તું ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા
આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર.
હિતેન આનંદપરા

ગઝલ – દિલીપ જોશી

ચાહવાની પળ પ્રથમ દિનરાત વિસ્તારી હતી.
આગ જેવી જિંદગી બસ રીતે ઠારી હતી !

કેદખાનામાં ને ઘરમાં ફર્ક છે બસ આટલો,
એક ને બારી નથી ને એકને બારી હતી !

જાતથી અળગા થવાનો મર્મ જ્યારે જાણશે,
તું કહેશે કે ગઝલમાં એક ચિંગારી હતી !

પથ્થરોમાં સ્મિત કરતું શિલ્પ સળવળતું રહે,
દોસ્ત ! કેવી ખૂબ ઊંડે ડૂબકી મારી હતી !

ધારણાઓ માત્ર સુખદુઃખની કથાનું મૂળ છે,
મન પડે ત્યાં મોજ, કોણે વાત સ્વીકારી હતી ?

હો અગર માણસ તો તારે આવવું પડશે અહીં,
લાગણી છોને ભલે તેં ભોંમાં ભંડારી હતી !

દિલીપ જોશી

7 Comments »

  1. UrmiSaagar said,

    February 18, 2007 @ 11:23 AM

    હો અગર માણસ તો તારે આવવું પડશે અહીં,
    લાગણી છો‘ને ભલે તેં ભોંમાં ભંડારી હતી !

    વાહ… સુંદર ગઝલ!

  2. ધવલ said,

    February 18, 2007 @ 3:47 PM

    કેદખાનામાં ને ઘરમાં ફર્ક છે બસ આટલો,
    એક ને બારી નથી ને એકને બારી હતી !

    – સરસ !

  3. DILIP JOSHI said,

    May 11, 2007 @ 6:01 AM

    Dear Web Organizor,

    To-day I read my GAZAL in your web “Layastaro.com/?p=659. I am really surprized as how did you find my creation. I presume that i am closely known to you as a poet.

    Regards,

    Dilip Joshi Rajkot.

  4. વિવેક said,

    May 11, 2007 @ 8:16 AM

    પ્રિય દિલીપભાઈ,

    આપના પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર… અમારા ત્રણ સંચાલકોના બૃહત્ વાચનનો લાભ સૌ મિત્રો સાથે વહેંચી શકાય એ જ આશય અમારો રહે છે, એટલે ગમી તે ગઝલના ન્યાયે ચારે દિશાઓમાંથી કવિતાઓ રોજ એકના ધોરણે અહીં મૂકતા રહીએ છીએ… આપને થયેલું આશ્ચર્ય એ જ અમારું ઈનામ છે…

    અસ્તુ !

    વિવેક, ધવલ, સુરેશભાઈ

  5. DILIP JOSHI said,

    May 12, 2007 @ 3:51 AM

    VIVEKBHAI.
    YOUR READING IS VERY SHARP. GO AHEAD ON THIS WAY I AM ALLWAYS WITH YOU. THE TIME IS HEARTLESS AND YOU HAVE LOVING HEART. IT IS MY PLEASUR.

    DILIP JOSHI. RAJKOT

  6. DILIP JOSHI said,

    May 14, 2007 @ 7:27 AM

    ગિરા – ગુર્જરીની વહાવી છે ધારા
    શબદ-સુર જેના છે અજવાળનારા

    અહોરાત આનંદ આનંદ ઊછળે
    બજે – કુન્ડ – દાંમોદરૅ એક્તારા

    દિલીપા જોશી

  7. લયસ્તરો » said,

    May 15, 2007 @ 8:44 AM

    […] DILIP JOSHI: ગિરા – ગુર્જરીની વહાવી છે ધારા શબદ-સુર… […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment