અમે સૂરજ નથી કે જીદ પર આવી સળગશું રોજ,
અમે તો કોડિયાં, ચાહે જલાવો કે બુઝાવી દો !
– સુધીર પટેલ

હું એકલો….- રમેશ પારેખ

હું મને બહુ એકલો લાગું…..

એમ થાતું કે સાવ છું હું તો ઘઉંવછોયું ફોતરું
ઘોર અંધારું છે એમાંથી પડછાયો કેમ કોતરું ?
પડછાયા વિણ વલવલાટો કોણની સાથે જોતરું ?

આવતી ઊંઘના પગરવે હું ઝબ્બ દઇને જાગું…

એકલતાનો દરિયો અફાટ હું જ પોતે હું જળ રે
શૂન્ય છું હું ને હું જ જાણે શૂન્યનું પ્રકટ ફળ રે
ટકવા માટે દોડતો લેવા ટકવાનું હું બળ રે

સોયની અણી જેમ જ્યાં ને ત્યાં સોંસરો મને વાગું….

loneliness અને aloneness વચ્ચે એક સુસ્પષ્ટ ભેદરેખા હોય છે. જાત સાથે એકલા રહેવું એ કોઈ સહજસિદ્ધ બાબત નથી. જો જાત સાથે એકલા રહી સંપૂર્ણ ઈમાનદારી સાથે જાતને તટસ્થતાથી અને પૂર્વગ્રહમુક્ત રહીને observe કરીએ તો કદાચ ઘણા ચોંકાવનારા સત્યો લાધે….

5 Comments »

  1. nirlep - doha said,

    June 12, 2011 @ 3:21 AM

    top class.

  2. DHRUTI MODI said,

    June 12, 2011 @ 7:45 PM

    ઍટલું સુંદર ગીત છે કે વધુ કશુ ય લખવાને હું લાયક નથી જ.

  3. zapada parbat said,

    June 14, 2011 @ 8:53 AM

    ખૂબ સરસ ,આભાર

  4. mita parekh said,

    June 15, 2011 @ 1:05 AM

    abs meaningfull.

  5. વિવેક said,

    June 15, 2011 @ 2:05 AM

    સુંદર રચના… કવિતા અને તીર્થેશની મિતાક્ષરી નોંધ બંને વિચાર માંગી લે એવા છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment