તું મળી ત્યારે ખબર થઈ શું છે ગ્લૉબલ વૉર્મિંગ?
ફૂલ વિન્ટરમાં અનુભવ્યો સમર, શું કહેવું!
- વિવેક મનહર ટેલર

ઘણું રોયાં – ‘રસિક’ મેઘાણી

વીતેલ યાદને તાજી કરી ઘણું રોયાં,
તમે જો નોખા થયા એ પછી ઘણું રોયાં.

છુપાવી પાલવે ચહેરાને અડધી રાતોમાં,
સળગતી વાટને ધીમી કરી ઘણું રોયાં.

કદમ કદમ બધે યાદો તમારી આવે જ્યાં,
હજાર વાર એ રસ્તે ફરી ઘણું રોયાં.

સળગતી ધૂપમાં રોયા નહીં જે રસ્તામાં,
પછીત છાંયડે બેઠા પછી ઘણું રોયાં.

બપોર આખો ઊકળતી વરાળ જોઇને,
ભરેલ વાદળાં સાંજે પછી ઘણું રોયાં.

સમયની સાથ વિલય થાતા છેલ્લા શ્વાસ સુધી,
બધાય દૂરથી જોતા રહી ઘણું રોયાં.

વમળમાં ડૂબી ગઇ નાવ જ્યારે આશાની,
ઉછાળી મોજાં કિનારા પછી ઘણું રોયાં.

‘રસિક’ ને આમ તો રોતા કદી ન જોયા છે,
છતાંય રાતના રોયા પછી ઘણું રોયાં.

‘રસિક’ મેઘાણી ( અબ્દુલ રઝાક મેઘાણી – હ્યુસ્ટન )

6 Comments »

  1. Sangita said,

    January 18, 2007 @ 1:53 PM

    Very nice!

    કદમ કદમ બધે યાદો તમારી આવે જ્યાં,
    હજાર વાર એ રસ્તે ફરી ઘણું રોયાં.

    વમળમાં ડૂબી ગઇ નાવ જ્યારે આશાની,
    ઉછાળી મોજાં કિનારા પછી ઘણું રોયાં.

  2. Himanshu Bhatt said,

    January 20, 2007 @ 12:26 AM

    Rasikbhai is an institution in ghazals. It was great to see his ghazal here. His ghazals are “Chand shudh” and pensive.

  3. sunil patel said,

    April 5, 2008 @ 1:51 AM

    ખુબજ સરસ.
    આ લાઈન

    સમયની સાથ વિલય થાતા છેલ્લા શ્વાસ સુધી,
    બધાય દૂરથી જોતા રહી ઘણું રોયાં.

  4. ankit said,

    April 1, 2010 @ 12:12 AM

    mara email upar gazal mokalva vinanti

  5. RAMESH SHARMA said,

    August 25, 2023 @ 1:10 PM

    થિજિ ગયેલેી યાદો ને મુકેી ને તમે ચાલ્યા ગયા,
    ફરિયાદ કોઇને ન કરેી, પરન્તુ તને યાદ કરેી ઘણું રોયા.

  6. RAMESH SHARMA said,

    August 25, 2023 @ 1:21 PM

    એ હદે એક્લા પડાયું તમે ગયા તે ઘડીથેી,
    વિરહ નેી દુર્દશા જોઇ એ પછી ઘણું રોયાં.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment