પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ?
બસ, હ્રદય વચ્ચે કટારી જોઈએ
મૂકેશ જોષી

ન રહી – જવાહર બક્ષી

સભાનતાની ક્ષિતિજોમાં…. વેદના ન રહી
હવે તો વાત રહી ગઈ છે વારતા ન રહી

નિકટ થવાનું રહ્યું નહિ કે દૂરતા ન રહી
તને મળ્યા પછી તો કોઈ શક્યતા ન રહી

બધાની લાગણી છે ભીંતની તિરાડ સુધી
ઉઘાડું ઘર થયું તો કોઈ આવજા ન રહી

અજાણ્યો સ્પર્શ વિખૂટો પડી જીવી ન શક્યો
નગરથી દૂર જઈને હવા, હવા ન રહી

રહી રહીને વિખરાઈ ગઈ તમામ ક્ષણો
નિરાંત થઈ કે સમયની કોઈ સભા ન રહી

વિચારતો જ રહ્યો તારી વાતનો વિસ્તાર
હું મારું નામ લખું એટલી જગા ન રહી

– જવાહર બક્ષી

સરળ લાગતા એક-એક શેર છેતરામણા છે…ભારોભાર ઊંડાણ છે.

12 Comments »

  1. હેમંત પુણેકર said,

    April 24, 2011 @ 8:47 AM

    સમજવા માટે થોડો પ્રયાસ કરવો પડે છે. બધા શેર સમજાઈ ગયા છે એમ પણ નથી. પણ જે સમજાયા એ અદ્ભુત છે!

  2. સુનીલ શાહ said,

    April 24, 2011 @ 9:42 AM

    બધાની લાગણી છે ભીંતની તિરાડ સુધી
    ઉઘાડું ઘર થયું તો કોઈ આવજા ન રહી

    સુંદર શેર…

  3. marblelessmonk said,

    April 24, 2011 @ 11:35 AM

    Complete understanding and comprehension of a poetry, Ghazal or any other category, is not an exclusive domain of poets and critics. To think that others have illusion about full comprehension of a Ghazal can, in itself, be an illusion due to unnecessary superiority complex.

    Ejnoy the BHAAVA presented. Leave aside technicalities of what more could be expected from whom and why. Life is too short. Appreciate the beauty of the thought without bothering yourself whether to agree with it or not.

  4. pragnaju said,

    April 24, 2011 @ 12:54 PM

    સુંદર ગઝલ
    આ શેર

    હતા પ્રેમની જે પરબ સમા, એ બધા વિખૂટા પડી ગયા
    અમે પ્યાસ લઈને રહી ગયા, ને બધા વિખૂટા પડી ગયા

    વાહ્
    અજાણ્યો સ્પર્શ વિખૂટો પડી જીવી ન શક્યો
    નગરથી દૂર જઈને હવા, હવા ન રહી

  5. jyoti hirani said,

    April 24, 2011 @ 7:20 PM

    ચિન્તનાત્મક ગઝલ્ જવાહરભાઇ નિ અન્ય ગઝલો નિ જેવિ …..

  6. Pinki said,

    April 25, 2011 @ 3:32 AM

    આખીયે ગઝલ સરસ ! પણ આ બે શેર વધુ જચી ગયા !!

    બધાની લાગણી છે ભીંતની તિરાડ સુધી
    ઉઘાડું ઘર થયું તો કોઈ આવજા ન રહી

    વિચારતો જ રહ્યો તારી વાતનો વિસ્તાર
    હું મારું નામ લખું એટલી જગા ન રહી

  7. Rajnikant.A.Shah. said,

    April 25, 2011 @ 6:18 AM

    બધાની લાગણી છે ભીંતની તિરાડ સુધી
    ઉઘાડું ઘર થયું તો કોઈ આવજા ન રહી

    i liked this. nice.

  8. દીપક પરમાર said,

    April 25, 2011 @ 7:23 AM

    અદંરથી હચમચાવી દે એવી ગઝલ…

  9. ધવલ said,

    April 25, 2011 @ 2:59 PM

    બધાની લાગણી છે ભીંતની તિરાડ સુધી
    ઉઘાડું ઘર થયું તો કોઈ આવજા ન રહી

    સરસ

  10. Maheshchandra Naik said,

    April 26, 2011 @ 1:29 PM

    બધાની લાગણી છે ભીંતની તિરાડ સુધી
    ઉઘાડું ઘર થયું તો કોઈ આવજા ન રહી,
    માનવના જીવન સુધી જ બધાને નિસ્બત હોય છે એની સરસ વાત કરી છે………

  11. P Shah said,

    April 29, 2011 @ 4:51 AM

    સરસ રચના !

  12. Rina said,

    November 7, 2012 @ 6:46 AM

    બધાની લાગણી છે ભીંતની તિરાડ સુધી
    ઉઘાડું ઘર થયું તો કોઈ આવજા ન રહી

    Awesome..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment