હવે પાંપણોમાં અદાલત ભરાશે,
મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે.
રમેશ પારેખ

કોણ છે ? – હનીફ સાહિલ

બંધ દરવાજાની ભીતર કોણ છે ?
હું જો બાહર છું તો અંદર કોણ છે ?

લાવ ચાખી જોઈએ ખારાશને
તું નદી છે તો સમંદર કોણ છે ?

કે સમયની રેત પર લિપિ લખી
આ પવન પૂછે નિરક્ષર કોણ છે ?

કોઈએ કંડારેલા પથ્થરને હું
રોજ પૂછું છું કે ઈશ્વર કોણ છે ?

કોણ વરસાવે છે પ્રશ્નોની ઝડી
ને રહે છે અનુત્તર, કોણ છે ?

– હનીફ સાહિલ

જવાબ ભલે ન એકેય આપતો. સવાલો મારા દિલને બેસુમાર દે.

13 Comments »

  1. bharat vinzuda said,

    April 11, 2011 @ 11:29 PM

    ને રહે છે તે અનુત્તર, કોણ છે ?
    વાહ…

  2. preetam lakhlani said,

    April 11, 2011 @ 11:48 PM

    સ્…ર્…સ્………..વાહ ગમતાનો ગુલાલ્

  3. amit shah said,

    April 11, 2011 @ 11:58 PM

    કોઈએ કંડારેલા પથ્થરને હું
    રોજ પૂછું છું કે ઈશ્વર કોણ છે ?

    ખુબ સરસ પ્રશ્ન ઘઝલ
    શયદા સાહેબ ની યાદ તાજી કરાવતી ઘઝલ

    ========================

    મને એ જોઇને હસવું હજારો વાર આવે છે
    પ્રભુ તારા બનાવેલા , હવે તુજને બનાવે છે

    નિરાકારી નિરંજન છે , અને છે વિશ્વવ્યાપી પણ
    મુકીને ગોખ માં માનવ તને વામન બનાવે છે

    ક્ષુધા થી તરફડી મારનાર નો ઉપહાસ કરનારા
    કનક ના થાળ માં પત્થર સમીપ ભોજન ધરાવે

    તને બહેરો અગર બેધ્યાન સમજથી દર્શનાર્થીઓ
    વગાડી ઘંટ કે માનવ તને શુદ્ધિ માં લાવે છે

  4. Kirtikant Purohit said,

    April 12, 2011 @ 12:26 AM

    સરસ ગઝલ.

  5. વિવેક said,

    April 12, 2011 @ 12:27 AM

    સુંદર રચના…

  6. jigar joshi 'prem' said,

    April 12, 2011 @ 4:00 AM

    આ એક સનાતન પ્રશ્ન છે…કોણ છે?….સુંદર રચના

  7. Dr.J.K.Nanavati said,

    April 12, 2011 @ 4:16 AM

    એકજ સરળ જવાબ……

    ના મસિદે ખોળતો તમને ખુદા
    ના સબૂતે તોર પર કુર્રાનમાં

  8. naresh dodia said,

    April 12, 2011 @ 6:34 AM

    રહત ઇન્દોરીની રચના ઉપરથી બનેલી સુંદર ગઝલ
    યે દરવાજે પે કોન દસ્તક દે રહા હૈ
    અંદર મેં હું તો ફિર બાહર કોન હૈ

  9. Shefali said,

    April 12, 2011 @ 7:31 AM

    ખુબ સરસ! કોફિ સાથે આ બહુ ભાવ્યુ!

  10. pragnaju said,

    April 12, 2011 @ 9:52 AM

    સુંદર ગઝલ

    બંધ દરવાજાની ભીતર કોણ છે ?
    હું જો બાહર છું તો અંદર કોણ છે ?

    મત્લાએ મ્હાત કર્યા

  11. Bharat Trivedi said,

    April 12, 2011 @ 10:24 AM

    પહેલા કે બીજા ધોરણમાં અમારે એક કવિતા હતી

    “એ કોણ છે જે એવો જે સૌને જગાડે?”

    એ કવિતાની યાદ આવી ગઈ! એ શિખવનાર પણ કેવા હશે કે આટલાં આટલાં વર્ષ પછી પણ એ સ્મરણ પટ પર અંકાયેલી રહી છે !

    ભરત ત્રિવેદી

  12. DHRUTI MODI said,

    April 12, 2011 @ 3:25 PM

    ખૂબ સુંદર રચના હનિફભાઈની!!!

  13. MAHESHCHANDRA NAIK said,

    April 12, 2011 @ 4:12 PM

    ઈશ્વરની ઓળખ કરાવતી રચના……………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment