આંખમાં આંસુંનાં તોરણ ખૂબ મુશ્કેલીથી બાંધીને ઉભો છું રાહમાં હું
રાહ જોઉં કૈંક કલ્પોથી તમારી તે છતાં તાવી રહ્યા છો, તે તમે છો?
– હરિ શુક્લ

આદમી – આશિત હૈદરાબાદી

જીવી રહ્યો છે આજ આ સપનામાં આદમી
દેખાવથી જુદો જ છે, પડદામાં આદમી !

સાંધી શકાય કોઈ દી’ સંભવ નથી હવે,
કેવો વિભક્ત થઈ ગયો ટુકડામાં આદમી !

માણસનો અર્થ શોધવો મુશ્કેલ થઈ ગયો,
વરવો હવે છપાય છે છાપામાં આદમી !

કેવા વળાંક જિંદગી લેશે ખબર નથી,
સૂવે છે લઈ અજંપને પડખામાં આદમી !

જાગી જવાય ઊંઘથી તો રાતભર પછી,
વાતો કરે છે ભીંતથી કમરામાં આદમી !

આવે કશું ન હાથ ફક્ત ઝાંઝવા વિના,
શેની કરે તલાશ આ છાયામાં આદમી ?

શોધે છતાં કશોય કદી માર્ગ ના મળે,
‘આશિત ‘ મૂંઝાય ‘આ’ અને ‘અથવા’માં આદમી !

– આશિત હૈદરાબાદી

માણસનો અર્થ શોધવા મથતી સેંકડો ગઝલોમાંની એક પણ પોતીકો અવાજ યથાવત જાળવી રાખવામાં કવિ સફળ થયા છે… મત્લાનો શેર તો શિરમોર થયો છે…

11 Comments »

  1. Pushpakant Talati said,

    May 27, 2011 @ 5:56 AM

    વાહ ! !! – – આશિત હૈદરાબાદી સાહેબ ને સો – સો સલામ હો.
    આ રચનાથી તો મારું દિલ ખરેખર બાગ બાગ બની ગયું.

    આજની ખરી હકીકત શાયરાના અન્દાજમાં રજુ કરવામાં આવી તે બહુજ ગમી. આજના માણસની સાચી છબી ચીત્રી બતાવી છે.
    આદમી પણ કેવા કેવા વિવિધ પ્રકારનાં ?
    સપનામાં જીવતો આદમી, – પડદામાં નો આદમી – ન સંધાય તેવો વિભક્ત એવો – ટુકડામાં જિન્દગી જીવતો આદમી – પોતાની સાચો અર્થ અને સ્વપ્રતિષ્ઠા ગુમાવી બેઠેલો એવો વરવો આદમી – અજંપાને પોતાની આગોશમાં લઈ ને સુતો તદ્દન અશાંત આદમી – ઝાંઝવા નાં પાણીથી પ્યાસ બુજાવવાની કોશિષમાં જીવન પસાર કરતો આદની – છાયામાં અસ્તિત્વની તલાશ/શોધ કરતો આદમી – અને માર્ગ શોધવામાં અસમર્થ અને અતિશય મૂંઝાતો આદમી .

  2. pragnaju said,

    May 27, 2011 @ 6:48 AM

    ખૂબ સરસ

    માણસનો અર્થ શોધવો મુશ્કેલ થઈ ગયો,
    વરવો હવે છપાય છે છાપામાં આદમી !

    મનોવૈજ્ઞાનીઓએ આદમી અંગે વિશ્લેષણ સૂચવે છે કે આદમીના શાણપણની અભિપ્રેત થિયરી અને બુદ્ધિ, ગ્રહણશકિતક્ષમતા, આધ્યાત્મિકતા અને ચતુરાઈની કેટલીક બાબતો વચ્ચે સામ્યતા હોય, પણ એ સ્પષ્ટ છે કે આદમીનું શાણપણ એ તદ્દન ભિન્ન શબ્દ છે અને માત્ર આ શબ્દોનું સંમિશ્રણ નથી.. ઘણા અભ્યાસો દર્શાવે છે કે આદમી પરિપ્રેક્ષ્ય/શાણપણ બાબતે વયસ્કોનું સ્વ-મૂલ્યાંકન ઉંમર પર આધાર રાખતું નથી. ઉંમર સાથે શાણપણ વધે છે એવા લોકપ્રિય મત કરતાં આ અભ્યાસો વિપરીત તારણ આપે છે.અનેક સંસ્કૃતિઓમાં, સૌથી છેલ્લો ઊગતો દાંત, ત્રીજી દાઢના નામકરણને આદમીના શાણપણ સાથે સાંકળવામાં આવે છે, એક અભ્યાસે આદમીના શાણપણ સાથે સંબંધિત મગજના ભાગોનું ફરીથી અવલોકન કર્યું હતું.

    હકારાત્મક મનોવિજ્ઞાનના સંશોધકોએ આદમીના શાણપણને “જ્ઞાન અને અનુભવ”ના સંકલન તરીકે અને “કલ્યાણ અર્થે તેનો જાણીકરીને કરવામાં આવેલો ઉપયોગ” એમ વ્યાખ્યાયિત કર્યું છે.આ વ્યાખ્યા અનુસાર, માણસના શાણપણને નીચેનાં માપદંડો અનુસાર માપી શકાવું જોઈએ. એક શાણો માણસ સ્વ અંગેનું જ્ઞાન ધરાવે છે. સહૃદયી હોય છે અન્યો સાથે સ્પષ્ટ, સીધો વ્યવહાર કરે છે. બીજા લોકો શાણા માણસની સલાહ લેવા આવે છે.અને એક શાણા માણસનો વ્યવહાર તેની નૈતિક માન્યતાઓ સાથે સુસંગત હોય છે.
    આવે કશું ન હાથ ફક્ત ઝાંઝવા વિના,
    શેની કરે તલાશ આ છાયામાં આદમી ?

    શોધે છતાં કશોય કદી માર્ગ ના મળે,
    ‘આશિત ‘ મૂંઝાય ‘આ’ અને ‘અથવા’માં આદમી !

    છતા હજુ તલાશ ચાલુ જ છે!!

  3. જયેન્દ્ર ઠાકર said,

    May 27, 2011 @ 7:45 AM

    આશિત હૈદરાબાદીએ મુંઝાયેલા માણસની મનોદશા માર્મિક શબ્દોમાં સુંદર રીતે પ્રગટ કરી છે.

  4. P Shah said,

    May 27, 2011 @ 9:30 AM

    મૂંઝાય ‘આ’ અને ‘અથવા’માં આદમી !….
    સાવ સાચી વાત !

    લૂંટાઇ ગયો સાવ જિન્દગી ઘડવામાં આદમી !

  5. DHRUTI MODI said,

    May 27, 2011 @ 4:03 PM

    સુંદર ગઝલ.

  6. ashok trivedi said,

    May 27, 2011 @ 10:08 PM

    આશિતભૈ, મજઆ આવિગૈ,જલ્સો થૈ ગયો, અશોક ત્રિવેદિ. http://www.chartsanketstock.com

  7. aarti bhavsar said,

    May 27, 2011 @ 11:48 PM

    વાહ વાહ ખુબ જ સરસ… આ pan aochhu pade khub j saras.

  8. Kirftikant Purohit said,

    May 29, 2011 @ 1:56 AM

    સન્મિત્ર આશિતભાઇની ગઝલ અને હઝલ બન્ને વાઁચવાની મઝા ઑર છે…

    સાંધી શકાય કોઈ દી’ સંભવ નથી હવે,
    કેવો વિભક્ત થઈ ગયો ટુકડામાં આદમી !

    માણસનો અર્થ શોધવો મુશ્કેલ થઈ ગયો,
    વરવો હવે છપાય છે છાપામાં આદમી !

  9. Jay Naik said,

    May 30, 2011 @ 11:10 AM

    ક્યા બાત હૈ આસિત સાહબ બહુત હિ ખુબ્

  10. Chetan framewala said,

    August 23, 2012 @ 8:06 AM

    ગુજરાતી સાહિત્ય જગતમાં સૌ પ્રથમ
    -ગઝલકાર શ્રી આશિત હૈદ્રાબાદી દ્વારા રચાયેલ ” વ્યંગ તશ્તીર” – સંગ્રહ “તોડ ફોડ” નું લોકાર્પણ તથા જનાબ આસિમ રાંદેરીની જન્મ જયંતી નિમિતે ધબકાર-મુંબઈ દ્વારા એકતાલીસમી કાવ્યગોષ્ઠીનું આયોજન, રવિવાર, દિ. ૨૬ ઑગસ્ટ , ૨૦૧૨, સાંજે ૪ કલાકે ચેતન ફ્રેમવાલાના નિવાસ સ્થાન ગ્રાંટ રોડ મુંબઈ ખાતે થયું છે. આ કાર્યક્રમની અધ્યક્ષતા શ્રી. કનુભાઈ સુચક કરશે.
    આપ સૌ સાહિત્ય પ્રેમીઓને પધારવા ભાવભીનું નિમંત્રણ છે.

  11. વિવેક said,

    August 23, 2012 @ 9:01 AM

    શ્રી આસિતભાઈ હૈદરાબાદીને ખૂબ ખૂબ અભિનંદન !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment