said,

    April 5, 2012 @ 5:11 PM

    aa vachya pa6i haiya ni high cort pn boli uthi “tushar bhai ni aa rachna mate hadhodi ek baju muki ne de taali “

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment