પાંખડીઓ ઉપર તુષાર નથી,
રોજના જેવી આ સવાર નથી.
વિવેક મનહર ટેલર

કવિતા : બ્રેસ્ટ કેન્સરની – એષા દાદાવાળા

હવે મને
ગુલાબને સ્પર્શવાનું ગમતું નથી…
સ્પર્શું છું તો એની પાંદડીઓ કાંટાની જેમ ભોંકાય છે હથેળી પર
પછી હથેળી પર લોહી જામી ગયું હોય એવું
લાગ્યા કરે છે સતત…

બાલ્કનીના કૂંડામાં ઊગેલાં ગુલાબને જોઈને
ઘણીવાર ઝનૂન સવાર થઈ જાય મનમાં…
પછી જોરથી શ્વાસ ચાલવા માંડે
અને હું
કૂંડામાં ઊગેલાં બધાં જ ગુલાબને એક સામટાં તોડી નાખું
અંદરના રૂમમાં દોડી જઈ અરીસા સામે ઊભી રહું
શ્વાસ ચઢી જાય
પણ
જોરથી ચાલતા શ્વાસનો પડઘો પાડવાનું છાતી ભૂલી ગઈ હોય
એમ
સાવ સીધું સપાટ
એનાં જેવું જ
પ્રતિબિંબ
અરીસો પાડે
અને
હું હાથમાં પકડેલાં બધાં ગુલાબને મુઠ્ઠીમાં ભીંસી નાખું…!!

– એષા દાદાવાળા

એષાની કવિતા કાંટાની જેમ ન ભોંકાય તો જ નવાઈ…

11 Comments »

  1. bhargavi said,

    June 2, 2011 @ 2:42 AM

    સરસ

  2. pragnaju said,

    June 2, 2011 @ 6:27 AM

    વેદનાની સચોટ અભિવ્યક્તી
    દેશના મોટાં મોટાં શહેરોમાં દર સાત મિનિટે સ્તન કેન્સરનો એક કેસ દાખલ થઈ રહ્યો છે. આંકડાઓ મુજબ આખા વિશ્વમાં દર વર્ષે ચાર લાખ મહિલાઓ બ્રેસ્ટ કેન્સરના કારણે મૃત્યુ પામે છે. ભારતમાં દર વર્ષે ૮૦ હજાર બ્રેસ્ટ કેન્સરના કેસ જોવા મળે છે.
    સામાન્ય જાગૃતિ પેશન્ટને કેન્સરમુક્ત બનાવી શકે છે.
    અટકાયત માટે ઊજાગર કરતું અછાંદસ

  3. Pushpakant Talati said,

    June 2, 2011 @ 7:06 AM

    ખરીવાત છે. – એષા દાદાવાળાની કવિતા કાંટાની જેમ ભોંકાય જ છે. – જો કે જાગૃતિ દર્દી/પેશન્ટ ને કેન્સરમાંથી બચાવી શકે છે જ.-
    આ માટે કોઈએ યોગ્ય અને અર્થસભર અન્ય અછાંદસ લખવું જોઈએ તેવું હું માનું છું. –

    જેમ ઘણા વર્ષો પહેલા એક હિન્દિ ફિલ્મ ‘આનંદ’ એક અલગ જ પ્રકારનો MASSAGE / સંદેશો લઈને આવેલી તેમ કોઈ રચૈતાયે આ – એષા દાદાવાળાની રચના સામે અલગ જ “આનંદ” ફિલ્મ જેવો MASSAGE આપતી રચના પ્રસ્તુત કરે તેવું હું આહવાન કરું છું. – તો તે બીડૂં જરુર કોઈ “વિરલો” ઉથાવધે જ.

    જય હો ! – જય હો !! – જય હો !!! – જય હો !!!!

  4. Roshanali said,

    June 2, 2011 @ 9:52 AM

    પુશ્પ અને કાન્ટા નુ મેળ- કેમ જુદુ કરાય?

  5. Himanshu said,

    June 2, 2011 @ 10:14 AM

    These words and behavior is psychologically worth noteing. Changes in psychological behavior of a victim- particularly a female are rarely recorded. Truth is stranger than fiction.-himanshu.

  6. DHRUTI MODI said,

    June 2, 2011 @ 3:30 PM

    વેધક અને દર્દસભર કવિતા.

  7. Girish Parikh said,

    June 2, 2011 @ 4:39 PM

    સ્તન કેન્સર પર મુક્તકાવ્ય (અછાંદસ નહીં કહું!) લખવું શરૂ કરી દીધું છે. એને પોઝીટીવ ટ્વીસ્ટ (સ્પીન) આપવા પ્રયત્ન કરીશ. મુક્તકાવ્યનો ડ્રાફ્ટ તૈયાર થતાં http://www.girishparikh.wordpress.com પર પોસ્ટ કરીશ.
    –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

  8. Girish Parikh said,

    June 3, 2011 @ 3:07 PM

    ‘સ્તન કેન્સર ! — કવિતા’ http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કરી દીધી છે. પ્રતિભાવ આપવા વિનંતી.
    –ગિરીશ પરીખ

  9. Pancham Shukla said,

    June 8, 2011 @ 4:36 AM

    વેધક અને મુક્ત અભિવ્યક્તિ. સરસ.


    (કેટલાક કહેવાતા સાક્ષરોના નાકનું (લીસ્સું અને ઉંચ્ચું) ટોપકું આવી કવિતાના કાચપેપરથી ઘસાતું રહે તો જ તેઓ નાક પર બેઠેલી માખી જોઈ શકે).

  10. kanchankumari p parmar said,

    June 10, 2011 @ 7:46 AM

    લગ્ન જિવનના પચાસ વર્શે પણ નવવિવાહિત નાજોશ થિ ત્ર્ણ મ્ંઝિલા ઈમારત આપણે જોશ થિ ચડિ ગયા…….દાકતરશાહેબે પણ ઉમળ્કા થિ વધાવ્યા…..રાબેતા મુજબ શરિર નિ તપાસ થઈ અને પાછિ ફરિ ત્યારે તમારિ આંખો મા મારિ ગેરહાજરિ સતત ઝુરતા જોય્!!!!!

  11. atul nadiyapara said,

    September 30, 2011 @ 6:44 AM

    સરસ કવિતા છે,
    અને સરસ મેસેજ પન છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment