ના ઉંબરે, ન બ્હાર, ન ઘરમાં હતા અમે
શબ્દોની કોઈ ગેબી અસરમાં હતા અમે.
– આશ્લેષ ત્રિવેદી

ગઝલ -યોગેશ વૈદ્ય

લઈ શ્વાસની સાંઢણી, દોસ્તો
ચલો, નીકળો રણ ભણી, દોસ્તો

ઊભી સ્કાયસ્ક્રેપર સમી શ્હેરમાં
ઉદાસીનતા આપણી, દોસ્તો

કર્યાં, બુગદાં વક્ષમાંથી કર્યાં
ચણી, તો દીવાલો ચણી, દોસ્તો

નીકળતી નથી એકે પળ સોંસરી
હયાતીની બુઠ્ઠી અણી, દોસ્તો

નર્યાં સ્વપ્નનાં સોયરાંથી કદી
મટી ના શકે આંજણી, દોસ્તો

-યોગેશ વૈદ્ય

આપણું અસ્તિત્વ જ જો નર્યું બુઠ્ઠું હોય તો હોવાપણાંની કઈ પળ આરપાર નીકળી શકે ?…

7 Comments »

  1. pragnaju said,

    June 4, 2011 @ 7:31 AM

    કર્યાં, બુગદાં વક્ષમાંથી કર્યાં
    ચણી, તો દીવાલો ચણી, દોસ્તો
    બૂઠ્ઠો લાગે ઘડીક લાગણીભર્યો ઘડીક બુઠ્ઠો લાગે ક્યારેક રસ્તો લાગે ને ક્યારેક નકશો લાગે

    નીકળતી નથી એકે પળ સોંસરી
    હયાતીની બુઠ્ઠી અણી, દોસ્તો
    એ શક્તિને સાચવનારી જે શક્તિ છે ને, એ શક્તિ પર આવરણ આવી જાય,
    એ શક્તિ કામ કરતી બુઠ્ઠી થઈ ….
    એટલું સમજે તો નર્યો વૈરાગ જ આવે ને ?
    એટલું ભાન નથી રહેતું. તેથી જ આ જગત
    આવું ચાલે છે ને.દોસ્તો ??

  2. સુનીલ શાહ said,

    June 4, 2011 @ 10:58 AM

    નીકળતી નથી એકે પળ સોંસરી
    હયાતીની બુઠ્ઠી અણી, દોસ્તો

    નર્યાં સ્વપ્નનાં સોયરાંથી કદી
    મટી ના શકે આંજણી, દોસ્તો

    વાહ..!

  3. DHRUTI MODI said,

    June 4, 2011 @ 3:15 PM

    સરસ.

  4. Sudhir Patel said,

    June 4, 2011 @ 4:17 PM

    મસ્ત ગઝલ!
    સુધીર પટેલ.

  5. Rina said,

    June 5, 2011 @ 12:40 AM

    કર્યાં, બુગદાં વક્ષમાંથી કર્યાં
    ચણી, તો દીવાલો ચણી, દોસ્તો….

    વાહ..

  6. ડૉ. મહેશ રાવલ said,

    June 5, 2011 @ 2:38 AM

    સરસ વાત વણી છે…
    અભિનંદન યોગેશજી…

  7. Kalpana pathak said,

    June 5, 2011 @ 10:24 AM

    હતાશાનુ ચુભત રણ.
    સરસ હૈયાવરાળ ઓકતુ કાવ્ય.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment