જે દીધું ચારે તરફથી એ દીધું વેતરીને,
જિંદગીએ જરા છોડી ન કસર, શું કહેવું!
- વિવેક મનહર ટેલર

ગઝલ – રઈશ મનીઆર

ભિન્ન ભાષા, ને અલગ લિપિ મળી,
પણ યુગેયુગ એ જ ગમગીની મળી.

ભીંત ખાલીપાની બહુ લીસી હતી,
શબ્દની, સારું થયું,ખીંટી મળી.

વિશ્વ આખું પોતીકું ગણનારને,
વેદના જયારે મળી,નિજી મળી.

સાંપડ્યું છે કોઈને તૈયાર ચિત્ર,
આપણું કિસ્મત કે બસ પીંછી મળી.

એક નદી રણમાં ઝઝૂમી જ્યાં સતત,
અંતે થોડી રેત ત્યાં ભીની મળી.

જિંદગી લાંબી ઘણી જીવ્યા તમે,
કેટલી ક્ષણ સાવ પોતીકી મળી ?

– રઈશ મનીઆર

25 Comments »

  1. કવિતા મૌર્ય said,

    March 27, 2011 @ 4:37 AM

    ભીંત ખાલીપાની બહુ લીસી હતી,
    શબ્દની, સારું થયું,ખીંટી મળી.

    વિશ્વ આખું પોતીકું ગણનારને,
    વેદના જયારે મળી,નિજી મળી.

    સાંપડ્યું છે કોઈને તૈયાર ચિત્ર,
    આપણું કિસ્મત કે બસ પીંછી મળી.

    વાહ !!! સુંદર શેર.

  2. gunvant thakkar said,

    March 27, 2011 @ 4:42 AM

    ભિન્ન ભાષા,ને અલગ લિપિ મળી
    પણ યુગોથી એ જ ગમગીની મળી
    ખુબ સુંદર ગઝલ, બધા જ શેર ગમ્યા

  3. જયેન્દ્ર ઠાકર said,

    March 27, 2011 @ 6:49 AM

    ભીંત ખાલીપાની બહુ લીસી હતી,
    શબ્દની, સારું થયું,ખીંટી મળી.

    સાંપડ્યું છે કોઈને તૈયાર ચિત્ર,
    આપણું કિસ્મત કે બસ પીંછી મળી.

    ભિતરની એકલતાને દુર કરવા સહારો સારો છે,
    નહીંતર આ એકલતા જ અમને ગળી જાત.

  4. pragnaju said,

    March 27, 2011 @ 7:33 AM

    તેમની ઘણી ગઝલો જેવી સુંદર
    ગુઢ અર્થવાળી ગઝલ
    ભીંત ખાલીપાની બહુ લીસી હતી,
    શબ્દની, સારું થયું,ખીંટી મળી.

    વિશ્વ આખું પોતીકું ગણનારને,
    વેદના જયારે મળી,નિજી મળી.
    મૅકવાન યાદ આવ્યા
    ચઢી છે સૌને ખાલીપાની ખાલી
    નથી કોઇના ચહેરા પર
    સ્મિત ભરેલ લાલી…!

    જિંદગી લાંબી ઘણી જીવ્યા તમે,
    કેટલી ક્ષણ સાવ પોતીકી મળી ?
    આપણને વલોવતો મહાપ્રશ્ન !
    ઝરમર ઝરમર જીલવુ અમને
    બહાર કોઈ બોલાવે
    આઘે ઉભું કોણ નીતરતું
    કોણ આવતું ઓરૂં … ?

  5. Bharat Trivedi said,

    March 27, 2011 @ 9:25 AM

    બસ મજા આવી ગઈ!

  6. Jayshree said,

    March 27, 2011 @ 10:52 AM

    જિંદગી લાંબી ઘણી જીવ્યા તમે,
    કેટલી ક્ષણ સાવ પોતીકી મળી ?

    આહ…….

  7. Maheshchandra Naik said,

    March 27, 2011 @ 12:13 PM

    જિંદગી લાંબી ઘણી જીવ્યા તમે,
    કેટલી ક્ષણ સાવ પોતીકી મળી?????????????????
    આ સવાલ દરેક લાંબુ જીવનારાને મુઝવતો જ રહ્યો છે……………પરંતુ એનો જવાબ કોની પાસે મળશે એ યક્ષપ્રશ્ન બની રહે છે…………….કવિશ્રી રઈશભાઈને સલામ અને આપનો આભાર………………….

  8. DHRUTI MODI said,

    March 27, 2011 @ 2:37 PM

    ખરેખર સુંદર અર્થસભર ગઝલ.

    ઍક નદી રણમાં ઝઝૂમી જ્યાં સતત,
    અંતે થોડી રેત ત્યાં ભીની મળી.

    જિંદગી લાંબી ઘણી જીવ્યા તમે,
    કેટલી ક્ષણ સાવ પોતીકી મળી?

  9. Naresh Shah said,

    March 27, 2011 @ 3:45 PM

    Dear pragnaju,
    Please explain the meaning of
    “Zarmar Zarmar Jilvun Amne” in your response.

    NICE RESPONSE to VERY NICE GHAZAL.

    Thanks,
    Naresh

  10. Ramesh Patel said,

    March 27, 2011 @ 7:21 PM

    ભીંત ખાલીપાની બહુ લીસી હતી,
    શબ્દની, સારું થયું,ખીંટી મળી.
    સુંદર અને કઈંક કહેવા સક્ષમ ગઝલ..ખૂબ ખૂબ અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

  11. urvashi parekh said,

    March 27, 2011 @ 7:33 PM

    સરસ ખુબજ અર્થસભર ગઝલ.
    ભીંત ખાલીપાની બહુ લીસી હતી,
    શબ્દની સારુ થયુ ખીંટી મળી.
    જીંદગી ઘણી લાંબી જીવ્યા તમે,
    કેટલી ક્ષણ પોતીકી મળી?
    સરસ.

  12. preetam lakhlani said,

    March 27, 2011 @ 8:38 PM

    નહિ તો જીવનમાં શું હતું નિષ્ક્રિયતા સિવાય
    પણ બે ઘડી નિરાંતથી બેસી શક્યા નહીં
    જવાહર બક્ષી

    જવાહર બક્ષીનો આ વેબ પર ધડીક માટે પ્રગટ થયેલો આ શેર બહુ જ ગમ્યો……….

  13. preetam lakhlani said,

    March 27, 2011 @ 10:45 PM

    જિંદગી લાંબી ઘણી જીવ્યા તમે,
    કેટલી ક્ષણ સાવ પોતીકી મળી ?

    – રઈશ મનીઆર

    બહુ જ્ સરસ શેર્,,,,,,,,,,,,,

  14. સુનીલ શાહ said,

    March 28, 2011 @ 12:23 AM

    આખેઆખી ગઝલ કોપી પેસ્ટ..!
    સુંદર અભિવ્યક્તિ.

  15. કિરણસિંહ ચૌહાણ said,

    March 28, 2011 @ 12:46 AM

    આખી ગઝલ બહુ જ સરસ અને અર્થસભર.
    પણ મત્લાના બીજા મિસરામાં જે છંદદોષ જણાય છે એ ટાઇપિંગ મિસ્ટેક છે કે કોઇ બીજું કારણ છે?
    ભિન્ન ભાષા, ને અલગ લિપિ મળી,
    પણ યુગે યુગે એ જ ગમગીની મળી.

  16. tirthesh said,

    March 28, 2011 @ 1:11 AM

    પ્રિય કિરણભાઈ, માફ કરજો…. ટાઈપીંગની ભૂલ છે.તરત સુધારી લઈશ. ખરેખર આમ છે-
    ‘પણ યુગેયુગ એ જ ગમગીની મળી.’
    આ ગઝલ ગુજરાતી કવિતાચયન ૨૦૦૧ પૃષ્ઠ ૬૯ પરથી લીધી છે. આ ગઝલ પ્રથમ ‘કવિતા’ ફેબ-માર્ચ-૨૦૦૧ માં છપાઈ હતી.
    ધ્યાન દોરવા બદલ આપનો આભાર.- તીર્થેશ.

  17. વિવેક said,

    March 28, 2011 @ 1:27 AM

    સાદ્યંત સુંદર રચના… બધા જ શેર સંતર્પક થયા છે…

  18. sudhir patel said,

    March 28, 2011 @ 9:45 PM

    સુંદર ગઝલ!

  19. કિરણસિંહ ચૌહાણ said,

    March 28, 2011 @ 9:48 PM

    આભાર તીર્થેશભાઇ.

  20. P Shah said,

    March 29, 2011 @ 3:02 AM

    જિંદગી લાંબી ઘણી જીવ્યા તમે,
    કેટલી ક્ષણ સાવ પોતીકી મળી ?…

    દરેક શેર આસ્વાદ્ય થયા છે.

  21. વિહંગ વ્યાસ said,

    March 29, 2011 @ 4:17 AM

    સુંદર ગઝલ

  22. અનામી said,

    March 31, 2011 @ 8:48 AM

    સુંદર…

  23. Ekta said,

    April 8, 2011 @ 2:38 AM

    ભીંત ખાલીપાની બહુ લીસી હતી,
    શબ્દની, સારું થયું,ખીંટી મળી.

    વિશ્વ આખું પોતીકું ગણનારને,
    વેદના જયારે મળી,નિજી મળી.

    સાંપડ્યું છે કોઈને તૈયાર ચિત્ર,
    આપણું કિસ્મત કે બસ પીંછી મળી

  24. Thiago said,

    October 26, 2015 @ 11:32 AM

    Four score and seven minutes ago, I read a sweet artlcie. Lol thanks

  25. http://www.blrimages.net/ said,

    April 28, 2016 @ 9:31 PM

    / Nonsense, no KKK, but there are a few lurking queers who troll the park restrooms on the weekend. Yes, you can join them but they do "stand their ground."

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment