મેં તો વિદાયનો જ અનુભવ સદા કર્યો,
ખોલી બતાવ્યું આભ જનારા વિહંગમે.
– રઘુવીર ચૌધરી

ગઝલ – ભરત વિંઝુડા

પંખીઓના ટોળામાં ભળીએ હવે
કેમ ઓળખશે પછી પિંકી દવે !

એક પડછાયો પડ્યો ધરતી ઉપર
ને ચડી શકતો નથી તે ઝાડવે !

ને નદી આવીને ખળખળતી મળે
તોય દરિયો એની સામે ઘૂઘવે !

એક જણનું મૌન આખા ગામને
કોઈ અઘરા કાવ્ય માફક મૂંઝવે !

એક પલ્લામાં મૂક્યાં છે શ્રી ગણેશ
તારી વીંટી મૂકી સામા ત્રાજવે !

– ભરત વિંઝુડા

પડકારરૂપ કાફિયાના પોતે વણાયેલી એક મદમસ્ત હમરદીફ-હમકાફિયા ગઝલ ! ત્રાજવાંમાં તોલવાનું પ્રતીક આપણે ત્યાં જાણીતું છે. શિબિ રાજા એક હોલાને બાજથી બચાવવા માટે પોતાનું માંસ કાપી-કાપીને ત્રાજવે મૂકે છે… કૃષ્ણને તુલસીપત્રથી તોલવાની વાત પણ જાણીતી છે… ભરત વિંઝુડા પણ પ્રેમને ઈશ્વરથી ઊંચો સ્થાપિત કરે છે…

19 Comments »

  1. sudhir patel said,

    April 23, 2011 @ 1:52 AM

    વાહ, ગુજરાતી ગઝલના પલ્લાને નમાવતી વજનદાર ગઝલ!
    સુધીર પટેલ.

  2. rajesh gajjar said,

    April 23, 2011 @ 7:14 AM

    ને નદી આવીને ખળખળતી મળે
    તોય દરિયો એની સામે ઘૂઘવે !……….ખુબ સરસ..અભિનંદન..

  3. pragnaju said,

    April 23, 2011 @ 7:38 AM

    સરસ
    ને નદી આવીને ખળખળતી મળે
    તોય દરિયો એની સામે ઘૂઘવે !

    એક જણનું મૌન આખા ગામને
    કોઈ અઘરા કાવ્ય માફક મૂંઝવે !
    વાહ્

  4. Kirftikant Purohit said,

    April 23, 2011 @ 8:12 AM

    સરસ ગઝલ નવેી વિભાવના સાથે.

  5. Bharat Trivedi said,

    April 23, 2011 @ 8:36 AM

    પંખીઓના ટોળામાં ભળીએ હવે
    કેમ ઓળખશે પછી પિંકી દવે !

    આ પિંકી દવેએ તો કમાલ જ કરી છે ! હું હજી પિંકી દવે આગળ જ અટકી ગયો છું !

  6. sapana said,

    April 23, 2011 @ 9:24 AM

    સુંદર ગઝલ!
    સપના

  7. sona jethi said,

    April 23, 2011 @ 11:42 AM

    ને નદી આવીને ખળખળતી મળે
    તોય દરિયો એની સામે ઘૂઘવે !…..
    wah bharatji kya baat hai bahut khoob loved it…very nice…

  8. Kalpana said,

    April 23, 2011 @ 12:50 PM

    આ પીઁકી દવે છે કોણ?
    મૌન ખરેખર અઘરામા અઘરુઁ કાવ્ય છે. ધન્યવાદ કવિને અને આભાર વિવેકભાઈનો અમેરિકામા ફરતા ફરતા અમ જેવાને સરસ કાવ્યો પિરસવા બદલ.

  9. Maheshchandra Naik said,

    April 23, 2011 @ 5:03 PM

    સરસ ગઝલ, જીવન એક પડકાર જ છે ને!!!!!!!!!!!!!!!!!!!!

  10. preetam lakhlani said,

    April 23, 2011 @ 6:17 PM

    ને નદી આવીને ખળખળતી મળે
    તોય દરિયો એની સામે ઘૂઘવે !
    સરસ શેર્……..આવી સરસ ગઝલ હજાર્ લાખો ભરતમાં ફકત ભરત વિંઝુડા જ લખી શકે!

  11. preetam lakhlani said,

    April 23, 2011 @ 6:20 PM

    પીડા તો છે પીડા જેવી ને એના ભાગ્યમાં ડૂમો,
    ગઝલમાં આવી તો ટહુકો થઈને કઈ રીતે આવી.

    અંકિત ત્રિવેદી
    સરસ શેર્……..

  12. preetam lakhlani said,

    April 23, 2011 @ 6:25 PM

    આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય
    ગાંધી કદી સૂતા નથી –
    હસમુખ પાઠક
    આજ ની આ સાંજ સલુની થઈ ગઈ બે ઉત્તમ શેર અને એક લધુ કાવ્ય લયસ્તરો પર્ વાચી, સ્ંપાદક મિત્રોનો આભાર શબ્દમા કહી રીતે વ્યકત કરુ……….!!!!!!!

  13. Ramesh Patel said,

    April 23, 2011 @ 7:02 PM

    ને નદી આવીને ખળખળતી મળે
    તોય દરિયો એની સામે ઘૂઘવે !…

    ઘૂઘવતી સુંદર ગઝલ.ખૂબ ખૂબ અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

  14. વિહંગ વ્યાસ said,

    April 23, 2011 @ 9:14 PM

    ને નદી આવીને ખળભળતી મળે તોય દરિયો એની સામે ઘુઘવે એક જણનું મૌન આખા ગામને કોઇ અઘરા કાવ્ય માફક મુંઝવે , સુધીરભાઇની વાત સાવ સાચી છે. અને મિત્રો, આપણે સોનલ, મૃણાલ, લીલા વગેરે વિશે નથી જાણી શક્યા તો આ પિંકી દવેનું રહસ્ય કેવી રીતે ઉકેલી શકીશું…..નેતિ નેતિ…..!

  15. Rajnikant.A.Shah. said,

    April 24, 2011 @ 2:36 AM

    એક પલ્લામાં મૂક્યાં છે શ્રી ગણેશ
    તારી વીંટી મૂકી સામા ત્રાજવે !

    what an imagination !!!!
    i enjoyed.

  16. Pinki said,

    April 25, 2011 @ 3:46 AM

    વાહ્ ! સરસ ગઝલ !

    ત્રાજવાનાં બે પલ્લાં તો જ સરખાં થાય,
    જ્યારે એકમાં પ્રેમ હોય અને બીજામાં ઈશ્વર !

  17. Bharat Trivedi said,

    April 25, 2011 @ 10:23 AM

    “આવી સરસ ગઝલ હજાર્ લાખો ભરતમાં ફકત ભરત વિંઝુડા જ લખી શકે!” ભરત વિંઝુડા ઉપરાંત પણ લયસ્તરોને અન્ય ભરત જેવા કે ભરત ત્રિવેદી, ભરત પાલ, ભરત ભટ્ટ ‘તરલ’, ભરત ભટ્ટ’ પવન’ અને ભરત ‘યાગ્નિક’ જેવા કવિયોની રચનાઓનો લાભ મળ્યો છે. આ ઉપરાંત બીજા ભરત નામધારી સર્જકો પણ હશે જ. કશા જ કારણ વિના તેમના વિષે આમ ઘસાતું બોલવા પાછળ કશો જ મતલબ ખરો? ખૂબ ઓછા સમયમાં લતસ્તરોએ પોતાની આગવી ઓળખ બનાવી છે તે જળવાઈ રહે તે માટે પણ ધવલભાઈએ આવા અવળચંડાઓને જાકારો આપી દેતાં કશો સંકોચ ના અનુભવવો જોઈયે તેમ હું માનું છું.

    પોતાને નામે કોમેન્ટ પોસ્ટ કરે ને પછી બીજા નામે તેનાં વખાણ કરે, કે પછી કોઈ બીજાને નામે ( એટલે કે જે નામ વાપર્યું હોય તે વ્યક્તિને તો કશી જાણ પણ ના હોય!) એને નામે કશું ગાંડુ- ગપચું લખી મારે ! આ બધી હરકતો તો કેમ ચલાવી લેવાય ? મને જે લાગું તે મેં કહી દીધું. હવે આગળ તમે જાણો.

    -ભરત ત્રિવેદી

  18. સ્વાતિ ગઢિયા said,

    April 25, 2011 @ 12:55 PM

    ‘ગઝલ તો મસ્ત જ છે પણ ‘ભરત’ નામધારીઓ વિશેની ચર્ચા અહીં બિનજરૂરી લાગે છે.

    બાકી… જન્મજાત મળેલી ઉંચાઈ છોડીને નદી સમુદ્રને મળવા, એનામાં સમાઈ જવા દોડી આવે છે પણ તોય દરિયો નગુણો એની સામે ઘૂઘવે…!

  19. Harikrishna said,

    April 27, 2011 @ 1:38 PM

    Superb!!!!!!!!!!!!!!!!
    This is what I call a TRUE Indian Romeo in a very good sense. His words are enough to realise his true feeings for his love. If only the modern Romeos would feel same.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment