હશે, કોક જણ તો ઉકેલી ય શકશે
શિલાલેખના અક્ષરે હું મળીશ જ
-રાજેન્દ્ર શુક્લ

મીઠા લાગ્યા તે મને – પ્રભુલાલ દ્વિવેદી

મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા,
જોતી’તી વ્હાલાની વાટ રે : અલબેલા કાજે ઉજાગરો.

પગલે પગલે એના ભણકારા વાગતા,
અંતરમાં અમથા ઉચાટ રે : અલબેલા કાજે ઉજાગરો.

બાંધી મેં હોડ આજ નીંદરડી સાથ ત્યાં,
વેરણ હીંચોળાખાટ રે : અલબેલા કાજે ઉજાગરો.

ઘેરાતી આંખડીને દીધાં સોગન મેં,
મટકું માર્યું તો તારી વાત રે : અલબેલા કાજે ઉજાગરો.

આજના તે જાગરણે આતમા જગાડિયો,
(જાણે) ઊભી હું ગંગાને ઘાટ રે : અલબેલા કાજે ઉજાગરો.

– પ્રભુલાલ દ્વિવેદી

ગુજરાતી રંગભૂમિનું યાદગાર ગીત. શબ્દોમાં લોકગીત જેટલી મીઠાશ અને સાદગી છે. સાંભળવું હોય તો માવજીભાઈની પરબે એનું વિંટેજ રેકોર્ડિંગ પણ તૈયાર છે.

10 Comments »

  1. DHRUTI MODI said,

    April 25, 2011 @ 2:44 PM

    સુંદર ગીત.
    આજના તે જાગરણે આતમા જગાડિયો,
    (જાણે) ઊભી હું ગંગાને ઘાટ રે ઃ અલબેલા કાજે ઉજાગરો.

  2. kaushik patel said,

    April 25, 2011 @ 4:23 PM

    This song reminds me of my past ,some 70 years back we enjoyed such natak songs. Thanks for this nice reminder.

  3. pragnaju said,

    April 25, 2011 @ 5:08 PM

    ભાંગવાડીમા માણેલું વડીલોના વાંકે નાટકમાશ્રી પ્રભુલાલ દ્વિવેદીનું આ ગીત મોતીબાઇના સ્વરમા હજુ ગુંજે છે,વ્હાલો આવશે ત્યારે ઉજાગરાનું જાગરણમાં રૂપાંતર થશે. ભણકારા વાગે, ઉચાટ થાય છે

    અને અમને
    ઘેરાતી આંખડીને દીધાં સોગન મેં
    મટકું માર્યું તો તારી વાત રે…
    અલબેલા કાજે ઉજાગરો

    આજના તો જાગરણે આતમા જગાડ્યો
    જાણે ઊભી હું ગંગાને ઘાટ રે…
    અલબેલા કાજે ઉજાગરો

    મીઠા લાગ્યાં તે મને આજના ઉજાગરા

    આ પંક્તીઓ ગાતા મીઠી કસક થાય,આંખ ભીની થાય અને ગળમા ડુમો લાગે

  4. Bharat Trivedi said,

    April 25, 2011 @ 6:35 PM

    મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા,
    જોતી’તી વ્હાલાની વાટ રે : અલબેલા કાજે ઉજાગરો.

    હવે એ બધું ક્યાં? જમાનો બદલાઈ રહ્યો છે અને તે પણ ઘણો જ તીવ્ર ગતિએ. બે વર્ષ પછી પણ દેશમાં જતાં લાગે કે હું બદલાઈ ગયો છું કે મારો મુલક!

    એક માસ પહેલાં અમદાવાદ જવાનું થયું અને સાંજે ‘ગુફા’ પર એક/બે નાટ્ય રસિક મિત્રોનો ભટો થઈ ગયો અને જુનાં નાટકોના સંવાદ અને સાથે ગીતો યાદ કરવાનો જાણે દૌર ચાલ્યો. બસ મઝા આવી ગઈ. આજે સવારે જ દેશી નાટક સમાજમાં કલાકાર રહી ચૂકેલો મારા બચપણના મિત્ર દીપક ત્રિવેદીને હું યાદ કરતો હતો. એકાદ ગીત પણ આપણને કેવા નોસ્ટેલજીક બનાવી શકે છે!

  5. Capt. Narendra said,

    April 25, 2011 @ 9:05 PM

    ૬૦-૭૦ વર્ષ પહેલાં – અને ત્યાર પછી પણ સાંભળેલ ગુજરાતી નાટ્યસંગીતના શબ્દો આજે વાંચવાની મજા પડી ગઇ. તે વખતના વઢવાણ કૅમ્પમાં નાટક જોવા બાપુજી લઇ જતા, ત્યારે રસ્તામાં ટાવરની નીચે લખુકાકા પંડ્યાની દુકાનેથી ગોળા લેતા, જ્યુબિલી રેસ્ટોરન્ટમાં આઇસક્રીમ અને ત્યાંથી થિયેટર!
    અને ગીતો પણ એવા કે હજી યાદ રહી ગયા છે. એક ‘કૉમીક’નું ગીત “પાપી પીટ્યો આયો, ખાવાનું કંઇ ના લાયો, મારા રોયાને રઝળવાની ટેવ છે!” -“પિયુ પે’લી પૅસેન્જરમાં આવજો!” તમે ભાઇ ખરી યાદોની કુંજ ગલીમાં લઇ ગયા!

  6. વિવેક said,

    April 26, 2011 @ 12:25 AM

    અદભુત ગીત… વાંચતા જ ગમી જાય એવું…

  7. Kalpana said,

    April 26, 2011 @ 9:43 AM

    ઉજાગરા- કષ્ટ કોના માટે કર્યા? આ શરીરના ઉજાગરા નથી, આતમના છે. ધન્ય ઘડી.
    ભાવ જગાવનારુઁ સુન્દર ગીત. આભાર ધવલભાઈ. ગીતનો ઇતિહાસ આપવા બદલ પ્રગ્નાજુભાઈનો ઘણો ઘણો આભાર.

  8. Maheshchandra Naik said,

    April 26, 2011 @ 1:12 PM

    સરસ ગીત ………આત્માના જગાડવાની વાત ખુબ ગમી ગઈ…………….

  9. mahesh dalal said,

    April 27, 2011 @ 6:41 AM

    વાહ વાહ સાત વાર વન્સ મોરે કરવ્યુ હતુ તે યાદ ગાર ભાણ્ગ્વાદિ નિ ન્નાત્યશાળા મા
    યાદ કરવ્આ બદલ આભર કમાલ હતા મોતિબઐ…

  10. bankimchandra shah said,

    April 29, 2011 @ 8:59 AM

    અતિ સુન્દર્. સરલ ભાશામા કેવિ સુન્દર રજુઆત ! આ જ તો ચ્હે કવિ નિ કમાલ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment